________________
સત્તાપ્રકરણ
૧૭૩
-: મોહનીય કર્મના ૯ ઉદયસ્થાનક યંત્ર નંબર - ૩૨ :-)
કાલ
ઉદય સ્થાનકો
સ્થાનમાં રહેલ પ્રકૃતિઓ
ઉદયસ્થાન કેટલા પ્રકારે ?
જઘન્ય
૧ સમય
૧ સમય
કોઇપણ એક સંજ્વલની કોઇપણ એક વેદ ઉમેરવાથી કોઇપણ એક યુગલ ઉમેરવાથી
ભય ઉમેરવાથી
૧ સમય
ક્રોધાદિ ૪ પ્રકારે ૪ કષાય X ૩ વેદ = ૧૨ પ્રકારે ૪ કષાય X ૩ વેદ X ૨ યુગલ = ૨૪ ૪ કષાય X ૩ વેદ X ૨ યુગલ = ૨૪ ૪ કષાય X ૩ વેદX૨ યુગલ = ૨૪ ૪ કષાય X ૩ વેદ X ૨ યુગલ = ૨૪
૧ સમય
| ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
૧ સમય
૧ સમય
જુગુપ્સા કોઇપણ પ્રત્યાખ્યાન ઉમેરવાથી કોઇપણ અપ્રત્યા ઉમેરવાથી કોઇપણ અનંતા ઉમેરવાથી
મિથ્યાત્વ ઉમેરવાથી
૧ સમય
૪ કષાય X ૩ વેદ X ૨ યુગલ = ૨૪ ૪ કષાય X ૩ વેદ X ૨ યુગલ = ૨૪ ૪ કષાય X ૩ વેદ X ૨ યુગલ = ૨૪
૧ સમય
૧ સમય
(-: ગુણસ્થાનક વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનકો ભાંગા :-). - તે એક એક ગુણસ્થાનકે અનેક પ્રકારે થાય છે, તે આ પ્રમાણે કહે છે....અનંતાનુબંધિ, વેદક સમ્યકત્વ = સમ્યકત્વ મોહનીય, ભય અને જુગુપ્સાનો ક્યારેક ઉદય હોય છે, કારણ કે સમ્યકત્વના પ્રભાવથી અનંતાનુબંધિની ઉદ્દલના કરીને ફરી પણ મિથ્યાત્વ પામીને મિથ્યાદષ્ટિને મિથ્યાત્વરૂપ હેતુથી બંધાયેલ તે અનંતાનુબંધિનો એક આવલિકા પર્યન્ત ઉદય હોતો નથી, શેષ કાલે ઉદય હોય છે. અવિરત સમદષ્ટિ આદિ ગુણસ્થાનકે વર્તમાન ઓપશમિક સમ્યગ્દષ્ટિ કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સમ્યકત્વ મોહનીયનો ઉદય હોતો નથી, બાકીનાને (ક્ષયોપશમ સમ્યકત્વીને) હોય છે. ભય અને જુગુપ્સા અધ્રુવોદયી હોવાથી મિથ્યાદૃષ્ટિ આદિ ગુણસ્થાનકથી અપૂર્વકરણના અંત સુધી કયારેક ઉદય હોય છે, કોઇ વખતે હોતો નથી. તેથી એક એક ગુણસ્થાનકે ઉદય અને તે ઉદયથી થતા ભાંગા ચોવીસીઓ ઘણાં પ્રકારે થાય છે.
મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક - ૭ - ૮ - ૯ અને ૧૦ ના ૪ ઉદયસ્થાનકો - ત્યાં *મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૭-૮-૯ અને ૧૦ એ પ્રમાણે ૪ ઉદયસ્થાનકો હોય છે. ત્યાં મિથ્યાત્વ, અનંતાનુબંધિ સિવાયના કોઇપણ ક્રોધાદિ-૩, ૩ વેદમાંથી કોઇપણ એક વેદ બે યુગલમાંથી કોઇપણ એક યુગલ એ પ્રમાણે આ ૭નો ઉદય નિશ્ચયથી મિશ્રાદષ્ટિને હોય છે. અહીં બે યુગલને ૩ વેદ અને ક્રોધાદિ-૪ વડે પરસ્પર ગુણવાથી (૨ ૪૩ ૪૪) = ૨૪ ભાંગા થાય છે.
૮ના ઉદયે ૩ ચોવીશી - તે જ ૭ના ઉદયસ્થાનકમાં ભય અથવા જુગુપ્સા અથવા અનંતાનુબંધિ ઉમેરવાથી ૮નું ઉદયસ્થાનક થાય છે અહીં ભય આદિ દરેકની એક એક ચોવીશી થાય છે, તેથી ૩ ચોવીશી થાય છે, અહીં પ્રશ્ન થાય છે કે ૭ના ઉદયસ્થાનકે અથવા ૮ના ઉદયસ્થાનકે ક્યારેક મિથ્યાષ્ટિ અનંતાનુબંધિના ઉદય રહિત કેવી રીતે પામે છે? એ પ્રમાણે છે, તો જવાબ કહે છે. - જે કોઇ (ક્ષાયોપશમિક) સમ્યગ્દષ્ટિ થયો છતો અનંતાનુબંધિની વિસંયોજના કરીને થાકેલો મિથ્યાત્વ આદિ ક્ષય કરવા માટે (તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયરૂપ સામગ્રીના અભાવથી) પ્રયત્ન કરી શકે નહીં, તે જીવ, કાલાન્તરે મિથ્યાત્વને પામેલો તે મિથ્યાત્વરૂપ હેતુથી અનંતાનુબંધિના બંધની શરૂઆત કરી, પરંતુ બંધાવલિકા જ્યાં સુધી પૂર્ણ ન થાય
ત્યાં સુધી તે અનંતાનુબંધિનો ઉદય ન હોય, પણ બંધાવલિકા પૂર્ણ થયા બાદ ઉદય હોય છે. ૧૩૧ “અળસ મટુકાળનો કો સંમતિ વગા કયા વરસાવિયવ.)ને અખો ગરા'' | ૨૫ II ૧૩૨ ગાથા - ૨૬ - “મિએ સT૬ વો'' ૧૩૩ અહીં ક્રોધાદિ શબ્દથી અપ્રત્યાd - પ્રત્યા, અને સંજ્વલન ક્રોધાદિમાંથી ૩ ક્રોધાદિ આદિ શબ્દથી ૩ માન કે ૩ માયા કે ૩ લોભ. ક્રોધ માન-માયા
અને લોભ પરસ્પર વિરોધી હોવાથી એક સાથે ઉદયમાં હોતા નથી. પરંતુ ક્રોધનો ઉદય હોય તો જે ક્રોધનો ઉદય હોય તેની નીચેના તમામ ક્રોધનો સમાન જાતીય હોવાથી ઉદય થાય છે. જેમ કે અનંતાનુબંધિ ક્રોધનો ઉદય હોય તો તેની નીચેના અપ્રત્યાખ્યાનાવરણાદિ ત્રણે ક્રોધનો ઉદય હોય છે. એ પ્રમાણે અનંતાનુબંધિ ક્રોધનો ઉદય ન હોય અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધનો ઉદય હોય તો તેની નીચેના પ્રત્યાખ્યાનાવરણાદિ બંને પ્રકારના ક્રોધનો ઉદય હોય છે. એ પ્રમાણે અન્યત્ર તેમજ માન માયા અને લોભ માટે પણ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org