________________
ઉદયપ્રકરણ પ્રદેશોદય થાય છે તેથી સાદિ, તે સ્થાન નહીં પામેલાને (અર્થાતુ પિતકમશ થઇ દેવગતિમાંથી એકેન્દ્રિયમાં નથી ગયા તેઓને આશ્રયી) અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ.
આ જ ૪૭ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશોદય ૩ પ્રકારે છે, તે આ પ્રમાણે અનાદિ-ધ્રુવ અને અધ્રુવ. ત્યાં ગુણિતકર્માશ જીવને પોત પોતાના ઉદયને અન્ને ગુણશ્રેણિના શિખર સ્થાને વર્તતાં જીવને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે, અને તે એક સમય હોવાથી સાદિ - અધ્રુવ. પછી બીજે સર્વ પણ અનુત્કૃષ્ટ અને તે હંમેશા હોવાથી અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ.
તથા મિથ્યાત્વ ગુણસ્થાનકને મિથ્યાત્વનો અજઘન્ય અને અનુત્કૃષ્ટ પ્રદેશોદય ૪ પ્રકારે છે, સાદિ - અનાદિ - ધ્રુવ અને અધવ. તે આ પ્રમાણે કહે છે.... જે ક્ષપિતકર્માશ જીવે પ્રથમ સમ્યક્ત ઉત્પન્ન કરતાં અંતરકરણ કરેલું હોય, તે ઓપશમિક સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે ગયેલાને અંતરકરણ સુધી થનારા ગોપુચ્છાકારે રચેલા આવલિકા માત્ર દલિકના અન્ય સમયે વર્તતાં જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે. અને તે એક સમય હોવાથી સાદિ - અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય તે પણ ત્યાંથી બીજે સમયે પ્રદેશોદય થતાં સાદિ, અથવા તો વેદક (ક્ષયોપશમ) સમ્યક્ત્વથી પડતાં સાદિ, તે સ્થાન (ઔપથમિક સમ્યકત્વ) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ.
તથા મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ત્યારે થાય છે કે જ્યારે કોઇક ગુણિતકર્માશ જીવ દેશવિરતિ ગુણશ્રેણિમાં વર્તતો જ સર્વવિરતિને પ્રાપ્ત કરીને સર્વવિરતિ સંબંધી ગુણશ્રેણિ કરે છે, અને તે રચીને ત્યાં સુધી જાય છે કે જ્યાં સુધી બન્ને પણ ગુણશ્રેણિના મસ્તકે જાય, અને તે જ સમયે મિથ્યાત્વે જાય, (તે જીવને મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદશોદય હોય છે.) અને તે એક સમય હોવાથી સાદિ - અધ્રુવ. પછી બીજે સર્વ પણ અનુકુષ્ટ, તે પણ બીજે સમયે થતો હોવાથી સાદિ, અથવા વેદક (ક્ષયોપશમ) સમ્યકત્વથી પડતાં જીવને સાદિ, તે (ગુણશ્રેણિનું) સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ.
તથા તે ૪૭ પ્રકૃતિઓ અને મિથ્યાત્વના નહીં કહેલ બાકીના વિકલ્પો જઘન્ય - ઉત્કૃષ્ટ પ્રદેશોદય સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. તે પૂર્વ કહ્યા છે. બાકીની અધ્રુવોદયી ૧૧૦ પ્રકૃતિઓના જઘન્ય - અજઘન્ય - ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ એ સર્વ વિકલ્પ સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. અને તે સાદિ - અધ્રુવતા અધ્રુવોદયપણાથી જ જાણાવી. (યંત્ર નંબર - ૧ જુઓ) (ચિત્ર નંબર - ૨ જુઓ) (પરિશિષ્ટ -૧ માં યંત્ર નંબર - ૨ જુઓ.).
ઇતિ મૂલ - ઉત્તરપ્રકૃતિ સંબંધી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત
(- ચિત્ર નંબર - ૨ મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય :-)
દેશવિરતિગુણશ્રેણિ આયામ (બે બાજુ એરા છે ત્યાં સુધી)
- સર્વ, ગુણશ્રેણિ આયામ (બે બાજુ એરા છે ત્યાં સુધી)
- ગુણશ્રેણિશીર્ષ -
સર્વવિરતિની ગુણગ્રંથિી 1 ગોઠવાયેલું અધિક દલિક
હું
દેશવિરતિ --- ગુણશ્રેણિનું
દેશવિરતિની ગુણશ્રેણિથી ગોઠવાયેલું અધિક દલિક
મૂળ
સ્વભાવિક
નિષેક૨૨ચનાનું Uાપા દલિ ક
સર્વવિરતિ ગુણશ્રેણિનું મૂળ
૧ નિષ આ નિષેકના ઉદયકાળે
ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય
૧૧ જે સમયે દેશવિરતિ પ્રાપ્ત થાય ત્યારથી અંત સુધી આત્મા પ્રવર્ધમાન પરિણામવાળ રહે છે. એટલે અંત સુધી ચડતી ગુણાશ્રેણિ કરે છે. હવે
તે દેશવિરતિની ગુણશ્રેણિમાં વર્તતો સર્વવિરતિ પ્રાપ્ત કરે અને તે નિમિત્તક ગુણશ્રેણિ કરે. સર્વવિરતિ પ્રાપ્ત કરીને પણ અંતર્મુહૂર્ત પર્યત અવશ્ય પ્રવર્ધમાન પરિણામવાળો જ રહે છે અને ચડતી ચડતી ગુણશ્રેણિ કરે છે. તે બન્ને ગુણશ્રેણિના શિરભાગને જે સમયે પહોંચવાનો હોય તે પહેલા પડીને મિથ્યાત્વે જાય ત્યાં તે શિર ભાગનો અનુભવ કરતા મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org