________________
સત્તાપ્રકરણ
૧૪૭
તથા વેદનીયના બે અને એક પ્રકૃતિરૂપ એમ બે સત્તાસ્થાનક છે. તેમાં અયોગી ગુણસ્થાનકના કિચરમસમય સુધી બે પ્રકૃતિરૂપ, અને અંત્ય સમયે એક પ્રકૃતિરૂપ સત્તાસ્થાનક છે. અહીં એક પ્રકૃતિના સત્તાસ્થાનકથી બે પ્રકૃતિના સત્તાસ્થાનકે જતા નહી હોવાથી ભૂયસ્કાર ઘટતો નથી. (બે પ્રકૃતિના સત્તાસ્થાનકથી) એક પ્રકૃતિના સત્તાસ્થાને જતો હોવાથી એક અલ્પતર હોય છે. બે પ્રકૃતિરૂપ અવસ્થિત છે. એક પ્રકૃત્યાત્મક સત્તાસ્થાન માત્ર એક સમય જ હોવાથી અવસ્થિતરૂપે ઘટતું નથી.
ગોત્ર અને આયુના બે બે સત્તાસ્થાનકો છે.... તે આ પ્રમાણે બે અને એક, ત્યાં બે ગોત્ર પ્રકૃતિનું એક બીજામાં જવા આવવાનું હોવાથી એનું, અને જ્યારે તેઉવાઉના ભવમાં જઇ ઉચ્ચગોત્ર ઉવેલી નાખે ત્યારે નીચગોત્રરૂપ એક જ સત્તાસ્થાનક હોય છે. અથવા અયોગી ગુણસ્થાનકના દ્વિચરમ સમયે નીચગોત્રનો ક્ષય થાય ત્યારે એક ઉચ્ચગોત્રની સત્તા(છેલ્લે સમયે) હોય છે. આયુષ્યનો જ્યાં સુધી પરભવઆયુ બંધ ન થાય ત્યાં સુધી એકની સત્તા અને પરભવ આયુ બંધ થાય, એટલે બે ની સત્તા હોય છે. ત્યાં ગોત્રકર્મના બે પ્રકૃત્યામક રૂપ એક ભૂયસ્કાર થાય છે. જ્યારે ઉચ્ચગોત્રની ઉદ્ધલના થાય ત્યારે નીચગોત્રની સત્તાવાળો થયો છતો ફરીથી જ્યારે ઉચ્ચગોત્ર બાંધે ત્યારે જાણવો. એક પ્રકૃત્યાત્મક રૂપ એક અલ્પતર થાય છે. અને તે પણ ઉચ્ચગોત્રની ઉર્વલના થાય ત્યારે અથવા નીચગોત્રનો ક્ષય થાય ત્યારે હોય છે. બે અવસ્થિત સત્તાકર્મ છે. કારણ કે બન્ને પણ પ્રકૃતિ ચિરકાળ પર્યત સંભવે છે. વિશેષ એ કે ઉચ્ચગોત્રની ઉવલના થયા બાદ એકલા નીચગોત્રની સત્તા ચિરકાળ પર્યત સંભવે છે, પણ ઉચ્ચગોત્રની સત્તા નહીં, કારણ કે તેનો બીજે સમયે જ ક્ષય થાય છે. આયુષ્યનો પણ બે પ્રકૃતિની સત્તારૂપ એક ભૂયસ્કાર થાય છે, અને તે પરભવનું આયુ બાંધે ત્યારે થાય છે. એક પ્રકૃતિરૂપ એક અલ્પતર સત્તાકર્મ હોય છે, અને તે અનુભૂયમાન ભવના આયુની સત્તાનો નાશ થયા પછી પરભવના આયુનો ઉદય થાય ત્યારે હોય છે. અવસ્થિત સત્તાકર્મ બંને હોય છે, કારણ બને પણ સત્તાસ્થાનો ચિરકાલ (અમુક કાલ) સુધી હોય છે. અવક્તવ્ય સત્તાકર્મ હોતું નથી. કારણ કે બન્ને પણ પોત પોતાની ઉત્તરપ્રકૃતિ વિચ્છેદ થયા પછી તે સત્તામાં આવતું જ નથી.
