________________
સત્તાપ્રકરણ
૩૨૭
અહીં અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી જ ગુણસંક્રમ દ્વારા સ્વજાતીય અબધ્યમાન અશુભ પ્રવૃતિઓના ઘણાં દલિકો આ પ્રવૃતિઓમાં પ્રાપ્ત થતાં હોવાથી અને સંસારચક્રમાં ચારથી વધુ વાર મોહનીયનો ઉપશમ ન થતો હોવાથી ચાર વાર મોહનીયનો ઉપશમ કરવાનું કહેલ છે.
પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો જે ગુણિતકર્માશ આત્મા અતિશીધ્ર જિનનામનો નિકાચિત બંધ શરૂ કરે અને આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય, ત્યાંથી કાળ કરી ચોરાશી લાખ વર્ષના આયુષ્યવાળા તીર્થંકરપણે ઉત્પન્ન થાય તે આત્મા સ્વબંધવિચ્છેદ સમયે તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો ગુણિતકર્માશ મનુષ્ય આઠ વર્ષની વયે જ સંયમનો સ્વીકાર કરી આઠ વર્ષ ન્યૂન પૂર્વકોટિ વર્ષ પર્યન્ત વારંવાર બંધ તથા સંક્રમ દ્વારા અત્યંત પુષ્ટ કરી સ્વબંધના અન્ય સમયે આહારકસપ્તકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચના નિરંતર સાત ભવ કરે અને તેમાં સંક્લિષ્ટ પરિણામે વારંવાર બંધથી પુષ્ટ કરી છે તે સ્થાને ઉત્પન્ન થનાર મનુષ્ય કે તિર્યંચ સ્વભવના અન્યસમયે સૂઅત્રિક તથા વિક્લત્રિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
-: જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી :સામાન્યથી પોતપોતાની સત્તાના ક્ષયના ચરમસમયે ક્ષપતિકર્માશ આત્મા સઘળી પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પરંતુ ૧૯ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામીમાં આ પ્રમાણે વિશેષતા છે.
પિતકર્માશ સમ્યગ્દષ્ટિ પ્રથમ અનંતાનુબંધિની વિસંયોજના કરે, ત્યારબાદ મિથ્યાત્વે જઇ સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગ વડે અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ અનંતાનુબંધિનો બંધ કરી પુનઃ સમ્યકત્વ પ્રાપ્ત કરે અને સાધિક એકસો બત્રીશ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વનો કાળ પૂર્ણ કરી અન્ને ચોથાથી સાતમા ગુણસ્થાનકે રહેલ, ક્ષય કરનાર આત્મા સ્ટિબુકસંક્રમ દ્વારા ઉદયાવલિકાનો ક્ષય કરતાં જ્યારે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે અનંતાનુબંધિની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
દીર્ધકાળ સુધી બંધાયેલા ઘણાં દલિકો સત્તામાં હોય તો ઉદ્ધલના વખતે જઘન્ય પ્રદેશસત્તા ન થાય માટે સમ્યકત્વ પામી અનંતાનબંધિની વિસંયોજના કરી મિથ્યાત્વ ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત માત્ર બંધ કરવાનું કહેલ છે. વળી અંતર્મુહૂર્ત માત્ર બંધ કરી સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વનો કાળ પૂર્ણ કરતાં સિબુકસંક્રમ તથા અન્ય સંક્રમ દ્વારા સત્તામાંથી ઘણાં દલિકો નાશ થાય માટે ઉપરોક્ત આત્મા જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી કહેલ છે.
અપ્રમત્ત ગુણસ્થાનકે સ્વભૂમિકાનુસાર જઘન્યયોગે વર્તતાં સ્વબંધ યોગ્ય જઘન્ય અંતર્મુહૂર્વકાળ પ્રમાણ આહારકસપ્તકનો બંધ કરી પ્રથમ ગુણસ્થાનકે આવેલ આત્મા ઉદ્દલના દ્વારા સંપૂર્ણ અન્તિમ સ્થિતિઘાતનો ક્ષય કરી સ્તિબુકસંક્રમ દ્વારા ઉદયાવલિકાનો ક્ષય કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ એક સમય પ્રમાણ અને કર્મત્વની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
સાધિક ૧૩૨ સાગરોપમ કાળ પ્રમાણ સમ્યકત્વનું પાલન કરતાં યથાસંભવ ઉદય તથા સંક્રમ દ્વારા સત્તામાંથી ઘણાં દલિકો ઓછાં કરી મિથ્યાત્વે ગયેલ ક્ષપિતકર્માશ જીવ ઉઠ્ઠલના કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમય પ્રમાણ અને કર્મવની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે સમ્યકત્વ મોહનીયતથા મિશ્રમોહનીયની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
ક્ષપિતકર્માશ જે જીવ એકેન્દ્રિયપણામાં વૈક્રિય એકાદશનો ઉદ્દલના દ્વારા ક્ષય કરી સંજ્ઞિ - તિર્યંચમાં ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્તકાળ સુધી ઉપરોક્ત પ્રકૃતિઓનો બંધ કરી સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળા નારકપણે ઉત્પન્ન થાય. ત્યાં ઉદય તથા સંક્રમ દ્વારા યથાસંભવ સત્તામાંથી ઘણાં પ્રદેશો ઓછા કરી ત્યાંથી સંજ્ઞિ - તિર્યચોમાં ઉત્પન્ન થઇ તથા પ્રકારના અધ્યવસાયના અભાવે ત્યાં આમાંની એક પણ પ્રકૃતિનો બંધ કર્યા વિના જ કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે જીવ ઉઠ્ઠલના કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમય પ્રમાણ અને કર્મત્વની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે વૈક્રિયસપ્તક, દેવદ્ધિક તથા નરકદ્ધિક આ ૧૧ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
ઘણાં દલિકો સત્તામાં હોય તો જઘન્ય પ્રદેશસત્તા ન થાય. માટે પ્રથમ એકેન્દ્રિયપણામાં ઉદ્વલના કરવાનું અને અસંજ્ઞિ . સાતમી નરકમાં જતો ન હોવાથી તેમ જ બંધ દ્વારા ઘણાં દલિકો ન આવે તેથી સંશિ - તિર્યંચમાં ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ બંધ કરવાનું પણ કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org