________________
સત્તાપ્રકરણ
૧૧૯
| (-: અથ ઉત્તર પ્રવૃતિઓને વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-)
હવે ઉત્તર પ્રવૃતિઓમાં તે સ્થાનને વિષે તે ભૂયસ્કારાદિ કહે છે.-: -: અથ બીજા દર્શનાવરણીયકર્મના ત્રણ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-)
૩ બંધસ્થાનકો અને ૨ અલ્પતર :- ત્યાં દર્શનાવરણીય કર્મના ૩ બંધસ્થાનકો છે. ૯-૬ અને ૪ છે (૧) ત્યાં સર્વ પ્રકૃતિઓનો સમુદાય તે પ્રથમ ૯નું બંધસ્થાનક છે, અને તેનો બંધ પ્રથમના બે ગુણસ્થાનક સુધી હોય છે. (૨) તેથી આગળ થીણદ્વિત્રિકના બંધવિચ્છેદ થાય ત્યારે મિશ્ર આદિ ગુણસ્થાનકે ૬ પ્રકુતિઓને બાંધતા પ્રથમ સમયે પ્રથમ અલ્પતર. આ ૬નું બંધસ્થાનક અપૂર્વકરણના પ્રથમ ભાગ સુધી હોય છે. (૩) તેથી આગળ નિદ્રા-પ્રચલાનો બંધ વિચ્છેદ થાય, ત્યારે ૪
ધતા પ્રથમ સમયે બીજો અલ્પતર હોય છે. આ ૪ પ્રકૃતિઓ બંધસ્થાનક (૮માના બીજા ભાગથી) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અન્ય સમય સુધી હોય છે.
બે ભૂયસ્કાર બંધ :- (૧) ત્યાંથી (અર્થાત્ સૂક્ષ્મસંપરાયગુ0 થી) કોઈ જીવ પડીને (૮માના ૧લા ભાગે આવે ત્યારે) ૬ પ્રકૃતિઓ બાંધે ત્યારે પ્રથમ સમયે પ્રથમ ભૂયસ્કાર બંધ હોય છે. (૨) ત્યાંથી (અર્થાત્ ૩જા વિગેરે ગુણ થી) પડીને (૧લા અથવા રજા ગુણ આવીને જ્યારે) ૯ પ્રકૃતિઓ બાંધતા પ્રથમ સમયે બીજો ભૂયસ્કાર બંધ હોય છે.
ત્રણ અવસ્થિત બંધ :- અહીં ૯ પ્રકૃતિઓ આદિના ત્રણે પણ બંધસ્થાનકોની જેમ બીજા આદિ સમયે તે જ ૩ પ્રકૃતિઓ બાંધતા ૩ પ્રકારે અવસ્થિતબંધ છે. (૯-૬ અને ૪ નો છે.)
બે અવક્તવ્ય બંધ :- (૧) જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનક અવસ્થામાં દર્શનાવરણીય કર્મનો સર્વથા અબંધક થઇને અદ્ધાલયે (અર્થાત્ અંતર્મુહૂર્ત પૂર્ણ થયે) પડીને (૧૦માં ગુણ, આવી) ૪ પ્રકૃતિઓ બાંધે ત્યારે પ્રથમ સમયે ૪નો પ્રથમ અવક્તવ્યબંધ હોય છે. અહીં ભૂયસ્કાર આદિ લક્ષણ વડે કહેવાને માટે અશક્યપણું છે. તેથી બીજા આદિ સમયે અવસ્થિતબંધ હોય છે. (૨) જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનક અવસ્થામાંથી જ આયુષ્ય ક્ષય થતાં (કાલધર્મ પામીને) અર્થાત્ ૧૧માનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી સમયગૂન અંતર્મુહૂર્ત પૂર્ણ થયે છતે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં (૪થા ગુણઠાણે) પ્રથમ સમયે જ ૬ પ્રકૃતિઓ બાંધતા બીજો અવક્તવ્ય, બીજા આદિ સમયે તો અવસ્થિત. તે પ્રમાણે અહીં બે ભૂયસ્કારબંધ બે અલ્પતરબંધ, અવસ્થિતબંધ તો ગણનાથી ૬ થાય છે. પણ બંધસ્થાનકો ત્રણ જ હોવાથી તેના અર્થાત્ અવસ્થિતબંધનો ૩ જ ભેદ છે, અને અવક્તવ્યબંધ તો બે જ પ્રકારે રહેલ છે.(યંત્ર નંબર-૧૪ જુઓ)
ઇતિ બીજા દર્શનાવરણીય કર્મના ત્રણ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત
પંચસંગ્રહ પમાદ્વારની ગાથા ૧૫માં કહ્યું છે. “પટ્ટાના તિ રતટ્ટ, કંતાવરણનોદનામાનં1 સેનાનામવાયતંઘો સત્ય ટાળસમો ''અર્થ - દર્શ4 - મહo - અને નામકર્મની અનુક્રમે ૩-૧૦-૮ બંધસ્થાનકો છે, અને બાકીના ૫ કર્મમાં એક એક બંધસ્થાનક હોય છે. તથા અવસ્થિત બંધ સર્વત્ર બંધસ્થાનકની સમાન હોય છે. સર્વત્ર જેટલાં બંધસ્થાનક હોય તેટલાં જ અવસ્થિતબંધ હોય છે.
