________________
૨૯૨
કર્મપ્રકૃતિભાગ-૩
૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના સત્તાસ્થાનકો - પ્રથમના ૧૩ જીવસ્થાનકોને વિષે ૫-૫ સત્તાસ્થાનકો છે, તેમાં 3 અધ્રુવ સંજ્ઞાવાળા... ૮૬-૮૦-૭૮, ૯૨ અને ૮૮. તેમાં ૭૮નું સત્તાસ્થાન સૂક્ષ્મ – બાદર એકેન્દ્રિય તે-વાયુકામાં પોતાના ચારે ઉદયમાં હોય છે. તેમજ તેઉવાયુમાંથી નીકળી (પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલા હોય તેને) ૨૧-૨૪ એ બે ઉદયમાં, તેઉ-વાયુમાંથી આવેલ બેઇન્દ્રિયાદિને ૨૧-૨૬ના ઉદયોમાં પામે છે, બાકીના ઉદયોમાં હોતાં નથી. સંગ્નિમાં ગુણસ્થાનકના ક્રમે ૧૨ સત્તાસ્થાનકો જે પ્રમાણે પહેલા નામકર્મના કહ્યાં તે પ્રમાણે સમજવાં. (યંત્ર નંબર - ૬૫ -૬૬-૬૭ જુઓ)
ઇતિ જીવસ્થાનકોમાં બંધ - ઉદય – સત્તાસ્થાનકોનું સ્વરૂપ સમાપ્ત
-: અથ દ૨ માર્ગણા વિષે બંધ - ઉદય-સત્તાસ્થાનની પ્રરૂપણા :
હવે ગતિ આદિને વિષે બંધ -ઉદય -સત્તાસ્થાન વિષે સત્રરૂપણા કહે છે... તેમાં નારક - તિર્યંચ - દેવગતિમાં ૭ કે ૮ કર્મો બંધાય છે, તેમાં આયુષ્યના બંધકાલે ૮ કર્મ, બાકીના કાલે ૭ કર્મ બંધાય છે. અને ઉદયમાં તો ૮ કર્મ હોય છે. ઉદીરણા ૭ કે ૮ કર્મની હોય છે, તેમાં પોત - પોતના આયુની છેલ્લી આવલિકા સત્તામાં શેષ રહે ત્યારે ૭ની ઉદીરણા બાકીના કાલે ૮ની ઉદીરણા અને સત્તા ત્રણે ગતિમાં ૮ની જ પામે છે. પરંતુ ક્યારે પણ ૭ કે ૪ની સત્તા પામે નહીં. કારણ કે તેઓને (ક્ષપક કે ઉપશમ) શ્રેણિનો અભાવ છે. મનુષ્યગતિમાં, ઇન્દ્રિયદ્વારમાં, પંચેન્દ્રિયજાતિમાં, કાયદ્વારમાં અને ત્રસકાયમાં ૧૪ગુણસ્થાનકની અંદર પહેલાં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે જાણવું. અને તે આ પ્રમાણે.... મિશ્ર ગુણસ્થાનક સિવાય ૭ ગુણસ્થાનક સુધી ૭ કે ૮ કર્મોનો બંધ થાય છે. તેમાં આયુષ્યના બંધકાલે ૮નો બંધ** બાકીના કાલમાં ૭ કર્મો બંધાય છે. મિશ્ર - અપૂર્વકરણ અને અનિવૃત્તિ બાદ૨ ગુણસ્થાનકને વિષે (આયુષ્ય સિવાય) ૭ કર્મો બંધાય છે. તેઓને અતિ વિશદ્ધપણું હોવાથી આયુષ્યના બંધનો સંભવ નથી. સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે ૬ કર્મો બંધાય છે, ત્યાં મોહનીયકર્મનો પણ અબંધ છે. ત્યાંથી આગળ ત્રણે ગુણસ્થાનકને વિષે ફક્ત એક વેદનીયકર્મનો જ બંધ થાય છે.
