________________
9 પદ-૨૨, મનહર છંદ મુનીશ્રી બાલચંદ્રજી મહારાજ્યો સ્વર્ગવાસ થતાં - અંજલિ પ્રિત થકી પેઢી પરમારની ચાલુ હતી,
જ્ઞાન ધ્યાન તણી ખુદ ખરીદો ચલાવતા. રામ નામ તણું દામ ધરતા તે ઠામ ઠામ,
ગરીબોને ગામ ગામ કોડથી કમાવતા. હરિપદ તણી હુંડી હજારોને લખી દેતા,
વિષયથી છુટવાનો વેપાર બતાવતા. અરે બાલચંદ્ર જેવા સના સરાફ જતા,
ધ્યાન તણા ધંધા હવે ભાંગ્યા મન ભાવતા. ભજનોનાં ભુખ્યા ભુખ વેઠીને ભીખારી થતા,
તોય નથી ભજનની ભુખ કો ભંગાવતા. રામના વેપાર વિના રઝળીએ રાંક થઈ,
જ્ઞાન તણા ગરથ તો હાથ નથી આવતા. મુનિના વિયોગે અતી મલીન થયેલ મન,
અંતરનાં રંગ થકી કોઈ ના રંગાવતું. મોક્ષ તણા મુસાફર, અરે બાલ મુનિ જતા,
ભવ તરવાનું ના હાથ નથી આવતું. અનેક પ્રકાર તણા અધ્યાત્મ ગ્રંથ રૂડા,
લાવી લાવી નિત્ય પોતે પ્રિતથી વંચાવતા. મન, બુદ્ધિ, ચિત્ત અંતઃકરણની શુદ્ધિ થવા,
શ્રેષ્ઠ સત્સંગતણું અંગ ઓળખાવતા. શાન્તિ પદ તણાં સેવકોને સંસ્કારી થવા,
ચેતન્યનાં જ્ઞાન તણી ચર્ચા ચલાવતા. કહે કાળીદાસ, ખાસ આસ ધરી જોયું મેં તો,
હશે એવા મુનિ પણ હાથ નથી આવતા.
વતા.
૨૮૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org