________________
ધર્મસંસ્કારદાતા પરોપકારી સ્વ. પિતાશ્રી અંબાલાલ રતનચંદ સંઘવી
જન્મ :
૧૯૪૭ જેઠ સુદ ૮ ખંભાત
રવર્ગવાસ : ૧૯૯૯ શ્રાવણ
વદી ૧૧ ખંભાત
રસ્વ. પિતાશ્રીની ધર્મશ્રદ્ધા અત્યન્ત દૃઢ હતી. પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વ્યાખ્યાન શ્રવણને ખૂબ રસ હતો. વર્ષો સુધીની ઘોર બિમારીને સમભાવે સહન કરી. જીવનમાં શાંતિસ્નાત્ર યુકત જિનભક્તિ મહોત્સવ ન થાય ત્યાં સુધી શ્રીખંડનો ત્યાગ હતો. તેવી જ રીતે દીક્ષા ન લેવાય ત્યાં સુધી દૂધપાકનો ત્યાગ કરેલ. સંયમ ધર્મના ખૂબ રાગી હતા. બિમારી વખતે પણ આચાર્ય ભગવંત વગેરેને ઘેર બહુમાનપૂર્વક બેલાવી ધર્મ સાંભળતા. અંતિમ અવસ્થામાં નવકાર મંત્રનું શ્રવણ કરતા ૧૯માં પર્યુષણના આગલા દિવસે સ્વર્ગવાસને પામ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org