________________
સત્તાપ્રકરણ
૩૨૫
તેની સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાનને નહિ પામેલા જીવોને અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધુવ એમ ચાર પ્રકારે છે.
આ બન્ને પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે ક્ષપિતકર્માશ જીવને માત્ર એક સમય હોય છે તેથી ‘સાદિ-અધ્રુવ' છે. તે સિવાયની સઘળી સત્તા અજઘન્ય છે. પૂર્વોક્ત જીવને ગુણસંક્રમ દ્વારા બન્ને પ્રકૃતિમાં ઘણાં દલિકો પ્રાપ્ત થવાથી અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે અજઘન્ય પ્રદેશસત્તા ફરીથી પ્રાપ્ત થાય છે. માટે તેની સાદિ, જઘન્ય પ્રદેશસત્તા સ્થાનને અથવા સત્તાવિચ્છેદ સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે.
ચારે અનંતાનુબંધિની જઘન્ય પ્રદેશસત્તા-સ્વરૂપસત્તાની અપેક્ષાએ પોતપોતાના ક્ષયના અન્ય સમયે સમયમાત્ર હોવાથી સાદિ-અધવ' છે. તે સિવાયની સઘળી સત્તા અજઘન્ય છે. ઉપર જણાવેલ આત્મા પહેલા ગુણસ્થાનકે આવી ફરીથી અનંતાનુબંધિ બાંધે ત્યારે અજઘન્ય પ્રદેશસત્તાની સાદિ, જઘન્ય સત્તાસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે.
શેષ ૮૪ ધ્રુવસત્તા પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા પિતકર્માશ જીવને પોતપોતાના ક્ષયના ચરમસમયે માત્ર એક સમય હોવાથી ‘સાદિ-અધુવ' છે. તે સિવાયની સર્વ સત્તા અજઘન્ય છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે.
ચાર અનંતાનુબંધિ તથા આ ૮૪, એમ ૮૮- પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકશ મિથ્યાદષ્ટિને હોય છે અને ઉત્કૃષ્ટ સિવાયના કાળે અનુકુષ્ટ હોય છે. તેથી ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ એ બન્ને પ્રકારો ‘સાદિ-અધ્રુવ' છે.
અધવસત્તાવાળી ૨૮ પ્રકૃતિઓની સત્તા જ ‘સાદિ-અધવ' હોવાથી તેઓના જઘન્ય પ્રદેશસત્તા આદિ ચારે પ્રકારો “સાદિ-અધુવ' એમ બે જ પ્રકારે હોય છે. '
(-: ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી :-) સાતમી નરકમાં વર્તમાન ગુણિતકર્માશ આત્મા અન્ય સમયે ઘણીખરી પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. તેથી હવે જે પ્રકૃતિઓમાં વિશેષતા છે તે બતાવે છે. | ગુણિત કમશ આત્મા સાતમી નરકમાંથી નીકળી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થઇ અંતર્મુહુર્તમાં કાળ કરી સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં ત્રણ કરણો કરે ત્યારે અનિવૃત્તિકરણમાં જ્યારે મિથ્યાત્વ મોહનીયને સર્વસંક્રમ દ્વારા મિશ્રમાં સંક્રમાવે ત્યારે મિશ્રમોહનીયની અને મિશ્રમોહનીયને સર્વસંક્રમ દ્વારા સમ્યકત્વ મોહનીયમાં સંક્રમાવે ત્યારે સમ્યકત્વ મોહનીયની યથાસંભવ ૪ થી ૭ ગુણસ્થાનક સુધીના જીવો ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે.
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો જ દર્શનમોહનીયના ક્ષયનો પ્રારંભ કરી શકે છે. વળી સાતમી નરકનો જીવ મૃત્યુ પામી મનુષ્ય થઇ શકતો નથી. માટે “સાતમી નરકમાંથી નીકળી અંતર્મુહૂર્ત આયુષ્યવાળા તિર્યંચમાં જઇ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થવાનું કહેલ છે.
સાતમી નરકમાંથી નીકળેલ ગુણિતકશ આત્મા પંચેન્દ્રિય તિર્યંચમાં આવી ત્યાંથી કાળ કરી ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થાય. ત્યાં અતિસંક્ષિપ્ત પરિણામે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતાં વારંવાર નપુંસકવેદ, એકન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ તથા ઉદ્યોત નામકર્મ. એ પાંચનો બંધ કરી, બંધ તથા સંક્રમ દ્વારા ઘણાં પ્રદેશો વધારી મરણાન્ત સમયે વર્તમાન તે ઈશાનદેવ નપુંસકવેદ આદિ આ પાંચ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે.
નપુંસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો ઇશાનદેવ કાળ કરી સંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થઇ ત્યાંથી મૃત્યુ પામી યુગલિકમાં ઉત્પન્ન થાય ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી અતિસંક્લિષ્ટ પરિણામ વડે સ્ત્રીવેદનો બંધ કરી બંધ તથા સંક્રમદ્વારા તેના ઘણાં પ્રદેશો એકત્ર કરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના ચરમસમયે વર્તમાન તે યુગલિક સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. દેવ મૃત્યુ પામી યુગલિકમાં ઉત્પન્ન થતો ન હોવાથી “સંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થવાનું કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org