________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૬૯ આ મનુ પ્રાયોગ્ય ૨૯નો બંધ પણ ૪૬૦૮ પ્રકારે હોવાથી ઉપરના સત્તાસ્થાનોને ૪૬૦૮ વડે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૪,૧૭,૯૨,૭૬૮ થાય છે.
જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯નો બંધ યથાસંભવ ચોથાથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના માત્ર મનુષ્યો જ કરે છે. તેથી સામાન્ય મનુષ્ય, વૈક્રિય મનુષ્ય અને આહારક મનુષ્ય આશ્રયી ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીના એમ સાત ઉદયસ્થાનો હોય છે. અને મનુષ્યગતિના જે ૨૬૫ર ઉદયભાંગા છે. તેમાંથી કેવળીના આઠ અને બે લબ્ધિ અ૫૦ ના આ ૧૦ વિના શેષ ૨૬૪૨ ઉદયભાંગા હોય છે. અહીં સામાન્યથી સત્તાસ્થાન ૯૩-૮૯ આ બે અને ૨૧ આદિ સાતે ઉદયસ્થાને બન્ને સત્તાસ્થાનો હોવાથી ઉદયસ્થાન ગુણિત ૧૪ સત્તાસ્થાનો હોય છે.
ઉદયભંગ વાર આ પ્રમાણે છે :- ૨૧ના ઉદયે પર્યાપ્તના ૮ ભાંગામાં બે-બે માટે ૧૬, ૨૫ના ઉદયે વૈ૦ મનુ0 ના આઠમાં એજ પ્રમાણે ૧૬, આહા ના એકમાં ૯૩નું એક, એમ ૧૭, ૨૬ના ઉદયે પર્યાના ૨૮૮માં બે-બે હોવાથી ૫૭૬, ૨૭ના ઉદયે ૨૫ની જેમ ૧૭, ૨૮ના ઉદયે સા, મનુના ૫૭૬, વૈ મનુ0 ના નવ, એમ ૫૮૫માં બે-બે હોવાથી કુલ ૧૧૭૦, અને આહા ના બે માં ૯૩નું એક -એક એમ સર્વમળી ૧૧૭૨, ૨૯ના ઉદયે પણ આ જ પ્રમાણે ૧૧૭૨, ૩૦ના ઉદયે સાઇ મનુ0 ના ૧૧૫૨, વૈ, યતિનો એક મળી ૧૧૫૩માં બે-બે માટે ૨૩૦૬, અને આહાઇ ને એકમાં ૯૩નું એક, કુલ ૨૩૦૭ એમ સાતે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પ૨૭૭ થાય છે.
જિનનામ સહિત ૨૯નો બંધ આઠ પ્રકારે હોવાથી ઉપરની સંખ્યાને આડે ગુણતાં કુલ બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૪૨૨૧૬ થાય છે.
એમ વિશ્લેન્દ્રિયાદિક ચાર પ્રકારના ૨૯ના બંધસ્થાનના બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સર્વે સત્તાસ્થાનો ૨૮,૫૯,૩૩,૧૯૨ થાય છે.
૨૯ની જેમ ૩૦ નો બંધ પણ પર્યા, વિક્લેયિાદિ ચારે પ્રકારના જીવો પ્રાયોગ્ય હોય છે. અને અહીં પણ સામાન્યથી ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતના કુલ નવ ઉદયસ્થાનો હોય છે. મનુષ્યગતિમાં ઉત્તર વૈ૦ શરીરમાં ઉદ્યોતનો ઉદય યતિને જ હોય છે. તેમજ આહારકશરીર પણ યતિઓ જ બનાવે છે. અને તેઓ માત્ર દેવ પ્રાયોગ્ય જ બંધ કરે છે. વળી આહારકદ્ધિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦નો બંધ અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકે જ હોય છે. અને આહારકશરીર તેમજ વૈક્રિયશરીર છટ્ટે ગુણસ્થાનકે જ બનાવે છે. માટે આહારકના ૭, અને ઉદ્યોતવાળા 40 યતિન ૩,આ ૧૦ અને કેવળીના ૮ એમ ૧૮ વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગાઓ હોય છે.
કોઇક જીવો વૈક્રિય અને આહારકશરીર બનાવી સાતમે પણ જાય છે. કારણ કે સાતમે ગુણસ્થાનકે વૈક્રિય, આહારક અને દારિક કાયયોગ, ચાર મનના અને ચાર વચનના એમ ૧૧ યોગ બતાવવામાં આવેલ છે. પરંતુ તેવા જીવો ક્યારેક જ અને કોઇક જ હોય છે. માટે તેની વિવક્ષા કરેલ લાગતી નથી.
વૈક્રિય અને આહારકશરીર બનાવી સાતમે ગુણસ્થાનકે જાય છે, ત્યારે તેઓને આહારકદ્ધિક બંધાય તેવા વિશુદ્ધ સંયમસ્થાનો પ્રાપ્ત થતાં નથી, પંચસંગ્રહના તૃતીયદ્વારની ગાથા (૫૫) પંચાવન અને તેની ટીકામાં આહારકદ્વિકનો ઉદય ન હોય ત્યારે જ આહારકદ્ધિકનો બંધ હોય છે. એમ સ્વાનુદયબંધી કહેલ છે. અને તેથી જ સિત્તરિ ચૂર્ણિમાં દેવપ્રાયોગ્ય ૩૦ના બંધે અને સપ્તતિકાની મૂળ ગાથામાં પણ ૩૧ ના બંધે ૩૦નું એક જ ઉદયસ્થાન બતાવેલ છે.
પરંતુ છઠ્ઠા કર્મગ્રંથની તેમજ આ ગ્રંથની ટીકા વગેરેમાં બતાવેલ છે કે જે જીવોને આહાઇ દ્વિકની સત્તા હોય, તે જીવો સાતમ-આઠમે ગુણસ્થાનકે આહારકટ્રિક અવશ્ય બાંધે છે. તેથી આહારકદ્વિક બાબતમાં બે મતો સંભવે છે. અને જ્યારે આહારક શરીરી સાતમે જાય ત્યારે તો તેને આહારકનો સાક્ષાત્ ઉદય હોવાથી સત્તા હોય જ છે. માટે ૩૦ અને ૩૧ ના બંધ આહા) શરીરી આશ્રયી આ મતે સ્વર સહિત ૨૯ અને ઉદ્યોત સહિત ૩૦ તેમજ સ્વભાવસ્થ મુનિને ૩૦ એમ બે ઉદયસ્થાનો બતાવેલ છે.તેથી ૨૯ના ઉદયનો સ્વર સહિતનો એક અને ૩૦ના ઉદયનો ઉદ્યોત સહિતનો એક એમ આહારકના બે ભાંગા ૩૦ના બંધે ઘટે, પણ શેષ પાંચ ન ઘટે. તેથી આ અપેક્ષાએ ૭૭૭૫ ઉદયભાંગા હોય છે.
ઉદયસ્થાન વાર વિચારીએ તો ૨૧ના ઉદયે તીર્થકરના એક વિના ૪૧, ૨૪ના ૧૧, ૨પના આહાહ ના અક વિના ૩૨, ર૬ના ૬૦૦, ૨૭ના તીર્થકર અને આહાઇ નો એક-એક એ બે વિના ૩૧,૨૮ના આહા ના બે અને ઉદ્યોતવાળો વૈ, યતિનો એક, આ ત્રણ સિવાય ૧૧૯૯, ૨૯ના ઉપરના ૩ અને તીર્થકરનો એક આ ચાર વિના ૧૭૮૧, ૩૦ના આહા. નો ૧, વૈ૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org