________________
પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવો પાલવતો નથી, આત્મભાવથી | પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું ? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તો નથી. તતાપિ સહન કરવા જીવ ઇચ્છતો નથી ! પરમાનંદ ત્યાગી એને ! ઇચ્છે પણ કેમ ? અને એ જ કારણથી જ્યોતિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવાં ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઇચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તો અધિક જ રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ.
જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ છે મોહાધીન છે, અને તેઓ પરમાર્થનાં પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે
છે, તો તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી પણ પરમાર્થ હેતુએ | * પ્રવૃત્તિ કરવી પડશે તો કંઈ પ્રસંગે કરીશ. ઇચ્છા તો થતી નથી.
આપનો સમાગમ અધિક કરીને ઇચ્છું છું. ઉપાધિમાં એ એક સારી જ | વિશ્રાંતિ છે. કુશળતા ઇચ્છું છું. 1
) પત્ર ક્રમાંક ૧૫૭: (રોજનીશી) es 1 (૩) હે ગૌતમ ! તે કાળ અને સમયમાં છબસ્થ અવસ્થાએ હું આ - એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છë સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા છે
અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, . જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, પર અષ્ટમભક્ત ગ્રહણ |
કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને એક પુદ્ગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી છે રાખીને, યોગની સમાધિથી, સર્વઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર)
(શ્રી ભગવતી સૂત્ર, શતક ૩, ઉદ્દેશક ૨) છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org