________________
૧૪૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩
સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય સિવાયની બીજી પ્રકૃતિની સત્તાનો નાશ થયા પછી ફરી તેઓની સત્તાનો અસંભવ છે. તથા અવક્તવ્ય સત્તાકર્મ નથી, કારણ કે મોહનીયની સર્વ ઉત્તપ્રકૃતિઓ વિચ્છેદ થયા પછી ફરી સત્તાનો અસંભવ છે.
નામકર્મના ૧૨ સત્તાસ્થાનકો :- ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૯-૭૮-૭૬-૭૫-૯ અને ૮ છે.
ત્યાં સર્વ પ્રકૃતિ સમુદાય રૂ૫ ૯૩નું. તે જ તીર્થંકરનામ રહિત ૯૨નું, ૯૩માંથી આહારક ચતુષ્ક રહિત ૮૯નું, ૯૨માંથી આહારક ચતુષ્ક વિના ૮૮નું, આ પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે.
આ ચાર સત્તાસ્થાનકમાંથી નામકર્મની ૧૩ પ્રકૃતિ ક્ષય થાય ત્યારે ૮૦-૭૯-૭૬ અને ૭પનું બીજું સત્તાસ્થાન ચતુષ્ક થાય છે.
તથા ૮૮માંથી દેવદ્ધિક અથવા નરકદ્ધિકની ઉવલના થાય ત્યારે ૮૬નું તેમાંથી પણ દેવદ્ધિક સહિત અથવા નરકદ્ધિક સહિત વૈક્રિયચતુષ્કની ઉવલના થાય ત્યારે ૮૦નું, તેમાંથી પણ મનુષ્યદ્ધિકની ઉવલના થાય ત્યારે ૭૮નું. આ ૩ સત્તાસ્થાનકોને અધ્રુવસંજ્ઞા (પ્રાચીન ગ્રંથોમાં) કહી છે.
તથા અયોગી અવસ્થાના અંત્ય સમયે તીર્થકર ભગવંત ને ૯ પ્રકૃતિનું અને અતીર્થકર = સામાન્ય કેવલીને ૮ પ્રકૃતિનું સત્તાસ્થાનક હોય છે.
અહીં ૧૦ અવસ્થિત સત્તાકર્મ છે. કારણ કે ૯-૮નું સત્તાસ્થાનનો એક સમયનો જ કાળ હોવાથી અવસ્થિતરૂપે નથી.
અલ્પતર સત્તાસ્થાનો ૧૦ છે :- તે આ પ્રમાણે કહે છે. પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કથી બીજા સત્તાસ્થાન ચતુષ્ક જતાં-૪ અલ્પતર, બીજા ચતુષ્કથી (અયોગીના ચરમ સમયે) ૯ અને ૮ ના સત્તાસ્થાનકે જતાં ૨ અલ્પતર, પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક સંબંધી જે ચોથું સત્તાસ્થાન (૮૮) થી પ્રથમ અધ્રુવસંજ્ઞાવાળા ૮૬ના સત્તાસ્થાને જતાં, ત્યાંથી પણ ત્રીજા અધ્રુવ સત્તાસ્થાને (૭૮) જતાં બે અલ્પતર, ૯૩ અને ૯૨ માંથી આહારકચતુષ્કની ઉર્વલના થાય ત્યારે ૮૦ અને ૮૮ના સત્તાસ્થાનકે જતાં બે અલ્પતર થાય છે. તે પ્રમાણે સર્વસંખ્યા ૧૦ અલ્પતર સત્તાસ્થાન થાય છે.
ભૂયસ્કાર સત્તાસ્થાનક ૬ છે - તે આ પ્રમાણે કહે છે. ૭૮ના સત્તાસ્થાનેથી મનુષ્યદ્ધિક બાંધીને ૮૦ ના સત્તાસ્થાનકે જતાં પહેલો ભૂયસ્કાર, ત્યાંથી નરકદ્ધિક અથવા દેવદ્ધિક સહિત વૈક્રિયચતુષ્ક બાંધે ૮૬ના સત્તાસ્થાનકે જતાં બીજો ભયસ્કાર, ત્યાંથી પણ દેવદ્ધિક અથવા નરકદ્રિક બાંધી ૮૮ના સત્તાસ્થાનકે જતાં ત્રીજો ભૂયસ્કાર. ત્યાંથી પણ તીર્થકર નામ કર્મ બાંધી ૮૯ના સત્તાસ્થાનકે જતાં ૪થો ભૂયસ્કાર થાય છે. ૮૮ના સત્તાસ્થાનકેથી આહારકચતુષ્ક બાંધી ૯૨ના સત્તાસ્થાનકે જતાં પામો ભૂયસ્કાર. ત્યાંથી પણ (૯૨થી) તીર્થકર નામ બાંધી અથવા ૮૯થી આહારક ચતુષ્ક બાંધી અથવા ૮૮ સત્તાસ્થાનકેથી યુગપદ્ આહારક ચતુષ્ક અને જિનનામ બાંધી ૯૩ના સત્તાસ્થાનકે જતાં ૬ઠ્ઠો ભૂયસ્કાર. આ પ્રમાણે છ ભૂયસ્કાર થાય છે. બાકીના સત્તાસ્થાનેથી બીજા મોટા સત્તાસ્થાને જવાનો અસંભવ હોવાથી અન્ય ભૂયસ્કાર થતાં નથી.
તથા નામકર્મની સર્વ ઉત્તપ્રકૃતિઓની સત્તા નષ્ટ થયા પછી ફરી સત્તાનો અસંભવ હોવાથી અવક્તવ્ય સ્થાન હોતું
નથી.
તે પ્રમાણે દરેક જ્ઞાનાવરણીય આદી ઉત્તર પ્રવૃતિઓના સત્તાસ્થાનોમાં ભૂયસ્કારાદિ કહ્યાં. (યંત્ર નંબર - ૨૩ જૂઓ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org