________________
સત્તાપ્રકરણ
યંત્ર નંબર - ૨ના વિશેષ કારણો સહિત સમજુતી :
પ્રથમ ખાનામાં ઃ- (૧) દેવાયુની અધવસત્તા ૧ થી ૧૧ બતાવી છે. તે આ પ્રમાણે કોઈ મનુષ્ય દેવાયું બાંધેલ હોય અને પછી તે જીવ ઉપશમશ્રેણિ કરે તો તે જીવને દેવાયુની સત્તા ૧ થી ૧૧ હોય છે. (૨) નરકાયુની અધુવસત્તા ૧ થી ૭ બતાવેલ છે તે આ પ્રમાણે કોઈ મનુષ્ય મિથ્યાત્વ ગુણ નરકાયું બાંધ્યું હોય, પછી તે સર્વવિરતિ ગ્રહણ કરે તે જીવને આશ્રયીને ૧ થી ૭ સુધી નરકાયુની સત્તા હોય છે. (૩) પ્રશ્ન - ચારે આયુષ્યની અધ્રુવસત્તા હોય છે, તો અહીં મનુષ્યાયની ૬થી ૧૪ સુધી ધ્રુવસત્તા કયા કારણે બતાવી છે ? ઉત્તર :- સર્વ આયુષ્યની અધુવસત્તા છે પણ અહીં ગુણસ્થાનકને આશ્રયીને બતાવેલ છે. અને ૬ થી ૧૪ ગુણસ્થાનક ફક્ત મનુષ્યને જ હોય છે, ૧ થી ૫ ગુણસ્થાનક તિર્યંચ વિગેરેને હોય છે. તેથી ૧ થી ૫ અધ્રુવસત્તા તરીકે બતાવ્યા છે.
બીજા ખાનામાં - મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયની ૩જા ગુણસ્થાનકે પણ ધ્રુવસત્તા જ હોય છે તેનું વિશેષ કારણ નીચે પ્રમાણે છે.
કર્મગ્રંથના અભિપ્રાય પ્રમાણે મિથ્યાત્વથી અને સમ્યકત્વ ગુણસ્થાનકથી પણ મિશ્રગુણસ્થાનકમાં જીવ આવે છે. ત્યાં જો સમ્યકત્વગુણસ્થાનકથી આવે તો ઉપશમ વા ક્ષયોપશમ સમ્યકત્વમાંથી આવે અને ઉપશમ વા ક્ષયોપશમ સમ્યકત્વમાં ત્રણે પુંજની સત્તા અવશ્ય હોવાથી મિશ્રગુણસ્થાનકે મિથ્યાત્વની ધ્રુવસત્તા પ્રાપ્ત થાય છે. તથા મિથ્યાત્વે ગયેલો જીવ પ્રથમ સમ્યકત્વમોહનીયની ઉવલના કરી તેને નિ:સત્તાક કરે, ત્યારબાદ મિશ્રમોહનીયની ઉવલના કરી મિશ્રમોહનીયને પણ નિ:સત્તાક કરે છે, પરંતુ મિશ્રમોહનીયની ઉર્વલના શરૂ થયા બાદ જ્યાં સુધીમાં મિશ્રમોહનીય નિ:સત્તાક ન થયું હોય તેટલામાં પરિણામ વશથી કદાચ મિશ્રમોહનીયનો ઉદય થઈ જાય તો તે વખતે એ મિશ્ર ગુણસ્થાનકવર્તી ગણાય, અને તે સમયે એ જીવને મિથ્યાત્વની અને મિશ્રમોહનીયની ધ્રુવસત્તા જ છે.
અથવા ક્ષયોપશમ સમ્યગુદષ્ટિ જીવને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં પ્રથમ મિથ્યાત્વનો ક્ષય થયા બાદ મિથ્યાત્વની અસત્તા હોય, અને ક્ષાયિક સમ્યકત્વ પામ્યા બાદ તો હોય જ, એ પ્રમાણે વિચારતાં પણ મિશ્રસમ્યગુદષ્ટિને મિથ્યાત્વની તુવસત્તા જ હોઈ શકે છે.
