________________
સત્તાપ્રકરણ
૫૭
ॐ ही श्री सिद्धाचल महातीर्थाधिराजाय श्री आदिनाथाय नमः ।
-: અથ સત્તાપ્રકરણ :-) (- અથ પ્રથમ પ્રકૃતિસત્તા ) मूलुत्तरपगइगयं, चउविहं संतकम्ममवि नेयं । धुवम वणाईयं, अट्ठण्हं मूलपगईणं ।। १ ।। मूलोत्तरप्रकृतिगतं, चतुर्विधं सत्कर्माऽपि ज्ञेयम् ।
ध्रुवमध्रुवानादिकम्, अष्टानां मूलप्रकृतिनाम् ।। १ ।। ગાથાર્થ - મૂલપ્રકૃતિગત અને ઉત્તપ્રકૃતિગત એ પ્રમાણે સત્તાકર્મ બે પ્રકારે છે. તે દરેકના ચાર પ્રકાર છે. આઠે મૂલપ્રકૃતિઓની સત્તા ધ્રુવ-અધ્રુવ અને અનાદિ છે.
ટીકાર્ય - તે પ્રમાણે ઉદયપ્રકરણ કહ્યું. હવે સત્તાપ્રકરણને કહે છે. અને ત્યાં આ અર્વાધિકાર છે. - (૧) ભેદ પ્રરૂપણા (૨) સાદિ - અનાદિ પ્રરૂપણા અને (૩) સ્વામિત્વ પ્રરૂપણા.
-: અથ પ્રથમ ભેદ પ્રરૂપણા :-) ત્યાં ભેદ (અનુયોગ) નિરૂપણ કરતાં કહે છે. મૂલપ્રકૃતિગત અને ઉત્તરપ્રકૃતિગત એ પ્રમાણે સત્તાકર્મ બે પ્રકારે છે. ત્યાં મૂલપ્રકૃતિગત ૮ પ્રકારે છે, અને ઉત્તરપ્રકૃતિગત ૧૫૮ પ્રકારે છે. વળી તે દરેકના ચાર પ્રકાર છે. (૧) પ્રકૃતિસત્તાકર્મ, (૨) સ્થિતિસત્તાકર્મ, (૩) અનુભાગસત્તાકર્મ અને (૪) પ્રદેશસત્તાકર્મ જાણવું.
- ઇતિ પ્રથમ ભેદ પ્રરૂપણા સમાપ્ત
૯ઃ અથ બીજી સાધાદિ પ્રરૂપણા :-) હવે સાદિ-અનાદિ પ્રરૂપણા કરતાં મૂલપ્રકૃતિ વિષય સંબંધીને કહે છે. “ઘુવ' ઇત્યાદિ આઠે મૂલપ્રકૃતિઓની સત્તા ધ્રુવ - અધ્રુવ અને અનાદિ એમ ત્રણ પ્રકારે છે. ત્યાં હંમેશા જ સત્તા હોવાથી અનાદિપણું છે. ધ્રુવ - અધ્રુવપણું અભવ્ય - ભવ્યની અપેક્ષાએ જાણવું.
दिट्ठिदुगाउग छग्गति, तणुचोद्दसगं च तित्थगरमुच्चं । दुविहं पढमकसाया, होति चउद्धा तिहा सेसा ।। २ ।। दृष्टिद्विकमायुष्क षड्गतय - स्तनुचतुर्दशकम् च तीर्थंकरमुच्चम् ।
द्विविधं प्रथमकषाया, भवन्ति चतुर्धा त्रिधा शेषाः ।। २ ।। ગાથાર્થ - દૃષ્ટિદ્ધિક - ૪ આયુષ્ય - મનુષ્ય - દેવ- નરકદ્ધિક એ ૬, વૈક્રિય - આહારકસપ્તક એ- ૧૪, જિનનામ અને ઉચ્ચગોત્ર એ ૨૮ પ્રકૃતિઓ સાદિ - અવ બે પ્રકારે છે. તથા પ્રથમ ૪ કષાયો ૪ પ્રકારે અને બાકીની પ્રવૃતિઓ ત્રણ પ્રકારે છે.
ટીકાર્ય :- હવે ઉત્તરપ્રવૃતિઓની સાદિ- અનાદિ પ્રરૂપણ કહે છે. - દષ્ટિદ્ધિક એટલે સમ્યકત્વ અને મિશ્રરૂપ, આયુષ્ય-૪, ““છા'' ત્તિ એટલે મનુષ્યદ્ધિક - દેવદ્ધિક અને નરકદ્ધિક, તનવતુર્કશ . એટલે વૈક્રિયસપ્તક - આહારકસપ્તક, જિનનામકર્મ અને ઉચ્ચગોત્ર એ ૨૮ પ્રકૃતિઓ સત્તાકર્મને આશ્રયીને સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. અને આ પ્રવૃતિઓનું અધુવસત્તાકર્મપણું હોવાથી સાદિ-અધ્રુવભાવ જાણવો.
તથા પ્રથમ અનંતાનુબંધિ કષાય-૪ સત્તાકર્મ અપેક્ષાએ સાદિ – અનાદિ - ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. - સમ્યગ્દષ્ટિ જીવે પ્રથમથી જ ઉવલના કરી હોય અને મિથ્યાત્વે ગયેલો જ્યારે તે જીવ મિથ્યાત્વરૂપ હેતુથી ફરી પણ બાંધે છે ત્યારે સાદિ, તે સ્થાન અર્થાત્ સમ્યકત્વ નહિ પામેલાને અનાદિ ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. ૧ અહીં ટીકામાં મિથ્યાત્વે તેન શબ્દ રહી ગયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org