________________
૧૯૬૨
કર્મપ્રકૃતિ ભાગ - ૩
ગુણસ્થાનકે હોય છે. કારણ કે તિર્યંચાયુનો બંધ થયા પછી કોઈક નારક મિત્રે કે સમ્યકત્વે જવાનો સંભવ છે. (૫) - અથવા નરકાયુનો ઉદય મનુષ્યાયુ નરકાયુની સત્તા, આ વિકલ્પ પણ ૧થી૪ ગુણસ્થાનકે હોય છે. કારણ કે મનુષ્યાયનો બંધ થયા પછી મિશ્ર પણ સંક્રમ હોય છે.
દેવાયુના ૫ ભાંગા - એ પ્રમાણે દેવોના પણ ૫ વિકલ્પો વિચારવા. વિશેષ એ છે કે નરકાયુના સ્થાને દેવાયુનું ઉચ્ચારણ કરવું.
તિર્યંચાયુના નવ ભાંગા :- આયુષ્ય બંધ પહેલાની અવસ્થામાં :- (૧) - પરભવના આયુના બંધકાલ પૂર્વે તિર્યંચાયુનો ઉદ્દય, તિર્યંચાયુની સત્તા એ વિકલ્પ પ્રથમના ૫ ગુણસ્થાનકે હોય છે, કારણ કે તિર્યંચોને બાકીના ગુણસ્થાનકનો અસંભવ હોય છે. બંધકાલે - (૨) – પરભવાયુના બંધકાલે નરકાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, નારક - તિર્યંચાયુની સત્તા, એ વિકલ્પ મિથ્યાષ્ટિને જ હોય છે, કારણ કે બીજા (ગુણસ્થાનકે) નરકાયુનો અબંધપણું હોય છે. (૩)- અથવા તિર્યંચાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ - તિર્યંચાયુની સત્તા, એ વિકલ્પ મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદન એ બે ગુણસ્થાનકે હોય છે. (કારણ કે તિર્યંચાયુનો બંધ - પ્રથમ બે જ ગુણસ્થાનકે હોય છે.) (૪) - અથવા મનુષ્યાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, મનુષ્ય - તિર્યંચાયુની સત્તા, આ વિલ્પ પણ મિથ્યાષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. કારણ કે તિર્યંચને મનુષ્યાયુષ્યનો બંધ પહેલા ૨ જ ગુણસ્થાને હોય છે અને અવિરતિ સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિ તિર્યંચને દેવાયુનો જ બંધ સંભવે છે. (૫) - અથવા દેવાયુન બંધ, તિર્યંચાયુન ઉદય, દેવ - તિર્યંચાયુની સત્તા, આ વિકલ્પ મિશ્ર સિવાયના પ્રથમના ૫ ગુણસ્થાનકે હોય છે, કારણ કે મિશ્ર આયુના બંધનો અભાવ હોવાથી તેનો ત્યાગ કર્યો છે. પરભવના આયુનો બંધ થઇ રહ્યા બાદ :- (૬) - તિર્યંચાયુન ઉદય, નરક - તિર્યંચાયુની સત્તા, આ વિકલ્પ ૧થી૫ ગુણસ્થાનકે હોય છે, કારણ કે નરકાયુનો બંધ થયા પછી મિશ્ર - સમ્યકત્વાદિ ગુણસ્થાનકે જવાનો સંભવ હોય છે. (૭) - અથવા તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ - તિર્યંચાયુની સત્તા, (૮) - અથવા તિર્યંચાયુનો ઉદય, મનુષ્ય - તિર્યંચાયુની સત્તા, (૯) - અથવા તિર્યવાયુનો ઉદય, દેવ-તિર્યંચાયુની સત્તા, એ ત્રણે પણ વિકલ્પ ૧થી૫ ગુણસ્થાનકે હોય છે. (કારણ કે કોઇપણ આયુનો બંધ કર્યા પછી તિર્યંચ સમ્યકત્વાદિ પ્રાપ્ત કરી શકે છે.) તે પ્રમાણે તિર્યંચના સર્વ મલીને ૯ વિલ્પો થાય છે.
મનુષ્યના નવ ભાંગા :- મનુષ્યોને પણ એ પ્રમાણે નવ વિકલ્પો થાય છે. આયુષ્ય બંધ પહેલાની અવસ્થામાં :- (૧) - ત્યાં મનુષ્યાયનો ઉદય, મનુષ્યાયની સત્તા, એ વિકલ્પ અયોગી કેવલી ગુણસ્થાનક સુધી હોય છે. (કારણ કે મનુષ્ય - ૧૪ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે.) પરભવાયુના બંધ કાલે :- (૨) - નરકાયુનો બંધ, મનુષ્યાયનો ઉદય, નારક - મનુષાયુની સત્તા, એ વિકલ્પ મિથ્યાષ્ટિને હોય છે, કારણ કે અન્યત્ર નરકાયુનો બંધ થતો નથી. (૩) - તિર્યંચાયુનો બંધ, મનુષ્યાયુનો ઉદય તિર્યંચ - મનુષાયુની સત્તા, એ વિકલ્પ મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. (કારણ કે તિર્યંચાયુનો બંધ પ્રથમના બે ગુણઠાણે હોય છે.) (૪) - મનુષ્યાયનો બંધ, મનુષ્યાયનો ઉદય, મનુષ્ય-મનુષ્યાયની સત્તા, એ વિકલ્પ મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. (કારણ કે મનુષ્યને મનુષ્યાયનો બંધ પહેલા બે ગુણઠાણે થાય છે.) (૫) - દેવાયુનો બંધ, મનુષ્પાયુનો ઉદય, દેવ-મનુષ્ઠાયુની સત્તા, એ વિલ્પ અપ્રમત્ત ગુણસ્થાનક સુધી હોય છે. (કારણ કે દેવાયુનો બંધ ૩જા સિવાય ૭મા સુધી થાય છે.) પરભવાયુનો બંધ થયા બાદ – (૬) - મનુષ્યાયનો ઉદય નરક - મનુષ્યાયુની સત્તા, (૭) - મનુષ્યાયનો ઉદય, તિર્યંચ મનુષ્યની સત્તા, (૮)- મનુષ્પાયુનો ઉદય, મનુષ્ય - મનુષ્યની સત્તા, એ ત્રણે પણ વિકલ્પ અપ્રમત્ત ગુણસ્થાનક સુધી હોય છે. કારણ કે નરક – તિર્યંચ - મનુષ્યાયનો બંધ થયા પછી કોઇક જીવ સંયમ પણ પામે છે. (૯) - મનુષ્યાયન ઉદય, દેવ - મનુષાયુની સત્તા, આ વિકલ્પ ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી હોય છે. કારણ કે દેવાયું બંધ કર્યા પછી ઉપશમશ્રેણિ નો સંભવ છે. (યંત્ર નંબર ૨૬ જુઓ)
-: ઇતિ આયુષ્યના ૨૮ ભાંગા સમાપ્ત :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org