________________
સત્તાપ્રકરણ
૧૬૫
તથા ૬ પ્રકૃતિરૂપ બંધસ્થાનકનો ઉત્કૃષ્ટ નિરંતર બંધકાલ ૧૩૨ સાગરોપમ હોય છે, કારણ કે મિશ્ર વડે અંતરિત *ક્ષયોપશમ સમ્યકત્વનો તેટલો અવસ્થાન કાલ છે. તેટલો કાલ ગયા પછી કોઇ ક્ષપકશ્રેણિ પર આરોહણ કરે છે, વળી કોઇ મિથ્યાત્વે જાય છે. મિથ્યાત્વ પામે ત્યારે અવશ્ય ૯નો બંધ કરે છે. ૬ના બંધનો જઘન્ય કાલ અંતર્મુહૂર્ત છે.
ચારના બંધસ્થાનનો જઘન્યથી બંધકાલ એક સમય, અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે. ત્યાં ઉપશમશ્રેણિને આશ્રયીને અપૂર્વકરણના ૨જા ભાગના પ્રથમ સમયે ૪નો બંધ કરીને પછીના સમયે કોઇ કાલ કરી દેવગતિમાં જાય ત્યારે અવિરત થાય છે, અને અવિરતપણામાં ૬નો બંધ કરે છે. એ અપેક્ષાએ ૪ના બંધસ્થાનકનો જઘન્ય કાલ એક સમય છે. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત બંધકાળ છે, કારણ કે અપૂર્વકરણના બીજા ભાગથી શરૂ કરીને સૂક્ષ્મપરાયના અંત સુધીનો કાલ અંતર્મુહુર્ત પ્રમાણ છે.
૩ સત્તાસ્થાનકોનો કાલ :- તથા દર્શનાવરણનું ૯ પ્રકૃતિરૂપ સત્તાસ્થાન કાલને આશ્રયીને અનાદિ અનંત અને અનાદિ સાંત એમ બે પ્રકારે છે. અનાદિ અનંત અભવ્ય જીવોને આશ્રયીને, કારણ કે ક્યારેય પણ વિચ્છેદ થતો નથી. અનાદિ સાંત ભવ્યજીવોને, કાલાન્તરે વિચ્છેદ થતો હોવાથી. સાદિ સાંત તો હોય જ નહીં, કારણ કે ૯ના સત્તાસ્થાનનો વિચ્છેદ (થીણદ્વિત્રિકનો ક્ષય થાય ત્યારે) ક્ષપકશ્રેણિમાં થાય છે, અને ત્યાંથી પ્રતિપાત = પડવું થતું નથી. (કે જેથી ૬થી ૮ની સત્તાએ જાય.) ૬ પ્રકૃતિનું સત્તાસ્થાન જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. ૪ પ્રકૃતિનું સત્તાસ્થાન એક સમય પ્રમાણ. છે. કારણ કે ૪નું સત્તાસ્થાન ૧રમાના ચરમ સમયે જ હોય છે.).
૧દર્શનાવરણીયના બે ઉદયસ્થાનકો :- દર્શનાવરણના બે ઉદયસ્થાનક છે તે આ પ્રમાણે ૪ અને ૫ છે, ત્યાં દર્શનાવરણ ચતુષ્કનો જ ફક્ત ઉદય હોય ત્યારે ૪ પ્રકૃતિનું ઉદયસ્થાનક, અને જ્યારે કોઇપણ એક નિદ્રાનો ઉદય હોય ત્યારે ૫ પ્રકૃતિનું સત્તાસ્થાન અને તે બન્ને પણ ઉદયસ્થાનકો “ક્ષીણમોહ ગુણસ્થાનક (ના દ્વિચરમ સમય) સુધી જાણવું. કારણ કે અંત્ય સમયે ૪નું ઉદયસ્થાન હોય છે. આ પ્રમાણે ૪ પ્રકૃતિનું અથવા નિદ્રા સાથે પાંચના સમૂહરૂપ ઉદયસ્થાન એક કાળે એક જીવ આશ્રયી કહેલ છે.
