________________
સત્તાપ્રકરણ
૩૦૭
નથી, પરંતુ સંજ્વલન ક્રોધમાં (ક્રોધાદિમાં) સંક્રમાવે છે. આ પ્રમાણે (હાસ્યાદિ) નોકષાય -૬ના દ્વિતીય સ્થિતિના દલિકને (સંજવલન ક્રોધાદિમાં સંક્રમાવતો સંક્રમાવતો) અંતર્મુહૂર્ત કાળે સંપૂર્ણપણે સત્તામાંથી દૂર કરે છે.*
(જે સમયે હાસ્યાદિ-૬નો સત્તામાંથી સંપૂર્ણપણે નાશ થાય છે,) તે જ સમયે પુરુષવેદના બંધ-ઉદય અને ઉદરીણાનો વિચ્છેદ થાય છે, અને સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલા દલિક છોડીને બાકી સર્વ દલિકો પણ ક્ષય થાય છે. *** (માત્ર સમય ન્યૂન બે આવલિકા કાળનું બંધાયેલું દલિક જ સત્તામાં શેષ રહે છે. ઉદય વિચ્છેદ થયા બાદ આત્મા અવેદી થાય છે.) આ પ્રમાણે પુરુષવેદ ક્ષપકશ્રેણિમાં આરૂઢ થનાર માટે સમજવું.
જ્યારે નપુંસકવેદ ક્ષપકશ્રેણિામાં આરૂઢ થાય ત્યારે નપુંસકવેદ અને સ્ત્રીવેદનો સત્તામાંથી એક સાથે જ નાશ કરે છે. જે સમયે ઉપરોક્ત બંને વેદનો સત્તામાંથી ક્ષય થયો તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. ત્યારબાદ (બે સમય ન્યૂન બે આવલિકા કાળે અવેદી તે આત્મા) હાસ્યાદિ-૬ અને પુરુષવેદનો એક સાથે નાશ કરે છે.
જ્યારે સ્ત્રીવેદ ક્ષપકશ્રેણિામાં આરૂઢ થાય ત્યારે પહેલાં નપુંસકવેદનો ક્ષય કરે ત્યારબાદ સ્ત્રીવેદનો ક્ષય કરે. અને તે (સ્ત્રીવેદના) ક્ષય સમયે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય. ત્યારબાદ (એવેદી તે આત્મા) હાસ્યાદિ-૬ અને પુરુષવેદનો એક સાથે ક્ષય કરે. ( આ પ્રમાણે ભિન્ન ભિન્ન વદે શ્રેણિ આરંભનાર આશ્રયી પ્રકૃતિના ક્ષય નો ક્રમ છે.)
*હવે પછી પુરુષવેદે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થનાર આશ્રયીને કહે છે... (પુરુષવેદનો બંધ-ઉદયવિચ્છેદ થયા પછીના સમયથી શરૂ કરી ૯મા ગુણસ્થાનકના જે સમય સુધી) સંજ્વલન ક્રોધનો ઉદય-રસોદય રહેવાનો હોય છે, તેટલાં કાળને ત્રણ ભાગમાં વહેંચી નાંખે છે. (૧) અશ્વકર્ણકરણાદ્ધા,(૨) કિટ્ટિકરણાદ્ધા, અને (૩) કિટ્ટિવેદનાદ્ધા.(અદ્ધા = કાળ)
તેમાં અશ્વકકરણ અદ્ધામાં વર્તતો આત્મા અંતરકરણ ઉપરની દ્વિતીય સ્થિતિમાં સંજવલન ક્રોધાદિ ૪ના પ્રતિ સમય અનંત સંખ્યા પ્રમાણ અપૂર્વ સ્પર્ધકો કરે છે. તથા આ જ કાળમાં વર્તતાં સમય ન્યૂન બે આવલિકા જેટલાં કાળમાં બંધાયેલું પુરુષવેદનું જે દલિક સત્તામાં રહેલું હતું તેને તેટલાં જ કાળે ગુણસંક્રમ વડે ક્રોધમાં ચરમ સમયે સર્વસંક્રમ વડે સંક્રમાવી નાશ કરે છે. આ પ્રમાણે પુરુષવેદની સત્તાનો ક્ષય થયો. ૪૨૨ (આ ગુણાઠાણે છત્રીસ પ્રવૃતિઓનો સત્તામાંથી ક્ષય થાય છે. તેમાં લગભગ બધામાં ઉદ્ધવનાસંક્રમ અને ગુણસંક્રમ બંને પ્રવર્તે છે. બંધવિચ્છેદ થયા
પછી અબધ્યમાન એ પ્રકતિઓમાં અપુર્વકરાના પ્રથમ સમયથી ઉદ્ધલનાનુવિદ્ધ ગુણાસક્રમની શરૂઆત થઇ જાય છે. નવમાં ગુણઠાણ જેનો જેનો પહેલા પહેલાં નાશ થવાનો હોય તેમાં મુખ્યતયા અને જલ્દીથી ક્રિયા પ્રવર્તે છે, અને અન્ય માં ગૌતયા = ધીરે ધીરે પ્રવર્તે છે. જેમ કે પહેલાં
