________________
સત્તાપ્રકરણ
૧૭૧
હવે આ જ “બંધસ્થાનકોના કાલપ્રમાણ કહેવાય છે, ત્યાં રરના બંધસ્થાનકનો કાલને આશ્રયીને ૩ ભાંગા થાય છે, તે આ પ્રમાણે કહે છે... - અભવ્યને આ બંધ અનાદિ અપર્યવસિત (અનંત) કાલ છે, ભવ્યને અનાદિ સપર્યવસિત = (સાત) કાલ છે. સમ્યકત્વથી પડેલાંને સાદિ સાંત કાલ છે, અને તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલ પરાવર્ત પ્રમાણ કાલ છે. (કારણ કે સમ્યકત્વથી પડી મિથ્યાત્વે ગયેલા આત્માઓ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદગલપરાવર્ત જેટલો કાલ જ મિથ્યાત્વે રહે છે, ત્યારબાદ અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરે છે.
૨૧નું બંધસ્થાનક સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે, ત્યાં સાસ્વાદનનો જેટલો કાલ હોય તેટલો જ કાલ જાણવો, અને તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા છે. અને ૧૭ના બંધસ્થાનકનો કાલ ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ હોય છે. કારણ કે ૩૩ સાગરોપમ અનુત્તરવિમાનને વિષે આયુષ્ય છે, ત્યાંથી ચ્યવી અહીં (મનુષ્યમાં) આવીને જ્યાં સુધી દેશવિરતિ અથવા સર્વવિરતિ ન પ્રાપ્ત કરે ત્યાં સુધી ૧૭નો જ બંધ થાય છે, તેથી કંઇક અધિક કહ્યું છે, જઘન્યથી તો અંતર્મુહૂર્ત જ છે. ૧૩ અને ૯ના બંધસ્થાનકનો ઉત્કૃષ્ટ કાલ દેશોન પૂર્વકોટી વર્ષ છે, કારણ કે ૧૩નો બંધ દેશવિરતિ ગુણસ્થાનકે અને ૯નો બંધ સર્વવિરતિ ગુણસ્થાનકે હોય છે, અને દેશવિરતિ સર્વવિરતિનો પણ ઉત્કૃષ્ટ કાલ દેશોન પૂર્વકોટી વર્ષ છે. જઘન્યથી તે બંનેનો કાલ અંતર્મુહૂર્ત છે. બાકીના પ આદિ બંધસ્થાનકને વિષે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ અને જઘન્યથી સમય માત્ર છે. અને તેની ભાવના આ પ્રમાણે છે.... ઉપશમશ્રેણિમાં પનો બંધ શરૂ કરીને બીજે સમયે કોઇ કાલ કરીને દેવલોકમાં જાય, અને ત્યાં ગયેલો અવિરત થાય છે, અને અવિરતપણામાં ૧૭નો બંધ કરે. તેથી એક સમય છે એ પ્રમાણે ૪ આદિના બંધ વિષે પણ ભાવવું. તે પ્રમાણે મોહનીયકર્મના બંધસ્થાનકો કહ્યાં. (યંત્ર નંબર - ૩૧ જુઓ)
મોહનીયકર્મના ૯ ઉદયસ્થાનકો :- હવે ઉદયસ્થાનકો કહે છે મોહનીયના ૧૨૯૯ ઉદયસ્થાનકો છે, તે આ પ્રમાણે ૧-૨-૪-પ-૬-૭-૮-૯ અને ૧૦ છે. ત્યાં સંજ્વલન કષાયમાંથી કોઇપણ એકના ઉદયે ૧નું ઉદયસ્થાનક, ૩ વેદમાંથી એક વેદનો ઉદય ભળે ત્યારે ૨નું ઉદયસ્થાનક, હાસ્ય-રતિનું યુગલ ઉદયમાં વધે એટલે ૪નું ઉદયસ્થાનક, તેમાં ભય મેળવતાં પનું ઉદયસ્થાનક, તેમાં જુગુપ્સા મેળવતાં ૬નું ઉદયસ્થાનક, તેમાં જ પ્રત્યાખ્યાનાવરણ - ૪ કષાયમાંથી કોઇ એકનો ઉદય થતાં ૭નું ઉદયસ્થાનક, તેમાંજ અપ્રત્યાખ્યાનાવરણ -૪ કષાયમાંથી કોઇ એકનો ઉદય થતાં ૮નું ઉદયસ્થાનક, તેમાં જ અનંતાનુબંધીના ૪ કષાયમાંથી કોઇ એકનો ઉદય થતાં ૯નું ઉદયસ્થાનક, તેમાં જ મિથ્યાત્વ ઉમેરવાથી ૧૦નું ઉદયસ્થાનક થાય છે.
