SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ; એક જાજરમાન જીવનયાત્રાને. હિમાલયના કૈલાસ શિખરને સર કરવા આખે આખી જીદંગી લાગી જાય. આ શિખરને સર કરે તે મહાપુરુષ. સતત અને સખત પરિશ્રમ અને ચિંતનના સહારે સહારે મહાપુરુષો ઉંચાઇએ ચડતાં આવતાં આક્રમણો] ઉપદ્રવો ખાળે છે. આ જે ઉંચાઇને સર કરતાં, શિખર પર પગ મૂકતાં જીંદગીની જીદંગી વીતી જાય એ ઉદ્ઘ યાત્રાનું વર્ણન શું સહેલાઇથી થઇ જાય એમ ! નહિ જ, અને ભલે કપરું ? હોય કર્યા વંગર રહેવાય પણ કેમ ? જીવન યાત્રાની વર્ણન-યાત્રા પણ એક કપરું ચડાણ. છે મારા જેવા કાયર મનુજ નું કામ નહિ છતાં પણ કલમના લડખડાતાં કદમે આ નાની શી વર્ણન-યાત્રા. જે ઉંચાઇ નજરે ચડી તેટલી હાશ થશે...હોંશ મળશે. ક્યારેક કલમ અને કાળજુ અટકી પડે એક જ કારણોસર, આમાં ક્યાંક કચાશ છે. ઓછાસ છે. ખેર ! કચાસ રાખવી એ જ મારી દ્રરિદ્રતા છે. આવી મહાયાત્રાના યાત્રીઓનો આપણે ત્યાં કોઇ તોટો નથી. આવી મહાયાત્રીઓની પરમ્પરાના પૂજ્ય પુરુષ એટલે જ પૂ. આગમોદ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. આવા સઘળાય પૂજ્યો તરફનો આદરભાવ સંસ્કારનું અને જીવનનું અગત્યનું અંગ.... આજે શબ્દો પણ દોડી આવે સ્તુતિ માટે, આદર કાજે...પારકાને વખોડવા જાતને વખાણવા વેડફાયેલા શબ્દો એ તો શબ્દ ભ્રમ, પારકાને વખાણવા જાતને વખોડવા વપરાયેલા શબ્દો એ તો શબ્દ બ્રહ્મ. ભ્રમ તરફથી બ્રહ્મ તરફનું પ્રયાણ એજ આપણો આદર. આદરની આદરથી શરૂઆત. ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરાયું સહુને સદા-સ્મરણીય રૂપે, સદા આદરણીય રૂપે, સદા પૂજનીય રૂપે... એક સાગરજી હતાં... એ સાગરજી શાસનના થયાં હતાં. www.galicirayong
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy