________________
સત્તાપ્રકરણ
૩૦૩
(-: ક્ષપકશ્રેણિના ચિત્રની સમજુતી :
સામેના પેજ ઉપર જે ચિત્ર છે તે ક્ષપકશ્રેણિનું છે. ક્ષપકશ્રેણિ સંયમી આત્મા તેમજ શ્રાવક પણ શરૂ કરી શકે છે. પરંતુ શ્રાવકને દ્રવ્યથી શ્રાવકપણું રહે પણ ભાવથી તો સંયમ અવશ્ય આવે જ છે. ૧ લા ગુણસ્થાનકેથી જ જીવ ૩-૪-૫-૬-૭ મે જઈ શકે છે. માટે ચિત્રમાં તે પ્રમાણે લીટી દોરી એરો – બતાવ્યો છે. તે રીતે ઉપરના ૭ ગુણસ્થાનક સુધી એરા – સમજવા.
૭મા ગુણસ્થાનકથી ક્રમસ૨૮-૯-૧૦-૧૨-૧૩માં ગુણસ્થાનકે જઈ આત્મા કેવલજ્ઞાન -કેવલદર્શન પામે છે. ૧૨માં ગુણસ્થાનકે ચાર ધાતકર્મોનો ક્ષય થયેલ હોવાથી બાકીના ૪ અઘાતી કર્મોની ઉદય-સત્તા હોય છે. પરંતુ બંધ તો ફક્ત સાતવેદનીયનો જ હોય છે. આ ક્ષપકશ્રેણિનો કાલ અંતર્મુહૂર્ત હોય છે. ૧૩મા ગુણસ્થાનકે કેવલજ્ઞાન પામ્યા પછી સ્વ આયુષ્ય ભોગવીને (ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડી વર્ષ પ્રમાણ) બાકીના ૩ કર્મોનો પણ ક્ષય કરી ૧૪મા ગુણસ્થાનકે જઈ પાંચ હ્રસ્વાક્ષર પ્રમાણ કાલ પૂર્ણ કરી જીવ સિદ્ધશિલામાં જાય છે.
આ ક્ષપકશ્રેણિમાં અધ્યવસાયોની તીવ્ર વિશુદ્ધિ અત્યન્ત હોય છે. ગુણસ્થાનક ક્રમારોહમાં કહ્યું છે કે જો પરસ્પર જીવોના કર્મોનું સંક્રમણ થઇ શકે તો ક્ષપકશ્રેણિ દ્વારા સર્વ સંસારી જીવોના કર્મ ક્ષય કરી શકે અને સર્વ જીવો મોક્ષે જઇ શકે છે. પરંતુ તે પ્રમાણે બનવું અશ્કય છે. કારણ કે પરસ્પર જીવોના કર્મોનું સંક્રમણ થઇ શકતું નથી.
ક્ષપકશ્રેણિનું વિશેષ સ્વરૂપ સત્તાપ્રકરણ ગાથા-૫૫ ટીકાનો ભાવાર્થ જુઓ. કર્મપ્રકૃતિ ભાગ-૨ પરિશિષ્ટ-૨નું યંત્ર જુઓ. તથા આ જ ગ્રંથમાં પરિશિષ્ટ-૨માં કષાય પાભૂતના આધારે લખેલ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ જુઓ.
(ગુણસ્થાનકે આરોહાવરોહ ચિત્રની સમજુતી) આરોહ :- ૧લા ગુણસ્થાનકથી ઉપશમ સમ્યકત્વ પામી સીધો ૪થું ૫મું, ૬ઠું અથવા ૭મું ગુણસ્થાનક પામી શકે છે. તે કાળીલીટીથી બતાવેલ છે.
(૨) ૧લા ગુણસ્થાનકથી મોહનીયની ૨૮ અથવા ૨૭ પ્રકૃતિની સત્તાવાળો ૩જું ગુણસ્થાનક પામે તે પણ કાળી લીટીથી બતાવેલ છે. .
(૩) ૧લા ગુણસ્થાનકથી મોહનીયની ૨૮ની સત્તાવાળો લાયોપશમ સમ્યકત્વ પામી ૪થું ગુણસ્થાનક પામી શકે છે. તેમજ ૫મું-૬ઠું અને ૭મું ગુણસ્થાનક પણ પામી શકે છે. તે કાળી લીટીથી બતાવેલ છે. ૪થા ગુણસ્થાનકથી ૫મું-હું અને ૭મું ગુણસ્થાનક પામે તે ગુલાબી લીટીથી બતાવેલ છે.
(૪) ૩જા ગુણસ્થાનકથી મોહનીયની ૨૮ની સત્તાવાળો ૪થું ગુણસ્થાનક પામી શકે છે. તે લીટીથી બતાવેલ છે.
(૫) ૫માં ગુણસ્થાનકથી સીધો ૭મું ગુણ પામે તે સફેદ લીટીથી બતાવેલ છે. અને હું પામે તે ગુલાબી લીટીથી બતાવેલ છે.
(૬) ૭મા ગુણસ્થાનકથી ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિવાળો અનુક્રમે ૮મું, ૯મું અને ૧૦મું ગુણસ્થાનક પામે, તે ગુલાબી લીટીથી બતાવેલ છે.
(૭) ૧૦માં ગુણસ્થાનકથી ઉપશમશ્રેણિવાળો ૧૧મું ગુણસ્થાનક પામે તે બ્લ લીટીથી બતાવેલ છે.
(૮) ૧૦મા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિવાળો અનુક્રમે ૧૨-૧૩-૧૪મું ગુણસ્થાનક પામી મોક્ષ પામે તે ગુલાબી લીટી થી બતાવેલ છે.
ટી.૧
શતક બૃહદ્રષ્ટ્રિમાં કહ્યું છે કે અંતરકરણમાં રહેલો તીવ્ર વિશુદ્ધિવાળો ઉપશમ સમ્યગુદષ્ટિ જીવ દેશવિરતિને પણ પામે છે. અને તીવ્રતમ વિશુદ્ધિવાળો કોઈક ઉપશમ સમ્યગદષ્ટિ જીવ પ્રમત્ત-અપ્રમત્તભાવને પણ પામે છે. ગુણસ્થાનક ક્રમારોહની ગાથામાં કહ્યું છે... માણસારં વાર્તાને સામેનાવતી શીવચૈજપ પારdi સા રે ગાયને ૪૬ાા આખા સંસારચક્રમાં એક જીવને ચાર વાર જ ઉપશમશ્રેણિ થાય અને એક જીવને એક ભવમાં જો થાય તો બે વાર જ ઉપશમ શ્રેણિ થાય.
ટી. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org