________________
O પત્ર ક્રમાંક ૬૦૩ G
જ્ઞાનીપુરૂષને જે સુખ વર્તે છે, તે નિજસ્વાભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્યપદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી.
વાયુફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવાયોગ્ય માર્ગ ભણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાનીપુરુષ મન વચનાદિ યોગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુયોગે યત્કિંચિંત દશાફેર થાય છે, તો પણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે.
O પત્ર ક્રમાંક ૬૦૯ (૩
(૧) સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ ‘મોક્ષ’ કહે છે.
(૨) સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.
(૩) સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.
(૪) એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે.
(૫) સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માડી શૈલેશીઅવસ્થા પર્યન્તની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.
(૬) સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
૭૫
www.jainelibrary.org