________________
૧૨.
કર્મપ્રકૃતિ ભાગ - ૮
અહીં યથા ઉત્તરક્રમે પ્રદેશથી શ્રેણિ અસંખ્ય ગુણે છે. તે આ પ્રમાણે કહે છે.... સર્વથી અલ્પ દલિક સમ્યકત્વ ઉત્પન્ન કરતી ગુણશ્રેણિમાં, તેથી પણ દેશવિરતિ ગુણશ્રેણિમાં અસંખ્યયગુણ, તેથી પણ સર્વવિરતિ ગુણશ્રેણિમ અસંખ્ય ગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અયોગી કેવલી ગુણશ્રેણિમાં અસંખ્યયગુણ દલિક થાય. તેથી જ ઉદય = પ્રદેશોદય પણ આ જ ગુણશ્રેણિઓને વિષે યથા ઉત્તરક્રમે અસંખ્યયગુણ કહેવો.
તથા આ જ સર્વ પણ ગુણશ્રેણિને વિષે કાલ તેથી વિપરીત છે, અર્થાત્ ઉદયક્રમથી વિપરીત છે. “સંવેન્દ્રકુટિ રિ સંખેય ગુણશ્રેણિથી કહેવો. તે આ પ્રમાણે કહે છે.... અયોગી કેવલી ગુણશ્રેણિનો કાલ સર્વથી અલ્પ, તેથી સયોગી કેવલી ગુણશ્રેણિનો કાલ સંખ્યયગુણ, તેથી પણ ક્ષીણમોહ ગુણશ્રેણિનો કાલ સંખ્યયગુણ, એ પ્રમાણે પચ્ચાનુપૂર્વીના ક્રમથી ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી સમ્યકત્વ ઉત્પન્ન કરનાર ગુણશ્રેણિનો કાલ સંખ્યયગુણ થાય.'
સ્થાપના આ પ્રમાણે છે... - આ સમ્યકત્વ ઉત્પન્ન કરનારી ગુણશ્રેણિ અને બાકીની ગુણશ્રેણિઓ દલિક અપેક્ષાએ યથોત્તરોત્તર અસંખ્યયગુણ છે, અને કાલથી સંખ્યયગુણ હીન છે, અને તેથી ઉપર ઉપરની ગુણશ્રેણિ રચના શૂલપણા વડે યથા ઉત્તરક્રમે અધિક અધિક વિશાલરૂપે હૃદયમાં - ધ્યાનમાં રાખી વિચારવી.
આ ઠીક છે, તો દલિક યથા ઉત્તરક્રમે અસંખ્યયગુણ પ્રાપ્ત કેમ થાય છે ? તો કહે છે કે... સમ્યકત્વ ઉત્પન્ન કરનારા જીવ મિથ્યાષ્ટિ હોય છે, તેથી તે જીવનું મંદ વિશુદ્ધપણું હોવાથી ગુણશ્રેણિના દલિક અલ્પ હોય છે, સમ્યકત્વ ઉત્પન્ન થયે છતે વળી વિશુદ્ધપણું હોવાથી પૂર્વની (સમ્યકત્વની) ગુણશ્રેણિની અપેક્ષાએ અસંખ્ય ગુણ દલિક હોય છે. તેથી દેશવિરતિની ગુણશ્રેણિમાં અસંખ્યયગુણ દલિક હોય છે, કારણ કે સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ દેશવિરત જીવનું અતિવિશુદ્ધપણું છે. તેથી પણ સર્વવિરતિની ગુણશ્રેણિમાં અસંખ્યયગુણ દલિક હોય છે, કારણ કે દેશવિરતિથી સર્વવિરતિનું અત્યંત વિશુદ્ધપણું છે. તેથી પણ સર્વવિરતિની અનંતાનુબંધિ વિસંયોજના પ્રત્યયિક ગુણશ્રેણિમાં અસંખ્યયગુણ દલિક છે, કારણ કે તે જીવનું અત્યંત વધારે વિશુદ્ધપણું છે. એ પ્રમાણે ઉત્તરોત્તર વિશુદ્ધિના પ્રકર્ષ (હેતુથી)ના કારણે યથાક્રમે અસંખ્યયગુણ દલિકપણું વિચારવું. યથાક્રમે વિશુદ્ધિના પ્રકર્ષથી જ ક્રમથી સંખ્યયગુણ હીન અંતર્મુહૂર્તમાં જ વેદાતી આ શ્રેણિઓને વિષે જીવો ક્રમથી અસંખ્ય ગુણ નિર્જરાવાળા કહ્યાં છે. (ચિત્રનંબર ૩-૪ જુઓ) (યંત્રનંબર - ૨જુઓ)
तिन्नि वि पढमिल्लाओ, मिच्छत्तगए वि होज्ज अन्नभवे । पगयं तु गुणियकम्मे, गुणसेढीसीसगाणुदये ।। १० ।। तिम्रोऽपि प्रथमा, मिथ्यात्वगतेऽपि भवेयुरन्यभवे ।।