તથા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી ૮ કર્મનો ઉદય અને સત્તા હોય છે. ઉપશાંતમોહ ગુણસ્થાનકે કર્મનો ઉદય -૮ની સત્તા હોય છે. ક્ષીણામો ગુણસ્થાનકે ૭ કર્મનો જ ઉદય અને સત્તા હોય છે. સયોગી કેવલીને ૪ કર્મનો ઉદય અને સત્તા હોય છે.
તથા ૬ઠ્ઠા ગુણસ્થાનક સુધી ૭ કે ૮ કર્મની ઉદીરણા હોય છે. તેમાં જ્યારે આયુષ્યની અન્ય આવલિકા બાકી રહે ત્યારે તેની (આયુષ્યની) ઉદીરણાના અભાવથી ૭ની ઉદીરણા, બાકીના કાલે તો ૮ કર્મની ઉદીરણા. મિશ્રગુણસ્થાનકે તો હંમેશા ૮ કર્મની જ ઉદીરણા હોય છે, આયુની પર્યન્તાવલિકા બાકી છતાં મિશ્ર ગુણસ્થાનકનો જ અસંભવ છે. અપ્રમત્ત - અપૂર્વકરણ - અનિવૃત્તિ બાદ સંપરાય ગુણસ્થાનકે વેદનીય - આયુષ્ય સિવાય ૬ કર્મની ઉદીરણા થાય છે, કારણ કે તે ગુણસ્થાનકે વેદનીય આયુષ્યની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયનો અભાવ છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૬ કે ૫ કર્મની ઉદીરણા થાય છે. તેમાં પ્રથમ છની ઉદીરણા, અને તે ત્યાં સુધી થાય છે કે ૧૦મા ગુણસ્થાનકની આવલિકા શેષ ન રહે. આવલિકા શેષ રહે ત્યારે મોહનીયકર્મની પણ અન્ય આવલિકા બાકી રહેલ હોવાથી તેની ઉદીરણાનો અભાવ હોવાથી ૫ કર્મની ઉદીરણા થાય છે. ઉપશાંતમોહ ગુણસ્થાનકે પણ તે જ ૫ કર્મની ઉદીરણા થાય છે. ક્ષીણમોહ ગુણસ્થાનકે ૫ કર્મની ઉદીરણા ત્યાં સુધી કરે કે જ્યાં સુધી તેની આવલિકા શેષ ન રહે. આવલિકા શેષ રહે ત્યારે જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાય એ ૩ કર્મોની આવલિકા- પ્રવિષ્ટ થવાથી તેની ઉદીરણાનો અભાવ થવાથી નામ-ગોત્રકર્મની ઉદીરણા થાય છે. સયોગી કેવલી ગુણસ્થાનકે પણ તે જ બે કર્મની ઉદીરણા થાય છે. અયોગી ગુણસ્થાનકે તો યોગનો અભાવ જ હોવાથી કોઇપણ કર્મની ઉદીરણા નથી.(અનુસંધાણ ૫૦ નં૦-૩૦૨)
४०७ "तेरससु पंच संता, तिण्णधुवा अट्टसीइ बाणउइ । सण्णिस्स होति बारस, गुणठाणकमेण नामस्स ।। १३९।।" ૪૦૮ અહીં ટીકામ ૨૪નો ઉદય લખ્યું છે. પરંતુ રદનો ઉદય આવે. ૪૦૯ “તિસર , નારસિરિતુ ફંતુ મારું રીર સંતોr; કુતિ; IT ૧૪૦ ||" ૪૧૦ ગાથા - ૧૪૧- જુનાખવું કશુનું સતતતા " * અહીં ટીકામાં આયુબંધ કાલે 9 કર્મના અને રાં" કાલે - કર્મના બંધ લખ્યો છે ભૂલ છે
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org