________________
જોયું નહિ જગમાં ઝાંખીને, કરતાં કર્મ કમાઈ, માયાના મોટા સુખ માટે, લક્ષ ચોરાસી પાઈ... આ. દુ:ખ દાવાનળ આ દુનીયા પર, પ્રાણ પતંગ સમ ઘાઈ, આશા પાસે અંધ બનીને, શીદ મરે ઝંપલાઈ. આ.
ભક્તિ ભાવથકી નહિ ભાવી, આ નરતન ધન પાઈ, મુરખ મન મૃગવત પર ધાયો, પ્યાસ ન લેશ બુઝાઈ...આ. લીધો નહિ લાવો નર ભવનો, ગુણ ગેવિંદના ગાઈ, પીધો નહિ હરિરસ પ્રીતેથી, આયુષ્ય એળે ગુમાઈ. આ. વિશ્વ તણા વૈભવમાં વળગી, ચલવ ભલે ચતુરાઈ, કાળ કરમ કદીએ નહિ છૂપે, શીદ રહ્યો મલકાઈ. આ
9 પદ-૫૯, રાગ-ગરબી . ઓધા કેમ શામળીયો નાવ્યો, સંદેશો શું જોગ તણો લાવ્યો.. ઓધા. ચોરી લીધો છે મનડા હરિ એ, નથી ભાન દેહતણું કરીએ, છે
વ્યાકુળ થઈ વજનારી ફરીએ... ઓધા-૧ ઉરે મમ સ્તુતિ તો નાણી, જુઠા બોલા જનમ થકી દાણી,
હવે જે રીતે પ્રેમ તણી જાણી. ઓધા-૨ પ્રથમ રંગે રામાયું રોળી, ભભુતી પ્રેમ તણી ચોળી.
હવે રે દીધી ભેખ તણી ઝોળી.... ઓધા-૩ સ્વામી ખટ સાધન શું કરવા, વામા નહિ વેષ કરે વરવા,
નથી રે ધ્યાન ધુણી તપે ઘરવા. ઓધા-૪ ભોગીડા તે કેમ જોગી થઈએ, વાલમ તજી વનમાં નવ જઈએ,
ભુદર ભેગી ભામનીયું રહીએ... ઓઘા-૫ ત્યાગી તમે ત્રીકમ છો માટે, જાદવ લઈ જમુનાની ઘાટે,
સાધો રે જોગ વ્રજનારી સાટે... ઓઘા-૩
૩૦૨
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org