અહીં અવસ્થિતબંધ ત્રણ કહ્યાં છે. તેમાં ૯નો એક પ્રકારે, ૬નો ત્રણ પ્રકારે અને ૪નો બે પ્રકારે છે. તે નીચે પ્રમાણે જાણવું,
(૧) - ૯ નો અવસ્થિત એક પ્રકારે :- અભવ્ય જીવને અનાદિ કાળથી હોય છે, અથવા બીજો ભૂયસ્કા૨૯ પ્રતિઓન ૧લા કે ૨જા ગુણસ્થાનકે પ્રથમ સમર્થ થયા પછી ૨જા આદિ સમયથી ૯નો અવસ્થિતબંધ થાય તે સાદિ થઈ, અને તેનો ઉત્કૃષ્ટ કાલ અર્ધપુદગલ પરાવર્તન છે, કારણ કે ૧૧ મેથી પડેલ જીવ સંસારમાં ઉત્કૃષ્ટ તેટલો કાલ રહે છે.
(૨) - ૬નો અવસ્થિત ત્રણ પ્રકારે :- (૧) પ્રથમ ભૂયસ્કાર ૬ પ્રકૃતિનો ૮માના ૧લા ભાર્ગ પ્રથમ સમયે થયા પછી બીજા આદિ સમયથી ૬ પ્રકૃતિઓ બાંધે, તે જો દન અવસ્થિતબંધ પ્રથમ પ્રકારે થયો. (૨) પ્રથમ અલ્પતર ૬નો ૩જા આદિ ગુણઠાણે પ્રથમ સમર્થ થયા પછી બીજા આદિ સમયથી પણ ઇનો જ બંધ કરે ત્યારે બીજા ૬નો અવસ્થિતિબંધ બીજા પ્રકારે થર્યા. (૩) ૧૧માં ગુણઠાણ સર્વથા અબંધક થઈ ભવક્ષયે કાલધર્મ પામી અનુત્તર વિંમાનમાં જઈ ૪થા ગુણાઠા પ્રથમ સમયે દન અવકતવ્ય બંધ થયા પછી બીજાદિ સમયથી દનો જ બંધ કરે ત્યારે બીજો ૬નો અવસ્થિતબંધ ત્રીજા પ્રકારે થાય, દન અવસ્થિત ત્રણ પ્રકારે થર્યા તે ઉત્કૃષ્ટ કાલ ૧૩૨ સાગપમ + ૫ મનુષ્યના ભવ અધિક થાય છે, કારણ કે ત્રીજા ગુણસ્થાનકના મિશ્રદષ્ટિ સહિત સમ્યકત્વનો ઉત્કૃષ્ટ કાલ ૧૩૨ સાગરપમ અધિક હોવાથી,
૪નો અવસ્થિતબંધ બે પ્રકારે :- (૧) બીજો અલ્પતર૪ પ્રકૃતિઓનો ૮માના ૨જા ભાર્ગ પ્રથમ સમયે થયા પછી બીજાદિ સમયથી સૂક્ષ્મસં૫રાયના અન્ય સમય સુધી ૪નો અવસ્થિતબંધ પ્રથમ પ્રકારે થાય. (૨) જ્યારે ૧૧માં ગુણઠાથી અદ્ધાલયે પડી ૧૦માં ગુણસ્થાનકે આવી ૪નો અવક્તવ્યબંધ પ્રથમ સમયે થયા પછી બીજાદિ સમયથી ૪નો અવસ્થિતબંધ પડતાં પડતાં ૮માના ૨જા ભાગના અન્ય સમય સુધી હોય છે. ૪નો અવસ્થિત બે પ્રકારે થર્યા તેન ઉત્કૃષ્ટ કાલ ૩ અંતર્મુહૂર્ણ = ૧મોટું અંતર્મુહૂર્ણ થાય છે. For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International