________________
સત્તાપ્રકરણ
૧૫૭
મોહનીયકર્મનો ઉદય હોય ત્યારે આઠ કર્મો ઉદય અને સત્તામાં હોય છે. કારણ કે તેનો (મોહનીયનો) ઉદય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી સર્વ પણ કર્મો ઉદય અને સત્તામાં હોય છે. જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાય એ ત્રણ કર્મો ઉદય હોય ત્યારે ૭ કે ૮ કર્મો સત્તા અને ઉદયમાં પ્રાપ્ત થાય છે. ત્યાં ૮નો ઉદય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી, અને સત્તા ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી હોય છે. ૭નો ઉદય ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી અથવા ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી હોય છે. ક્ષીણામોહ ગુણસ્થાનકે ૭નો ઉદય અને ૭ની સત્તા હોય છે.
વેદનીય - આયુ -નામ-ગોત્રનો ઉદય હોય ત્યારે ૮-૭ અથવા ૪ ઉદય અને સત્તામાં પ્રાપ્ત થાય છે. ત્યાં ૮નો ઉદય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી, અને સત્તાને આશ્રયી ૧૧મા ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી હોય છે. ૭નો ઉદય ઉપશાંતમહ અથવા ક્ષીણમોહ ગુણસ્થાનકે હોય છે. સત્તાને આશ્રયીને ક્ષીણમોહ ગુણસ્થાનકે હોય છે. ૪નો ઉદય અને સત્તા ૧૩માં અને ૧૪માં ગુણસ્થાનકે હોય છે. એ પ્રમાણે ઉદય અને સત્તાનો સંવેધ કહ્યો. હવે ક્યાં કર્મની સત્તા સાથે કેટલા કર્મનો ઉદય અને સત્તા હોય છે તે કહે છે.
ત્યાં મોહનીય કર્મની સત્તા જ્યાં સુધી હોય ત્યાં સુધીમાં ઉદય ૮ અથવા ૭ કર્મોનો હોય છે. ત્યાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી ૮નો ઉદય અને ૭નો ઉદય ઉપશાંતમોહ ગુણસ્થાનકે હોય છે. સત્તા તો આઠે કર્મોની હોય છે. કારણ કે મોહનીયકર્મની સત્તા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી બીજા સર્વ કર્મો સત્તામાં અવશ્ય હોય છે.
જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાયની સત્તા હોય ત્યારે ૭ અથવા ૮નો ઉદય હોય છે. ત્યાં ૮નો ઉદય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી, ૭નો ઉદય ઉપશાંતમોહ અથવા ક્ષીણમોહ ગુણસ્થાનકે હોય છે. સત્તા પણ ૮ અથવા ૭ની હોય છે. ૮ની સત્તા ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી અને ૭ની સત્તા ક્ષીણમોહ ગુણસ્થાનકે હોય છે.
વેદનીય - આયુ - નામ અને ગોત્રની સત્તા હોય ત્યારે ૭-૮ અથવા ૪ સત્તા ઉદયમાં હોય છે. ત્યાં ૭ અને ૮ની સત્તા - ઉદય પૂર્વની જેમ જાણવું. ૪નો ઉદય અને સત્તા ૧૩મે અને ૧૪મે ગુણસ્થાનકે હોય છે. એ પ્રમાણે સત્તાને વિષે ઉદય-સત્તા સાથે સંવેધ હ્યાં. હવે ઉદયનો બંધ સાથે સંવેધ કહે છે.
મોહનીયકર્મનો જ્યારે ઉદય હોય ત્યારે ૬-૭ અથવા ૮નો બંધ કરે છે. ત્યાં ૮નો બંધ આયુના બંધકાલે, આયુના બંધકાલના અભાવમાં ૭નો બંધ હોય છે, અને તે અનિવૃત્તિબાદ૨ ગુણસ્થાનક સુધી હોય છે, ૬નો બંધ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે હોય છે. મોહનીય વિના બાકીના ૭ કર્મોનો ઉદય હોય ત્યારે ૧-૬-૭ અને ૮ કર્મ બાંધે છે. ત્યાં ૬-૭-૮ની ભાવના પૂર્વની જેમ જાણવી. જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાયનો ઉદય ઉપશાંતમોહ કે ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી હોય છે. વેદનીય - આયુ - નામ - ગોત્રનો ઉદય હોય ત્યારે સયોગી કેવલી સુધી એ સાતવેદનીયનો બંધ હોય છે. તે પ્રમાણે ઉદયનો બંધ સાથે સંવેધ હ્યો છે. હવે બંધનો ઉદય સાથે સંવેધકહે છે,
૬-૭ અને ૮નો બંધ હોય ત્યારે મોહનીયનો ઉદય હોય છે. કારણ કે ૮નો બંધ (મિશ્રવિના) અપ્રમત્ત ગુણસ્થાનક સુધી, ૭નો બંધ અનિવૃત્તિબાદર ગુણસ્થાનક સુધી, ૬નો બંધ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે હોય છે, અને મોહનીયનો ઉદય અવશ્ય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે, તથા બાકીના સાતકર્મોનો ઉદય હોય ત્યારે ૮-૭-૬ અને ૧નો બંધ હોય છે. તે આ પ્રમાણે કહે છે.... જ્ઞાનાવરણ - દર્શનાવરણ અને અંતરાયકર્મનો ઉદય ક્ષીણમાહ સુધી, વેદનીય - આયુ - નામ અને ગોત્રકર્મનો ઉદય અયોગી કેવલી સુધી હોય છે. અને ૧નો બંધ ઉપશાંતમહાદિમાં હોય છે, તેથી બાકીના કર્મોના ઉદય ૭-૮-૬-૧ના બંધમાં હોય છે. એ પ્રમાણે બંધના ઉદય સાથે સંવેધ હ્યાં. હવે સત્તાના બંધ સાથે સંવેધ કહે છે.
(૮ કર્મમાંથી કોઇપણ) એક કર્મની સત્તા હોય ત્યારે ૧-૬-૭ કે ૮ એ ચારમાંથી કોઇપણ એકનો બંધ કરે છે. (તાત્પર્ય એ કે કોઇપણ એક કર્મની સત્તા છતાં કયું બંધસ્થાન હોય તેવો વિચાર કરીએ ત્યારે કહી શકાય કે એક એક કર્મની સત્તા છતાં ૧-૬-૭ અને ૮ એ ચારે પ્રકારનો બંધ સંભવે છે. તે આ પ્રમાણે - )
મોહનીયની સત્તા ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી હોય છે. બાકીના ઘાતિકર્મ (જ્ઞાવદઅંત)ની ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી હોય છે. ચાર અઘાતિકર્મ (વદ0-આયુ-નામ-ગોત્ર)ની અયોગી કેવલી સુધી હોય છે. ૮-૭-૬ અને ૧નો
८८ बंधइ छ सत्त अट्ट य मोहुदए सेसायाण एक्कं च । पत्तेयं सतेहि बंधइ एगंछ सत्तट्ट ।। ४ ।। १०० सत्तट्ट छ बंधेसुं उदओ अट्टण्ह होइ पयडीणं । सत्तण्ह चउण्हं वा उदओ सायस्स बंधमि ।। ५ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org