અહીં સિદ્ધાન્તનો અભિપ્રાય એટલો ભિન્ન છે, કે ઉપશમ વા ક્ષયોપશમ સમ્યકત્વમાંથી અને તેથી જ સમ્યકત્વ ગુણસ્થાનમાંથી પણ જીવ મિશ્રે જઈ શકતો નથી, કેવળ મિથ્યાત્વમાંથી જ મિથે જઈ શકે છે. જુઓ - ““મિચ્છત્તા સંવાતિ, અવિરુદ્ધ
સમનસેતુ સમ્માગો કિછત્ત,” અર્થ :- મિથ્યાત્વ ગુણસ્થાનકથી અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે અને મિશ્રગુણસ્થાનકે પંક્રાતી અવિરૂદ્ધ છે. અર્થાત્ ૧લે થી ૪થે અને ૩જે આવે છે. અને સમ્યકત્વથી મિથ્યાત્વે ગુણસ્થાનકે સંક્રાતી હોય છે.
ત્રીજા ખાનામાં :- મધ્યમ કષાય૮ ઉપશમશ્રેણિની અપેક્ષાએ ૧૧મે ગુણસ્થાનકે અવશ્ય બધાને હોય તેથી ધ્રુવ છે. ૯મે ક્ષય થયા પછી ઉપરના કાળમાં ક્ષપકને ન હોય, અને ઉપશમકને અવશ્ય હોય માટે અધ્રુવ હોય છે. આ પ્રમાણે ૯-૧૦ બે ગુણસ્થાનકે અધ્રુવ હોય.
નરકદ્ધિકે પ્રથમ ગુણસ્થાનકે અધુવ કહેલ છે. કારણ કે એકેન્દ્રિયમાં ગયેલ જીવ નરકદ્ધિકની ઉવલના પલ્યો, અસંખ્યયભાગ કાલથી કરે. ત્યાર પછી પંચેન્દ્રિયપણું ન પામે ત્યાં સુધી નરકદ્ધિકનો બંધ ન કરે, અને પંચેન્દ્રિયપણું પામ્યા પછી પણ અંતર્મુહૂર્ત સુધી ન બાંધે. તે કારણે મિથ્યાત્વ ગુણસ્થાનકે અધ્રુવસત્તા કહીં છે. ૧૧માં ગુણસ્થાનકે ઉપશમવાળા જ હોવાથી ધ્રુવસત્તા સમજવી. અને ૨ થી ૦ ૯ ધ્રુવસત્તા ક્ષપકજીવને આશ્રયીને પણ ઉપશમ જીવને તો ૨ થી ૧૧ ધ્રુવસત્તા હોય છે. અને A ૯ થી ૧૦ ક્ષપક જીવને સત્તા ન હોવાથી અધ્રુવપણું હોય છે. ૧૪ પ્રકૃતિઓની ૧ થી D૯ ધ્રુવસત્તા ક્ષપક જીવને ઉપશમને ૧ થી ૧૧ ધ્રુવસત્તા હોય છે. A ૯ થી ૧૦ ક્ષેપક જીવને સત્તા ન હોવાથી અધ્રુવસત્તા હોય છે.
ચોથા ખાનામાં :- ૧૨ પ્રકતિઓની ૧ થી પ ૯ ધ્રુવસત્તા ક્ષેપકને અને ૧ થી ૧૧ ઉપશમ જીવને હોય છે. A ૯ થી ૧૦ ક્ષેપકને સત્તા ન હોવાથી અદ્ભવસત્તા હોય છે. સં% લોભની ૧ થી ૧૦ ધૃવસત્તા ક્ષેપકને અને ઉપશમવાળાને ૧ થી ૧૧ હોય છે. અહીં અધ્રુવપણું ન હોય.
૫મા ખાનામાં - મનુષ્યગતિ મનુઆનુપૂર્વી - ઉચ્ચગોત્રની ૧લા ગુણ અધ્રુવ કહીં છે. કારણ કે તેઉ - વાઉકાયમાં જઈ આ ત્રણ પ્રકૃતિની ઉદુવલના પલ્યો. અસંખ્યયભાગ કાલથી કરે ત્યાર પછી જ્યાં સુધી બીજી ગતિમાં પણ અંતર્મુહૂર્ત સુધી આ પ્રકૃતિ ન બાંધે ત્યાં સુધી મિથ્યાત્વ ગુણસ્થાનકે અધ્રુવ હોય છે. તે રીતે દેવદ્ધિક વૈક્રિયસપ્તકની પણ એક માં જઈ ઉદ્ગલના કરે તે પલ્યોઅસંખ્ય ભાગ કાલથી કરે છે. તે કારણે ૧લા ગુણઠાણે અધ્રુવસત્તા કહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org