________________
૧૯૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩
પમા - ૬ઠ્ઠા - દેશવિરતિ - પ્રમત્ત ગુણસ્થાનકે ૨ - ૨ બંધસ્થાનકો - ૨૮ અને ૨૯ના છે. અને તે બંને પણ દેવગતિ પ્રાયોગ્ય જાણવાં. ત્યાં પણ દેશવિરત તિર્યંચને ૨૮નું જ હોય છે, અને મનુષ્યને બંને પણ બંધસ્થાનક બંને ગુણસ્થાનકે હોય છે. અહીં પ્રશ્ન થાય છે કે આહારકદ્વિકનો બંધ પ્રમત્ત સંયત કેમ ન બાંધે, તે બંધસ્થાનક સંયમ પ્રત્યય છે. જવાબ તેમ નથી. તેના બંધક વિશુદ્ધિ સંયમ પ્રત્યયપણું હોય તો બાંધે પણ તેવા પ્રકારનું વિશુદ્ધ સંયમ અપ્રમત્તાદિ ગુણસ્થાનકે હોય છે.
૭મા અપ્રમત્ત ગુણસ્થાનકે ૪ બંધસ્થાનકો :-
૨૮ - ૨૯ - ૩૦ અને ૩૧નું છે.
૮મા અપૂર્વકરણ ગુણસ્થાનકે ૫ બંધસ્થાનકો - ત્યાં ૪ પહેલા ૭મા ગુણસ્થાનકે કહ્યાં તે જ, અને પમ્ યશ કીર્તિના બંધ રૂપ ૧નું બંધસ્થાનક હોય છે. (તે ૮/૬ ભાગ નામકર્મની ૩૦ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી ૮/૭ ભાગે હોય છે.)
૯મા - ૧૦મા ગુણસ્થાનકે - યશકીર્તિનું એક જ બંધસ્થાનક હોય છે. તે પ્રમાણે ગુણસ્થાનકને વિષે બંધસ્થાનકો કહ્યાં. (યંત્ર નંબર - ૪૦ જુઓ)
ઇતિ ગુણસ્થાનકને વિષે બંધસ્થાનકોનું સ્વરૂપ સમાપ્ત
(- અથ ગતિને વિષે બંધસ્થાનકોના ભાંગા :-)
હવે એકેન્દ્રિય આદિ પ્રાયોગ્ય જે ૨૩ આદિ બંધસ્થાનકો પૂર્વ કહ્યાં તે સર્વનો વિચાર કરે છે.....
ત્યાં તિર્યંચગતિ - તિર્યંચ આનુપૂર્વી - એકેન્દ્રિયજાતિ - દુઃસ્વર સિવાય સ્થાવરદશકની - ૯ તેજસ - કાર્મણ - વર્ણાદિ-૪ - અગુરુલધુ - ઉપઘાત - નિર્માણ એ નામકર્મની ધ્રુવબંધિ-૯, દારિક શરીર અને હુડકસંસ્થાન આ ૨૩ પ્રકૃતિઓ (સ્થાવર) અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. (એટલે કે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતા તિર્યંચ મનુષ્યો ઉપર કહેલી ૨૩ પ્રકૃતિઓ બાંધે છે.
૨૧૨.
