________________
ખંભાતનાં જિનાલયો
કમાનો પર સુંદર પૂતળીઓનાં શિલ્પો છે. ઉપરાંત શત્રુંજય-સમેતશિખરના પટ ભીંત પર ચિત્રિત કરેલ છે.
જિનાલયના બહારના ભાગમાં આરસનો એક લેખ કોતરેલો છે. આ લેખ પ્રકરણ-૧૩માં મૂકવામાં આવ્યો છે. આ લેખ વાંચતાં જણાય છે કે આ જિનાલયની પ્રતિષ્ઠા સં૧૬૩૯માં શક સં ૧૪૦૫માં આચાર્ય શ્રી હીરવિજયસૂરિના હસ્તે થઈ હતી, જ્યારે ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસમાં પૃ. ૨૪ ઉપર નર્મદાશંકર ભટ્ટ આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ જણાવે છે :
જિનાલયમાં ભોયરું છે. આ જિનાલયમાં બે લેખ તથા બે પગલાંની જોડ છે. સં. ૧૬૩૧માં શ્રી વિમલનાથનું બિંબ તૈયાર કરાવવામાં આવ્યું છે અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી છે”
અહીં ગભારામાં પણ ચિત્રકામ થયેલું છે. ચંપાપુરી તથા પાવાપુરીના પટ ગભારામાં ચિત્રિત કરવામાં આવ્યા છે. અહીં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી બાજુ ગર્ભદ્વાર સન્મુખ પુંડરીક સ્વામી તથા જમણી બાજુ ગર્ભદ્વારા સન્મુખ મુનિસુવ્રત સ્વામી બિરાજમાન છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૩૯ આસપાસના સમયનું હોવાનો પૂરો સંભવ છે.
બોરપીપળો
ખંભાતમાં આજે બોરપીપળા તરીકે જાણીતા વિસ્તાર પૈકીનો કેટલોક ભાગ અગાઉ ૧૬મા સૈકામાં સાલવીવાડ તરીકે પ્રસિદ્ધ હતો. તે સમયે આ વિસ્તારમાં પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હતું તેવો ઉલ્લેખ કવિ ડુંગર ખંભાત ચૈત્યપરિપાટીમાં નીચે મુજબ કરે છે.
સાલવી વાડઈ પાસનાહ જિન પૂજા કીજઈ
ત્યાર પછી સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ગ્રંબાવતી તીર્થમાલામાં આ વિસ્તાર (૧) સાલવી પોલ (૨) બીજી સાલવી પોલ- એમ બે વિભાગમાં વહેંચાયેલો માલૂમ પડે છે. તે સમયે સાલવી પોલમાં નવપલ્લવ પાર્શ્વનાથનું જિનાલય અને બીજી સાલવીની પોળમાં બે જિનાલયો (૧) સંભવનાથ (૨) મુનિસુવ્રત સ્વામી (ભોંયરાવાળું)- મળીને કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતા. જેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
સાલવી કેરી પોલિ જ પાસ, દેહરામાં નવપલ્લવ પાસ, બંબ પંચ્યોતિર તાસ, હો. ૧૯ બીજી સાલવી પોલિ, બઈ પ્રાસાદ પૂજો અંધૌલિ, કેસર ચંદન ધોલિ, હો || ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org