________________
ધર્મ અને નીતિ
૫૫૭ અનુભવાતીત હતી. શક્તિ” કિંવા એ અર્થનું કોઈ નામ તે કાળમાં શક્ય નહિ હોય, –ન જ હતું. કારણ કે આરંભની અવસ્થામાં ભાવવાચક નામ અશક્ય હતાં. તથાપિ “શક્તિ” કિંવા એવા અર્થનાં નામ કે કલ્પનાનો અભાવ હશે, એકાદ પ્રેત કિંવા જાતિચિહ્ન ( totem)નું કે એવા જ કંઈ અન્યનું પૂજન થતું હશે; પરંતુ તે પૂજ્ય વસ્તુ અન્ય વસ્તુ જેવી નથી, તેનામાં કંઈ પણ અજબ છે, તેના દશ્ય સ્વરૂપની પેલી તરફ કંઈ પણ છે એવું લાગવું અશક્ય ન હતું. કહેવાનો અર્થ એ નથી કે, પ્રત્યેકને જ તેમ લાગતું હતું. કારણ, તે કાળે પણ વ્યક્તવાદી તાકિ હશે જ. તેમનું આ તાર્કિક જ્ઞાન વિશેષ ઊંડું કે સુસંસ્કૃત ન હતું; તે પણ એ તત્ત્વજ્ઞાનને પ્રવાહ અમુક દિશાએ વહેતે હતો એમ કહેવામાં ભૂલ થતી નથી. જંગલી કાળના દૃશ્યવાદી પોતાના અનુભવ પર વિશેષ આધાર રાખતા હોવા જોઈએ અને એ અનુભવની પેલી તરફ કંઈ છે કે નહિ તેની તેઓ વિશેષ દરકાર રાખતા નહિ હોય. સર્વ જંગલી માણસ અમુક એક જ કેટી કે વર્ગના હતા એમ માનવા તથા લખવાની તત્ત્વવેત્તાઓની પ્રવૃત્તિ જણાય છે. પણ તે ભૂલભરી છે. કોઈ પણ દેશના, કાળા કે જાતના લકે હા; તેમનામાં વ્યક્તિ તેટલી પ્રકૃતિ કદાચ નહિ હોય; પણ એક કરતાં અધિક ઢાળકીની પ્રકૃતિ હોવી વિશેષ સંભવનીય છે એમ માનવું જોઈએ. આધુનિક કિંવા હાલના કાળમાં જ દશ્ય, વ્યક્ત, તાર્કિક વાત પર આધાર રાખનાર અને અદશ્ય, ગૂઢ, ભાવનાગમ્ય વસ્તુ પર આધાર રાખનાર એવા બે પ્રકારના લેકોને જન્મ થયો છે એવું કંઈ નથી. બન્ને પ્રકૃતિ જોડિયા બહેનની માફક એક જ કાળે જન્મ પામેલી છે. અદશ્ય કિંવા અવ્યક્તવાદી જેમને કહ્યા છે તેમને અદવ કે અવ્યક્તની કલ્પના “તર્કદષ્ટિ એ દશ્યકલ્પના પછી જ આવવાનો સંભવ છે; પરંતુ “કાળદષ્ટિએ એ બે દષ્ટિમાં વિશેષ ફેર હોય એમ લાગતું નથી.
ઇોિને માટે અદશ્ય – અવ્યક્તનું દર્શન કે અનુભવ શક્ય નથી તેથી તેમને ઈદ્રિયગ્રાહ્ય વસ્તુ કે વાત જ સાચી લાગશે અને તે જ પ્રિય થશે. વિચારતે એ પણ જણાઈ આવશે કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org