प्रकृतं तु गुणितकर्माशेन, गुणश्रेणिशिरसामुदये ।। १० ।। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્ય - હવે કઇ ગુણશ્રેણિ કઇ ગતિમાં પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે આ નિરૂપણ કરવાની ઇચ્છાવાળા કહે છે... સમ્યકત્વ ઉત્પાદક - દેશવિરતિ અને સર્વવિરતિ પ્રત્યયિક એ ૩ ગુણ શ્રેણિઓમાં રહેલ જીવ શીધ્ર = જલ્દી મિથ્યાત્વે ગયેલ અપ્રશસ્ત મરણ વડે = જલ્દીથી મરણ પામેલ અન્ય ભવમાં એટલે નરકાદિરૂપ પરભવમાં પણ કેટલોક કાલ ઉદયને આશ્રયીને હોય છે. અને બાકીની ગુણશ્રેણિઓ નરકાદિરૂપ પરભવમાં પ્રાપ્ત ન થાય. કારણ કે નરકાદિ ભવની પ્રાપ્તિ
સ્થાનકોમાંથી દળ ઉતારવા અને નીચેના સ્થાનકોમાં ગોઠવવા એ કોઇપણ પ્રકારની ક્રિયા થતી નથી. પરંતુ સયોગીને અંતે જે પ્રમાણે ગોઠવી રાખ્યા છે
તેને તે જ પ્રમાણે એક પણ દળ ઉચું નીચું કર્યા વિના ભોગવે છે. ૧૫ ઉપરના સ્થાનકોમાંથી અપવર્તનાકરણ વડે દલિકો ઉતારી ઉદય સમયથી આરંભી જેટલાં અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થાનકોમાં પૂર્વ પૂર્વ ઉત્તરોત્તર
અસંખ્યાતગુણ ગોઠવાય છે તે અંતર્મુહૂર્ત કાળ અહીં લેવાનો છે. એટલે સમ્યકત્વ નિમિત્તે જે વડા અંતર્મુહૂર્તમાં દળ રચના થાય છે તેનાથી સંખ્યામાં ભાગના અંતર્મુહૂર્તમાં દેશવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિમાં દળ રચના થાય છે. જો કે ઉત્તરોત્તર અસંખ્યાતગુણ વિશુદ્ધિ હોવાથી દલિકો અસંખ્યાતગુણા વધારે ઉતારે છે અને ગોઠવે છે. એટલે તાત્પર્ય એ આવ્યો કે સમ્યક્ત્વ નિમિત્તે જે ગુણશ્રેણિ થઇ તે મોટા અંતર્મુહૂર્તમાં થઇ અને દલિકો ઓછા ગોઠવાયા અને દેશવિરતિ નિમિત્તે જે ગુણશ્રેણિ થઇ તે સંખ્યાતગુણ હીન અંતર્મુહૂર્તામાં થઇ અને દલિકો અસંખ્યાતગુણ ગોઠવાય, આ પ્રમાણે થવાથી સમ્યકત્વની ગુણશ્રેણિ દ્વારા જેટલાં કાળમાં જેટલાં દલિકા દૂર થાય તેનાથી સંખ્યામા ભાગના કાળમાં અસંખ્યાતગુણ વધારે દલિકો
દેશવિરતિની ગુણશ્રેણિમાં દૂર થાય, આ પ્રમાણે પછી પછીની ગુણશ્રેણિ માટે સમજવું. ૧૬ આ ગુણશ્રેણિઓ અહીં બતાવવાનું કારણ ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશદય હાઇ શકે છે, એ જણાવવું છે. અમુક ગતિમાં અમુક
ગુણાશ્રેણિ લઇ જાય છે એ બતાવવાનું કારણ પણ તે ગતિમાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય સંભવે છે. ૧૭ સમ્યકત્વ નિમિત્તે થયેલી દળરચના કેટલીક બાકી હોય અને દેશવિરતિ પ્રાપ્ત કરી તેને નિમિત્તે ગુણશ્રેણિ કરે તેનો પણ અમુક ભાગ શેષ હોય અને
સર્વવિરતિ પ્રાપ્ત કરી તેને નિમિત્તે ગુણશ્રેણિ કરે ત્યાંથી તરતમાં જ પડી મિથ્યાત્વે જાય ત્યાંથી પણ તરતમાં જ મરણ પામી નરકાદિ ભવમાં જાય ત્યાં આત્મા એ ત્રણે ગુણ નિમિત્તે થયેલી દળરચના લઇને ગયેલો હોવાથી ઉદય આશ્રયી એ ત્રણ ગુણશ્રેણિઓના દલિકો સંભવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org