________________
પણ તત્ત્વજ્ઞાનની એમણે સીધી સેવા કરી તે આ “નીતિશાસ્ત્રપ્રવેશ” મારફતે જ.
“સોક્રેટિસના સંવાદ” એ પણ તત્ત્વજ્ઞાન ઉપર જ ગ્રંથ ગણાય. ગ્રીક ભાષામાંથી અત્યંત રસિક અંગ્રેજીમાં જે વસ્તુને અનુવાદ થઈ ચૂકયો છે, તેને મરાઠી રૂપ આપવા માટે તત્ત્વજ્ઞાન અને ભાષા બન્ને વિષયો ઉપર કાબૂ ધરાવનાર માણસની જ જરૂર હતી. વામનરાવે “સેક્રેટિસના સંવાદ'નો અનુવાદ સફળ રીતે કર્યો છે અને એક ચરિત્રાત્મક પ્રસ્તાવના લખી એ ગ્રંથની ઉપયોગિતા વધારી પણ છે. વામનરાવની એ કૃતિને પણ ગુજરાતીમાં અનુવાદ થાય એ ઈચ્છવા જેવું છે.
નીતિશાસ્ત્ર પ્રવેશ” મરાઠી ભાષામાં પોતાની કટિને અદ્વિતીય ગ્રંથ છે. દાળકરમાળાના ગ્રંથે પછી પ્રોફેસર ભાનુએ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન મરાઠી ભાષામાં સંક્ષેપમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. લોકમાન્ય તિલકે પણ પિતાના “ગીતારહસ્ય'માં પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની ઝાંખી ટૂંકામાં કરાવી છે. પણ નીતિશાસ્ત્ર એ વિષય શો છે, કઈ કઈ શંકાઓ અને ચર્ચાઓ લઈને એ વિષય પ્રવૃત્ત થયો છે એ વિષે સાંગોપાંગ અને શાસ્ત્રશુદ્ધ વિવેચન તો વામનરાવની આ કૃતિમાં જ મળે છે. મુરબ્બી પ્રિન્સિપાલ ભાટેએ આ ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ “રા. જોશીએ પિતાના ગ્રંથમાં યુરોપિયન શાસ્ત્રીય વિવેચનપદ્ધતિનો ઉપયોગ કર્યો છે અને આપણે ત્યાંની ઘણીખરી નીતિ વિષયક કલ્પનાઓ એમાં પરેવી કાઢી છે.”
એમ જોતાં તે નીતિશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર એક જ વસ્તુ હોવાં જોઈએ; પણ આપણે ત્યાં સ્મૃતિઓમાં જ અને સંતવાણીમાં જ નીતિનાં વચને જડી આવવાથી ધર્મને આદર્શ સામાન્ય માણસ ન જ ઘડી કાઢી શકે, એવી માન્યતા લોકોમાં ફેલાઈ છે. ઋષિમુનિઓ અને સાધુસંતો ક્યાંકથી અધિકાર મેળવીને આપણી વચ્ચે વિચારે છે અને આપણો જીવનક્રમ કેવો હોવો જોઈએ એ આપણને બતાવી દે છે, એવી માન્યતા જ્યાં સુધી હોય, ત્યાં સુધી સદાચાર એટલે શું અને અમુક રહેણીકરણીને સદાચારનું નામ શા માટે અપાય છે એની ચર્ચામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org