________________
જૈનદર્શનમાં આના પર અત્યંત વિસ્તૃત સાહિત્ય વર્તમાનકાળમાં પણ ઉપલબ્ધ છે. આ સાહિત્યને જેમ જેમ અભ્યાસ કરીએ છીએ તેમ તેમ આપણને કર્મ વિષે ઘણું ઘણું જાણવા મળે છે. જગતના સ્વરૂપનું ભાન થાય છે. રાગ-દ્વેષની પરિણતિ ઘટે છે અને મૈત્રી, કરુણાદિ ભાવનાને વિકાસ થાય છે માટે વર્તમાનકાળમાં કર્મસાહિત્યને અભ્યાસ એ મેક્ષાભિલાષી આત્મા માટે અત્યંત આવશ્યક છે.
વર્તમાનમાં કર્મ સાહિત્યમાં છ કર્મગ્રન્થ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, કષાયપ્રાભૃત, શતક, સપ્તતિ, બંધવિધાન, નવગસેઢી વગેરે અનેક ગ્ર ઉપલબ્ધ છે. પ્રારંભમાં તે છે કર્મગ્રીને અભ્યાસ કર્યા પછી બાકીને ગ્રન્થમાં સહેલાઈથી ચંચુપાત કરી શકાય.
પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ, સુવિશાલગચ્છાધિપતિ, વાત્સલ્યવારિધિ સંઘકૌશલ્યાધાર, વિશાલસાઘુગણને વેગ અને ક્ષેમને કરનારા સ્વ. આચાર્યભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા એટલે વીશમી-એકવીસમી સદીનાં કર્મશાસ્ત્રોના અપૂર્વ જ્ઞાતા, અસાધારણ વિદ્વાન. સમસ્ત જીવનમાં કઠેર સંયમપાલનની સાથે અસાધારણ જ્ઞાનસંપાદન પણ તેમણે કર્યું. વ્યાકરણ, ન્યાય, સાહિત્યદિના જ્ઞાનને મેળવ્યા પછી તેઓશ્રીએ કર્મશાસ્ત્રના ગ્રન્થ અને આગમનું ખૂબ ખૂબ ચિંતન-મનન કર્યું. વરસો સુધી તે તેમણે કર્મ ગ્રન્થ અને કર્મપ્રકૃતિ વગેરેના પદાર્થોનું ચિંતન-મનન કરી અત્યંત પરિચિત કરી દીધા એટલું જ નહિ પોતાના અનેકવિધ શિષ્ય-પ્રશિષ્યો તેમજ અથી શ્રાવકને પણ આ વિષયના જ્ઞાનનું દાન કર્યું. આગળ વધીને પોતાના વિશાળ મુનિસમુદાયમાંથી શક્તિશાળી કેટલાક સાધુઓની પાસે બંધવિધાન, અવગસેઢી, વગેરે લાખ શ્લેક પ્રમાણ પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં કર્મ સાહિત્યની રચના કરાવી.
પ્રબળ પુણ્યોદયે સંયમજીવનની પ્રાપ્તિ પછી પૂજ્યપાદ વર્ધમાન તપાનિધિ પ્રગુરુદેવશ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પાસેથી પ્રારંભમાં જ કર્મગ્રન્થના શરૂઆતના પદાર્થોનું જ્ઞાન મળ્યું. ત્યાર પછી પૂજ્યપાદ પરમગુરુદેવ આચાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org