________________
નિશ્ચય નહિ નિજરૂપના, ત્યાં વરતે પરભાવ, પર પુલ પરિણામથી, સમજે નહિ સ્વભાવ...૪
પદ
ઘેલી તો ફરું રે ઘરમાં ઘેલી કરું,
મારા પિયુજી વિનાની ઘરમાં ઘેલી ફરું..૧ વહાલા રે વિનાની અમને ઘડી, જુગ જેવી રે, જીવન વિનાની હું તો ઝુરી રે મરું,
મારા વહાલા વિનાની ઘરમાં ઘેલી ફરું...૨
(દોહરા)
સમ્યક દેવા સર્વને, વિગતે કર્યો વિચાર, પંચમ કાળે પ્રભુ તમે, ટાળ્યો ભવ કંસાસ..૧ આગ્રહ ટાળી અવરનાં, આપે કર્યો ઉદ્ધાર, અમૃત ઘન વરસી ગયો, ધન્ય ધન્ય તુજ અવતાર..૨
(દોહરો) પૂર્વ કર્મ કે ઉદયસે, ફંદા સબ ફસ જાત, નિજાનંદ નિજ રૂપમેં, દેખ હી ડુબ જાત.
(દોહરો) કર્મ કડી સજડ જડી, કુંચી સદ્ગુરુ હાથ, મોટા મોટા મથી મુવા, ચસકી નહિ લગાર.
| (સોરઠો) વિકટ આતો વાટ, ઓઢે શીર અટાટણી, દુ:ખનો વાળ્યો દાટ, અવરાણો તું આત્મા.
૩૯૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org