દર્શનાવરણીયના ૩ સત્તાસ્થાનો છે. - ૯ - ૬ અને ૪ છે. ત્યાં ક્ષપકશ્રેણિને આશ્રયી અનિવૃત્તિ બાદ૨ સંપરાય ગુણસ્થાનકના સંખ્યાત ભાગ સુધી, અને ઉપશમશ્રેણિને આશ્રયી ઉપશાંતમો ગુણસ્થાનક સુધી ૯ની સત્તા હોય છે. ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકના સંખ્યય ભાગ પછીથી આગળ ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમસમય સુધી ૬ની સત્તા, અને અંત્ય સમયે ૪ની સત્તા હોય છે. અહીં અલ્પતર બે છે. અને તે ૬-૪ નો છે. (૯થી - ૬ના અને ૬થી ૪ના સત્તાસ્થાને જતો હોવાથી). અવસ્થિત સત્તાકર્મ ૯ અને ૬ પ્રકૃત્યાત્મકનું છે. ચાર પ્રકૃતિરૂપ સત્તાસ્થાન એક સમય માત્ર હોવાથી તે અવસ્થિતપણે હોતું નથી. અહીં ભૂયસ્કાર અને અવક્તવ્ય ન હોય, કારણ કે ૪ પ્રકૃતિ આદિ વિચ્છેદ થયા પછી ફરી સત્તાનો અભાવ છે.
મોહનીયના ૧૫ સત્તાસ્થાનો - તે આ પ્રમાણે છે. ૨૮-૨૭-૨૬-૨૪-૨૩-૨૨-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨ અને ૧ છે. ત્યાં સર્વપ્રકૃતિનો સમુદાય તે ૨૮નું છે. તેમાંથી સમ્યકત્વની ઉલના થયે ૨૭નું, તેમાંથી મિશ્રની ઉવલના થયે ૨૬નું, અથવા અનાદિ મિથ્યાદષ્ટિને ૨૬નું ૨૮માંથી અનંતાનુબંધિ -૪નો ક્ષય થાય ત્યારે ૨૪નું, તેમાંથી મિથ્યાત્વનો ક્ષય થયે ૨૩નું, તેમાંથી મિશ્રનો ક્ષય થયે ૨૨નું, તેમાંથી સમ્યકત્વ ક્ષય થયે ૨૧નું, તેમાંથી(મધ્યમ) ૮કષાયનો ક્ષય થયે ૧૩નું, તેમાંથી નપુંસકવેદ ક્ષય થયે ૧૨નું, તેમાંથી પણ સ્ત્રીવેદ ક્ષય થયે ૧૧નું, તેમાંથી નોકષાય(હાસ્યાદિ) -૬નો ક્ષય થયે પનું, તેમાંથી પુરુષવેદની ક્ષય થયે ૪નું, તેમાંથી સંજ્વલન ક્રોધનો ક્ષય થયે ૩નું, તેમાંથી સંજ્વલન માનનો ક્ષય થયે ૨નું, તેમાંથી સંજ્વલન માયાનો ક્ષય થયે એકનું સત્તાસ્થાન હોય છે. અહીં ૧૫ અવસ્થિત સત્તાકર્મ છે, કારણ કે સર્વ પણ સત્તાસ્થાનો જઘન્યથી પણ અંતર્મુહૂર્ત સુધી અવસ્થાન = સ્થિરતાનો સંભવ છે. અલ્પતર ૧૪ છે. અને તે ૨૮ સિવાયના સર્વ પણ જાણવાં. તથા ૨૮ :. સત્તાસ્થાનરૂપ ભૂયસ્કાર સત્તાકર્મ એક જ છે, કારણ કે ૨૪ના સત્તાસ્થાનેથી અથવા ર૬ના સત્તાસ્થાનેથી ૨૮ના સત્તાસ્થાને સંક્રમણ (જવાનો સંભવ છે. બાકીના સત્તાસ્થાનો ભૂયસ્કારપણે પ્રાપ્ત નથી. કારણ કે અનંતાનુબંધિ કષાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org