૨૧૦ સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચોને જ ૫ ગુણસ્થાનક હોય છે. યુગલિયાને તો ચાર ગુણ સ્થાનક જ હોય છે, વળી તીર્થકર નામનો બંધ તિર્યંચો કરતા
જ નથી. એટલે તીર્થકર સાથેના કોઇ બંધસ્થાનકોનો તિર્યંચગતિમાં બંધ હોતો નથી. ૨૧૧ અહીં આહારકદ્ધિક અને તીર્થકર નામકર્મ વિના દેવગતિ યોગ્ય બંધ કરતાં ૨૮નું, તીર્થકર નામમાથે બાંધતાં ૨૯નું, આહારકદ્ધિક સાથે બાંધતાં ૩૦નું,
અને જિનનામ અને આહારકટ્રિક સાથે ૨૮નો બંધ કરતાં ૩૧નું બંધસ્થાનક હોય છે. અહીં એમ શંકા થઇ શકે કે - ૯મા - ૧૦માં ગુણસ્થાનકે અતિવિશુદ્ધ અધ્યવસાય હોવાને લીધે જિનાનામ; આહારકદ્વિક આદિ જેવી પુન્ય પ્રવૃતિઓનો બંધ કેમ ન થાય ? ઉલટું અતિવિશુદ્ધ પરિણામ હોવાને લીધે અલ્પ સ્થિતિવાળી અને ઉત્કૃષ્ટ રવાળી એ ત્રણ પ્રકૃતિઓ બંધાવી જોઇએ. તો પછી શા માટે તે સર્વ પ્રતિઓ ૮માના ૬ઠ્ઠા ભાગ સુધી જ બંધાય છે, ત્યાર બાદ બંધાતી નથી ? આ શંકા ઠીક છે, પરંતુ દરેક પુન્ય અને પાપ પ્રકૃતિઓના બંધના અધ્યવસાયની અમુક હદ હોય છે. જેમ કે અમુકથી અમુક હદ સુધીના ખરાબ પરિણામ વડે અમુક અમુક પાપપ્રકૃતિ બંધાય છે, જેટલી હદના જઘન્ય જોઇએ તે કરતાં જઘન્ય હોય અને જેટલી હદના ઉત્કૃષ્ટ જોઇએ તે કરતાં ચડીયાતા હોય તો તે પાપપ્રકૃતિ બંધાતી નથી. એ પ્રમાણે અમુકથી અમુક હદ સુધીના વિશુદ્ધ પરિણામ વડે અમુક અમુક પુન્ય પ્રકૃતિનો બંધ થાય છે, ઓછામાં ઓછા જેટલી હદના વિશુદ્ધ પરિણામ જોઇએ તે કરતાં ઓછા હોય, તેમ જ વધારેમાં વધારે જેટલી હદના વિશુદ્ધ પરિણામ જોઇએ તે કરતાં વધારે હોય તો તે પુન્યપ્રકૃતિ પણ બંધાતી નથી. જો આ પ્રમાણે વ્યવસ્થા ન હોય તો પાપપ્રકૃતિ કે પુન્યપ્રકૃતિના બંધની કોઇ મર્યાદા રહે નહીં. જેમ કે અમુક પ્રકારના કિલષ્ટ પરિણામને યોગે તિર્યંચગતિનો બંધ થાય. તે પણ તેના યોગ્ય પરિણામ હોય ત્યાં સુધી તેનો બંધ થાય, જ્યારે તેનાથી પ ણ ચડીયાતા ખરાબ પરિણામ થાય ત્યારે નરકગતિ યોગ્ય બંધ થાય, પરંતુ તિર્યંચગતિ યોગ્ય ન થાય. એ પ્રમાણે ઓછામાં ઓછા અમુક હદવાળા વિશુદ્ધ પરિણામથી અને વધારેમાં વધારે અમુક હદ સુધીના વિશુદ્ધ પરિણામ વડે જ જિનનામ કે આહારકદ્ધિક બંધાય. ઓછામાં ઓછા જેટલી હદના જોઇએ તે કરતાં ઓછા હોય કે વધારેમાં વધારે જેટલી હદના જોઇએ તે કરતાં અધિક હોય ત્યારે જિનનામાદિ પુન્યપ્રકૃતિઓ પણ બંધાય નહીં. જો એમ ન હોય તો ૮માથી ૯-૧૦ મા ગુણસ્થાનકે વધારે વિશુધ્ધ પરિણામી આત્મા હોય છે. તે તે પરિણામ વડે બંધ થયા જ કરે તો તેનો વિચ્છેદ ક્યારે થાય ? અને આત્માઓનો મોક્ષ કઇ રીતે થાય? માટે દરેક
પ્રકૃતિના બંધ યોગ્ય અધ્યવસાયની હદ હોય છે, જેને જ્ઞાની મહારાજાએ ગુણસ્થાનકમાં તે તે પ્રકૃતિના બંધવિચ્છેદ દ્વારા બતાવી છે. ૨૧૩ ‘‘તાવળુનના થાવરમાડું તૂતવિહૂ યુવા હુંડવિરાટ તેવીસાS ઋથાવરણ'' || ૧૬ IT
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org