________________
૩૨૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩
(-: અથ ચોથી પ્રદેશસત્તા :-)
અહીં સાદ્યાદિ, સ્વામિત્વ અને પ્રદેશસત્કર્મસ્થાન આ ત્રણનો વિચાર કરવાનો છે......
તેમાં સાદ્યાદિ પ્રરૂપણા મૂળકર્મવિષયક અને ઉત્તરકર્મવિષયક એમ બે પ્રકારે છે..... ત્યાં આયુષ્ય સિવાય સાત કર્મની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અનુષ્ટ પ્રદેશસત્તા ‘સાદિ-અદ્ભવ' એમ બે બે પ્રકારે હોવાથી એક-એક કર્મના નવ-નવ, એમ સાત કર્મના ત્રેસઠ અને આયુષ્યની ચારે પ્રકારની પ્રદેશસત્તા ‘સાદિ-અધુવ” એમ બે-બે પ્રકારે હોવાથી આઠ ભંગ એમ મૂળકર્મ આશ્રયી કુલ ૭૧ ભંગ થાય છે.
ત્યાં પિતકર્માશ આત્માને પોતપોતાના ક્ષયના ચરમસમયે સાતે કર્મની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે એક સમય માત્ર હોવાથી “સાદિ-અધવ” છે. તે સિવાયની સઘળી પ્રદેશસત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તેનો આરંભ ન હોવાથી અનાદિ છે. અભવ્યોને તેનો અંત થવાનો ન હોવાથી ધ્રુવ અને ભવ્યોને અંત થવાનો હોવાથી તે અધ્રુવ છે.
આ સાતે કર્મની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંપૂર્ણ ગુણિતકર્માશ સાતમી નરકના ચરમ સમયવર્તી જીવને હોય છે. શેષ જીવોને અનુકુષ્ટ હોય છે, માટે આ બન્ને સાદિ-અધ્રુવ છે.
ચારે આયુષ્ય અવસત્તાવાળાં હોવાથી તેના જઘન્યાદિ ચારે “સાદિ-અધવ' એમ બે પ્રકારે છે.
સાતાવેદનીય, સંજ્વલન ક્રોધાદિ ત્રણ,પુરુષવેદ,પંચેન્દ્રિયજાતિ, તેજસ-કાશ્મણસપ્તક, સમચતુર સંસ્થાન, વજઋષભનારાચ સંઘયણ, શુભ વર્ણાદિ ૧૧, પ્રશસ્ત વિહાયોગતિ, અગુરુલઘુ, નિર્માણ, પરાઘાત, ઉચ્છવાસ અને ત્રસનવક -આ ૪૦-પ્રકૃતિઓની અનુકુષ્ટ પ્રદેશસત્તા ચાર પ્રકારે,અજઘન્ય સાદિ વિના ત્રણ પ્રકારે અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સાદિ-અધ્રુવ' એમ બે-બે પ્રકારે હોવાથી એક-એક પ્રકૃતિના ૧૧-૧૧ભાંગા થાય છે. તેથી ચાલીશના કુલ ૪૪૦ ભાંગાથાય છે.
યશકીર્તિ તથા સંજવલન લોભના અનુત્કૃષ્ટ તથા અજઘન્યના ચાર-ચાર અને ઉત્કૃષ્ટ તથા જઘન્યના બે-બે પ્રકાર હોવાથી એક-એકના બાર. એમ બેના ૨૪ ભંગ થાય છે.
ચાર અનંતાનુબંધિના અજઘન્યના ચાર અને શેષ ત્રણના બે-બે એમ એક-એકના દશ-દશ જેથી ચારના ૪૦ ભાંગા થાય છે.
શેષ ૮૪ ધ્રુવસત્તા પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ પ્રદેશસત્તા સાદિ-અવ' એમ બે-બે પ્રકારે હોવાથી એક એકના નવ નવ એમ ૮૪ પ્રકૃતિઓના કુલ ૭૫૬ ભાંગા થાય છે.
૨૮ અધુવસત્તા પ્રકૃતિઓના જઘન્યાદિ ચારે “સાદિ-અધુવ’ એમ બે બે પ્રકારે હોવાથી-એક-એકના આઠ-આઠ એમ ૨૮ના કુલ ૨૨૪ ભાંગા. આ પ્રમાણે પ્રદેશસત્તા આશ્રયી ૧૫૮ પ્રકૃતિઓના કુલ ૧૪૮૪ ભાંગા થાય છે.
ત્યાં વજઋષભનારાચ વિના પૂર્વોક્ત સાતવેદનીયાદિ ૩૯ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકશ આત્માને ક્ષપકશ્રેણિમાં પોતપોતાના બંધવિચ્છેદ સમયે માત્ર એક જ સમય હોવાથી “સાદિ-અધુવ’ એમ બે પ્રકારે છે. બંધવિચ્છેદ પછીના સમયે ફરીથી અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા શરૂ થતી હોવાથી સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે.
વજઋષભનારાચ સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સાતમી નરકમાં રહેલ ગુણિતકર્માશ મિથ્યાત્વાભિમુખ જીવને સમ્યકત્વના ચરમસમયે માત્ર એક જ સમય હોય છે. તેથી “સાદિ-અધુવ' એમ બે પ્રકારે છે. વળી તે જ આત્મા મિથ્યાત્વે આવે ત્યારે પુન : અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય માટે સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ તથા ભવ્યોને અધ્રુવ છે.
આ ૪૦ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા ક્ષપિતકર્માશ જીવને પોતપોતાના ક્ષયના ચરમસમયે સમયમાત્ર હોવાથી સાદિ-અદ્ભવ' છે. વળી ક્ષયના ઉપન્ય સમય સુધીની સઘળી સત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે.
યશ-કીર્તિ તથા સંજ્વલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકશ જીવને ક્ષપકશ્રેણિમાં પોતપોતાના બંધવિચ્છેદ સમયે એક સમય માત્ર હોવાથી ‘સાદિ-અધ્રુવ' છે. અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા બંધવિચ્છેદ પછીના સમયે ફરીથી થાય છે. માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org