________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
અયોગી કેવલી ગુણસ્થાનકે ૬ સત્તાસ્થાનકો :- દ્વિતીયસત્તાસ્થાન ચતુષ્ક (૮૦-૭૯-૭૬-૭૫) ૯ અને ૮ હોય છે. ત્યાં દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક ભિન્ન - ભિન્ન જીવની અપેક્ષાએ દ્વિચ૨મ સમય સુધી હોય છે. અને અંત્ય સમયે તીર્થંક૨ ભગવંતને ૯નું અને સામાન્ય કેવલી ભગવંતને ૮નું સત્તાસ્થાન હોય છે. તે પ્રમાણે ગુણસ્થાનકને વિષે સત્તાસ્થાનકો કહ્યાં.(યંત્ર નંબર-૪૫-૪૬-૪૭ જુઓ)
૨૨૮
ઇતિ ગુણસ્થાનક વિષે સત્તાસ્થાનકો સમાપ્ત ઇતિ નામકર્મના સત્તાધિકારનું સ્વરૂપ સમાપ્ત
-: અથ નામકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ :
હવે બંધ-ઉદય અને સત્તાસ્થાનકોના પરસ્પર સંવેધ કહે છે...........
૨૯૪,
૨૯૫
૨૩-૨૫ અને ૨૬ ના બંધે ૯ ઉદયસ્થાનક-પ સત્તાસ્થાનક ઃ- ત્યાં ૨૩ -૨૫ અને ૨૬ ના પ્રત્યેક બંધે ૯-૯ ઉદયસ્થાનકો અને ૫-૫ સત્તાસ્થાનકો છે. તેમાં ૨૩નું બંધસ્થાનક અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જ છે, અને તેના બંધક એકેન્દ્રિય - બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો છે. આ ૨૩ના બંધસ્થાનકના યથાયોગ્ય સામાન્યથી ૯ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે.....૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે.
તેમાંથી ૨૧નો ઉદય :- વિગ્રહગતિમાં વર્તમાન એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય-તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને જાણવો. તેઓ સર્વને અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધનો સંભવ છે.
૨૪નો ઉદય ઃ - અપર્યાપ્ત-પર્યાપ્ત એકેન્દ્રિયોને જ હોય છે. અન્યત્ર ૨૪નો ઉદય પ્રાપ્ત થતો નથી.
૨૫નો ઉદય :- પર્યાપ્ત એકેન્દ્રિય અને ઉત્તર વૈક્રિયશરીર કરનાર મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યોને હોય છે.(જેઓ તદ્યોગ્ય ક્લિષ્ટ પરિણામના યોગે અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ૨૩ પ્રકૃતિઓ બાંધી શકે છે.
૨૬નો ઉદય :- મિથ્યાદષ્ટિ પર્યાપ્ત એકેન્દ્રિયોને, પર્યાપ્ત-અપર્યાપ્તના ઉદયવાળા બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિયતિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે.
૨૭નો ઉદય :- પર્યાપ્ત એકેન્દ્રિયોને અને મિથ્યાદષ્ટિ વૈક્રિયશરીર ક૨ના૨ તિર્યંચ- મનુષ્યોને હોય છે. મિથ્યાદષ્ટિ પર્યાપ્ત બેઇન્દ્રિય - તૈઇન્દ્રિય- ચઉરિન્દ્રિય (સામાન્ય કે વૈક્રિયશરીરી) તિર્યંચ
૨૮-૨૯-૩૦નો ઉદય :પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે.
૩૧નો ઉદય :- મિથ્યાદષ્ટિ વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. કહેલા સિવાયના બાકીના જીવો(દેવોના૨કીઓ કે યુગલિકો ૨૩નો બંધ ક૨તાં નથી. ૨૩નો બંધ મિથ્યાદ્ગષ્ટિ જ કરતાં હોવાથી દરેક ઠેકાણે મિથ્યાદ્દષ્ટિનું વિશેષણ મુકેલ છે.)
તે ૨૩ ના બંધકોનો સામાન્યથી ૫ સત્તાસ્થાનકો છે, તે આ પ્રમાણે.... ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ છે. તેમાં ૨૧ ના ઉદયસ્થાનકમાં વર્તતાં સર્વ જીવોને પાંચે પણ સત્તાસ્થાન હોય છે, વિશેષ મનુષ્યોને ૭૮ સિવાયના ૪ સત્તાસ્થાન હોય છે, કારણ કે ૭૮નું સત્તાસ્થાન મનુષ્યદ્વિકની ઉલના થયા બાદ થાય છે, અને મનુષ્યને તેની ઉદ્દલનાનો સંભવ નથી.
૨૪ના ઉદયે પણ ૫ સત્તાસ્થાનકો છે. ફક્ત ૨૪ના ઉદયવાળા વૈક્રિય કરતાં વાયુકાયને ૮૦ અને ૭૮ વિના(૯૨૮૮-૮૬) ૩ સત્તાસ્થાનો હોય છે. કારણ કે તેને વૈક્રિયષક અને મનુષ્યદ્વિકની તો અવશ્ય સત્તા છે. કારણ કે તે વૈક્રિયદ્ધિકને તો સાક્ષાત્ અનુભવે છે, (અનુભવ ઉદય વિના હોતો નથી,) એટલે તે તેની ઉદ્વલના કરતો નથી.(અનુસંધાન પે.નં.૨૩૦)
૨૯૩ સ૦ ગા૦-૯૮ ‘‘મમનોમિ અટ્ટ નવ || ''
સ૦ ગા૦-૯૯ ‘‘નવપંચોવવસત્તા તેરસે ાવીસ ઇબીસે ! ’*
૨૯૪
૨૯૫ અમુક બંધસ્થાન બાંધતી વખતે અમુક ઉદયસ્થાનો કે અમુક સત્તાસ્થાનો ઉપર કહ્યાં તે સમજવા માં તે તે બંધસ્થાનક કઇ ગતિ કે ક્યા જીવો યોગ્ય છે, અને તેના બાંધનારા કોણ છે ? તેનો ખ્યાલ રાખવો જોઇએ. કેમ કે તે ઉ૫૨થી જ તે તે બંાસ્થાન બાંધતાં અમુક ઉદયસ્થાન કે સત્તાસ્થાનોનો નિર્ણય થઇ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org