________________
નીતિશાસ્ત્ર પ્રવેશ કારણકે, પૂર્ણ સમાધાનનું જ નામ મોક્ષ અને અસમાધાનનું નામ નરક છે. આ નરકની દુર્ગધ કઈ સ્થળે એછી હશે, કેઈ સ્થળે વધારે હશે; કેટલેક સ્થળે (સોક્રેટીસ કે એવા અન્ય સાત્ત્વિક ધર્મજિજ્ઞાસુના મન ક્ષેત્રમાં) અસમાધાનને દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થઈ નરક અને મોક્ષની મર્યાદા તદ્દન નજીક નજીકમાં આવી રહેલી હશે – ચાર આંગળનું પણ અંતર નહિ હોય; પરંતુ અંતર ગમે તેટલું ઓછું હશે તો પણ સંશય અને અસમાધાનની કિલ્લેબંદી ધરાવતા માનસિક કારાગૃહમાં નિવાસ કરનાર જ્ઞાનગંગાથી શુદ્ધ, પવિત્ર અને પ્રસન્ન નહિ બને ત્યાં સુધી મોક્ષના ક્ષેત્રમાં પગલું મૂકી શકશે નહિ.
ઉપર કહ્યું છે કે, અસમાધાનરૂપી નરકના અનેક પ્રકાર છે. આ સર્વ પ્રકારનું વર્ણન કરવાની જરૂર નથી, પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, ઉપર વર્ણવેલા સંશયાત્મા અથવા વિસંગતાત્માનું અસમાધાન ઈદ્રિયનિગ્રહશુન્ય પણ ધર્મપ્રિય મનુષ્યના અસમાધાનથી ભિન્ન છે. કેટલાકને ધર્મ એટલે શું એ વિષે સંશય નથી હોતો. તેમને ધર્મ પ્રિય હોય છે; પણ ઈદ્રિયો પૂર્ણ રીતે વશ નહિ. હોવાના કારણે તેમનું સર્વ કંઈ ગોટાળામાં પડે છે.
जानामि धर्म न च मे प्रवृत्तिः ।
जानाम्यधर्म न च मे निवृत्तिः ॥ બાઈબલના કહેવા પ્રમાણે “The soul is willing - but the flesh is weak” કહેવાને વારંવાર પ્રસંગ આવવાથી તેને અસમાધાનના નરકમાં દિવસો પસાર કરવા પડે છે. જ્ઞાનગંગા જ તેને એ નરકમાંથી મુક્ત કરી શકશે; પણ એ જ્ઞાન કેવળ બૌદ્ધિક નહિ પણ હાડ, માંસ અને રક્તમાં પ્રવેશેલું, ભળેલું અને ભીંજેલું જ્ઞાન હોવું જોઈશે. જગત એટલે શું, આપણું ધ્યેય શું વગેરેનું કેવળ બૌદ્ધિક જ્ઞાન એ ખરું જ્ઞાન જ નથી. જે બુદ્ધિને સમજાયું હોય એટલું જ નહિ પણ રચ્યું હોય, જે બુદ્ધિને રચ્યું હોય એટલું જ નહિ પણ આત્માનાં ભાવનાદિ અન્ય અંગોને પણ રુચ્યું તથા પ્રિય થયું હોય, જે આત્માનાં સર્વ અંગેને રુચ્યું તથા પ્રિય થયું હોય એટલું જ નહિ પણ જે સારી ટેવથી કહે, તપથી કહે, કિંવા યોગાભ્યાસથી કહે; પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org