જ્યારે સામાન્યથી વિચારતાં (અનેક જીવ આશ્રયી) ઉદયસ્થાનકો પ્રમત્ત ગુણસ્થાનક સુધી ૯ પ્રકૃતિઓ ઉદય હોય છે. ત્યાર પછી થીણદ્વિત્રિકનો ઉદય નહિ હોવાથી ૬નો ઉદય હોય છે. અને તે ક્ષીણમોહના ઉપાજ્ય સમય સુધી હોય છે અને ત્યાં નિદ્રા - પ્રચલાનો વિચ્છેદ થવાથી અંત્ય સમયે ૪નો ઉદય હોય છે. (યંત્ર નંબર ૨૭ જુઓ)
(-: અથ દર્શનાવરણીયના બંધ-ઉદય-સત્તાના ૧૩ ભાંગા :-)
હવે બંધ-ઉદય-સત્તાસ્થાનોના પરસ્પર સંવેધ કહે છે....... (૧) ૯નો બંધ, ૪નો ઉદય, ૯ની સત્તા, આ વિકલ્પ નિદ્રાના ઉદયના અભાવે જાણવો. નિદ્રાનો ઉદય હોય ત્યારે (૨) ૯નો બંધ, પનો ઉદય, ૯ની સત્તા એ વિકલ્પ હોય છે આ બન્ને પણ ભાંગા મિથ્યાદૃષ્ટિ - સાસ્વાદન ગુણસ્થાનક સુધી હોય છે. (૩) તથા ૬નો બંધ, ૪નો ઉદય, ૯ની સત્તા અથવા (૪) ૬નો બંધ, પનો ઉદય, ૯ની સત્તા, આ બન્ને પણ વિકલ્પ મિશ્ર ગુણસ્થાનકથી શરૂ કરીને અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી જાણવાં. (૫) તથા ૪નો બંધ, ૪નો ઉદય, ૯ની સત્તા, અથવા (૬) ૪નો બંધ, પનો ઉદય, ૯ની સત્તા, આ બન્ને ઉપશમશ્રેણિમાં અપૂર્વકરણના બીજા ભાગથી શરૂ કરીને સૂક્ષ્મસંપાયના અંત્ય સમય સુધી હોય છે , ૧૧૨ ક્ષયોપશમ સમ્યકત્વનો ૬૬ સાગરોપમ પ્રમાણ કાળ છે. કોઇ તેટલો કાળ તે સમ્યકત્વે રહી એ તર્મુહૂર્ત મિશ્રે જઇ ફરી ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી
શકે છે અને ફરી ૬૬ સાગરોપમ તે સમ્યકત્વ અવસ્થામાં રહે છે. ત્યાર બાદ કાંતો ક્ષપકશ્રેણિ માંડે છે, અગર તો મિથ્યાત્વે જાય છે. ૧૧૩ કારણ કે ક્ષપકશ્રેણિમાં ૯મે ગુણઠાણે થીણદ્વિત્રિકની સત્તા વિચ્છેદ થાય છે, ત્યાંથી ૧૨માં ગુણ સ્થાનકના દ્વિચરમ સમય પર્યત ૬ની સત્તા હોય છે,
તેનો સમુદિતકાળ પણ અંતર્મુહૂર્ત જ છે. ક્ષપકશ્રેણિમાં કોઇપણ આત્માનું મરણ થતું નહિ હોવાથી ૬ની સત્તાનો અંતર્મુહૂર્તથી ઓછો કાળ જ નથી, જઘન્ય - ઉત્કૃષ્ટ સરખો જ કાળ છે.
"दसण सनिबदसणउदओ समयं तु होइ जा खीणो । जाव पमत्तो नवण्ह उदओ छसु चउसु जा खीणो" ।। १२ ।। ૧૧૫ અહીં નિદ્રાના ઉદય સાથે પનું ઉદયસ્થાન આચાર્ય મહારાજે કર્મસ્તવના અભિપ્રાયથી કહેલ છે. સત્કર્મગ્રંથ આદિ ગ્રંથકારના અભિપ્રાય તો
ક્ષપકશ્રેણિમાં અને ક્ષીણમોહે ચલુ દર્શનાવરણીય આદિ ૪ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે, પણ નિદ્રા સાથે પાંચનું નહીં. સત્કર્મગ્રંથમાં કહ્યું છે કે, “
નિકુરાસ રમો / વીવને પરિવM |'' ક્ષપકશ્રેણિમાં વર્તમાન અને ક્ષીણ મોહી જીવને છોડીને અન્ય જીવોને નિદ્રાનો ઉદય હોય છે. ૧૧૬ "चउ पण उदओ बंधेसु तिसुवि अब्बंधगेवि उवसते । नब सत्त अट्टेवं उइण्ण संताई चउ खीणे" ।। १३ ।।
"खवगे सुहुर्ममि चउ बंधगमि अबंधगमि खीणम्मि । छस्संतं चउरूदओ पंचण्हवि केइ इच्छंति"।। १४ ।।
૧૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org