નપુંસકવેદનો ક્ષય થાય છે, એટલે તેમાં મુખ્યપણો અને તેનો ક્ષય થયા પછી સ્ત્રીવેદમાં મુખ્યતયા ક્ષય ક્રિયા પ્રવર્તે આ પ્રમાણે સર્વ માટે સમજવું.) ૪૨૩ અહીં ષષ્ઠ કર્મગ્રંથની ટીકા તેમજ કર્મપ્રકૃતિની ટીકા તેમજ ચૂર્ણિમાં પુરુષવેદના બંધોદયની સાથે જ ઉદીરણાનો વિચ્છેદ બતાવેલ છે અને તે મતાન્તર
લાગે છે. કારણ કે કર્મપ્રકૃતિ ઉદય અધિકાર ગાથા ૨જીની ટીકામાં ત્રણ વેદનો ઉદીરણા વિના એક આવલિકા કેવળ ઉદય બતાવેલ છે. અને તે જ પ્રમાણે ઉદયાધિકાર ગાથા-૫ અને તેની ટીકામાં ત્રણે વેદની જઘન્ય અનુભાગ ઉદીરણા પછી એક અાવલિકા જઈને પોતપોતાના ઉદયની ચરમ સમયે જઘન્ય અનુભાગ ઉદય હોય છે. એમ કહેલ છે તેથી પુરુષવેદની પ્રથમસ્થિતિ એક આવલિ કા બાકી રહે ત્યારે ઉદીરણા વિચ્છેદ થાય અને પ્રથમસ્થિતિના ચરમ સમયે બંધ તથા ઉદય વિચ્છેદ થાય એમ સમજાય છે અને એજ વધારે ઠીક લાગે છે. કારણ કે સંજ્વલન ક્રોધાદિની જેમ પ્રથમ સ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદના બંધોદય વિચ્છેદ થતા નથી, પરંતુ પ્રાથમસ્થિતિના ચરમ સમયે જ વિચ્છેદ થાય છે. પછી તો બહુશ્રુતો કહે તે પ્રમાણ. અહીં એ ધ્યાનમાં રાખવાનું કે હાસષક સાથે પુરુષવેદનો નાશ કરવાની ક્રિયા પણ શરૂ કરી હતી, પરંતુ હારુષનો અહીં બંધ થતો ન હતો અને પુરુષવેદનો બંધ થતો હતો. એટલે હાસ્યષટકના સંપૂર્ણપણે નાશ થવાની સાથે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકને છોડી તેના સત્તામાંના શેષ સઘળા દળનો પણ નાશ થયો માત્ર સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકો જ સત્તામાં રહ્યાં. - સમયચુન બે આવલિકામાં બંધાયેલા શા માટે રહી જાય છે ? એ પ્રશ્નનો ઉત્તરઆ છે- જે સમયે બંધાય છે તે સમયથી આરંભી તેની બંધાવલિકા ગયા બાદ જ તેમાં સંક્રમાદિ પ્રવર્તે છે. અને સંકમાવલિકાના ચરમ સમયે તેનો સત્તામાંથી ક્ષય થાય છે. આ ઉપરથી એમ થયું કે જે સમયે બંધાય તેનો તે સમયથી આરંભી બીજી આવલિકાના ચરમ સમયે સત્તામાંથી નાશ થાય છે. આ હિસાબે જે સમયે બંધવિચ્છેદ થાય તે સમયથી આરંભી બરાબર બે આવલિકામાંની પહેલી આવલિકાના પહેલાં સમયે જે બાંધ્યું તેની બીજી આવલિકાના છેલ્લા સમયે એટલે કે બંધવિચ્છેદ સમયે નાશ થયો એટલે જ
બંધવિચ્છેદ સમયે સમયનૂન બે આવલિકાનું બંધાયેલું દલિક જ સત્તામાં બાકી રહે, એમ કહેવામાં આવે છે.) ૪૨૫ અન્યવેદે પકશ્રેણિ પર આરૂઢ થનાર પણ આ ક્રમે જ સંજ્વલન ક્રોધાદિનો નાશ કરે છે. ૪૨૬ કાળની આ ગરાના બંધવિચ્છેદ સમયની અપેક્ષાએ છે. ૪૨૭ પુરુષવેદનો જે સમયે બંધવિચ્છેદ થાય છે, તે સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું અસત્કલ્પનાએ સાત સમયમાં બંધાયેલું જ સત્તામાં
બાકી રહે છે. શેષ સર્વ દળનો નાશ થઇ જાય છે. અવેદીના પ્રથમ સમયે છ સમયમાં બંધાયેલું. બીજા સમયે પાચ સમયમાં બંધાયેલું. ત્રીજા સમયે ચાર સમયમાં બંધાયેલું. ચોથા સમયે ત્રણ સમયમાં બંધાયેલું. પાંચમાં સમયે બે સમયમાં બંધાયેલું અને અવેદીના છઠ્ઠા સમયે માત્ર એક સમયમાં બંધાયેલું એટલે કે બંધવિચ્છેદ સમયમાં જ બંધાયેલું બાકી રહે છે, ત્યાર પછીના સમયે કંઇ સત્તામાં જ રહેતું નથી.
Jain Education Interational
For Personal & Private Use Only
www ainelibrary.org