પ્રકારો :- ૧૩°ત્યાં ૨ આદિના ઉદયસ્થાનકથી ૧૦ના ઉદયસ્થાનક સુધી દરેક ક્રોધ-માન-માયા અને લોભ કષાયોદયવાળા પામે છે, તેથી ૪ પ્રકારે થાય છે. અને તે જ પ્રકારના દરેકને એક એક વેદ પામે છે, તેથી ૩ વેદના વશથી ૧૨ પ્રકાર થાય છે. અને તે ૧૨ પ્રકારે થયો છતો ના ઉદય રહિત બાકીના (૪ થી૧૦) ઉદયસ્થાનકોને દરેક એક એક યુગલથી પામે છે, તેથી યુગલ સાથે ગુણવાથી ડબલ થાય છે, તેથી બેના ઉદયસ્થાનકે ૧૨ જ ભાંગા, અને બાકીના (૪ થી૧૦) ઉદયસ્થાનકને વિષે દરેકના ૨૪ ભાંગા થાય છે. (યંત્ર નંબર-૩૨ જુઓ)
ઇતિ મોહનીય કર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનો સમાપ્ત
૧૨૫ “સૂMyવવોડો, નવ રે સત્તરે તેત્તીસા | રાવણે મંતિ, ટિતિસે મુહુરંતો'' || ૨ ૨ || ૧૨૬ દેશે ઉણા કહેવાનું કારણ વિરતિ પરિણામ જમ્યા પછી ૮ વર્ષની ઉંમર થયા બાદ જ થાય છે. પૂર્વકોટી વર્ષ સુધીના સંખ્યાત વર્ષના આયુવાળાને જ
વિરતિ પરિણામ થાય છે. પૂર્વકોટી વરસથી અધિક આયુવાળા અસંખ્યાત વરસના આયુવાળા કહેવાય છે અને તેને વિરતિ પરિણામ હોતા જ નથી,
એટલે દેશોન પૂર્વકટીવર્ષ પ્રમાણ કાળ ઉપરના બે બંધસ્થાનકનો કહ્યો છે. ૧૨૭ ઉપશમશ્રેણિમાં મરણ પામનારા જીવ આશ્રયી જ એક સમય કાળ સંભવે છે. જો મરણ ન પામે તો અને ક્ષપકશ્રેણિમાં અંતર્મુહૂર્ત કાળ જ સંભવે છે. ૧૨૮ “હુવડણનુત્તર કાવસ યમદુ મોદસ્ત / સંતાવે રીસરફુમતુતિ સાવ વિટ્ટી ૪'' || ૨૩ / ૧૨૯ ઉપશમશ્રેણિમાંથી પડતાં ઉપરોક્ત ઉદય થાય છે. પહેલા સંજ્વલન ૪માંથી કોઇપણ એક કષાયનો, ત્યારબાદ એકવદનો, ત્યારબાદ યુગલનાં અને
ત્યારબાદ ભય અને જુગુપ્સા આદિનો ઉદય થાય છે. ત્રણનો ઉદય થતો નથી, એટલે ૩નું ઉદયસ્થાન નથી. એક સમયે એક જીવને ઉપર પ્રમાણો ઉદય
હોય છે. ૧૩૦ “સુનાડુ સંતુલા, સામેવા વિદાતેડા વારસા વેવસા, મહુI Tળ ગુનો ના'' || ૨૪ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org