SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જ નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે. ) પત્ર ક્રમાંક ૫૮૩ % એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત ! આ અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી જ પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો છે બનતો નથી, એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે. 0 પત્ર ક્રમાંક પ૮૫ ઃ સો. ( જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિકતણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વિરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ રે. સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વકર્મનો ક્ષય થયે જ છે અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન .. અત્યંત સાચાં છે, કેમકે સત્સંગથી, પ્રત્યક્ષ, અત્યંત પ્રગટ તે વચનોનો ! જ અનુભવ થાય છે. નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. તે 1 સુધારસ, સત્સમાગમ, સલ્લાસ્ત્ર, સદ્વિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ - સૌ તે સ્થિરતાના હેતુ છે. D પત્ર ક્રમાંક ૫૮૬ઃ સો. ૯૪ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી ! એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે જિન વીતરાગના ચરણકમળને વિષે જ અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. ૭૨ મોક્ષમાર્ગ પ્રકાશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy