________________
૧૧૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩
ટીકાર્ય :- આ ભૂયસ્કાર આદિ ચારનું લક્ષણ કહે છે.
(૧) ભૂયસ્કાર :- અલ્પ પ્રકૃતિ આદિના બંધાદિ પછી એકાદિ અધિક પ્રકૃતિ આદિના બંધાદિ સંભવે તે પ્રથમ ભૂયસ્કાર કહેવાય છે.
(૨) અલ્પતર :- ઘણી પ્રકૃતિ આદિનો બંધ આદિ પછી એકાદિ ઓછાના બંધાદિ સંભવે તે બીજો અલ્પતર કહેવાય
| (૩) અવસ્થિત :- જેટલો પ્રથમ સમયે બંધાદિ થાય તેટલો જ દ્વિતીયાદિ સમયે પ્રવર્તે તે ત્રીજો અવસ્થિત કહેવાય છે.
(૪) અવક્તવ્ય :- જ્યારે સર્વથા જ અબંધક આદિ થઇને ફરી પણ બંધાદિ શરૂ થાય ત્યારે તે ચોથો અવક્તવ્ય કહેવાય છે. ભૂયસ્કાર વગેરે શબ્દથી કહેવું ત્યાં શક્ય નથી તેથી અવક્તવ્ય કહેવાય છે.
અહીં પ્રકૃતિ બંધ - ઉદય - ઉદીરણા અને સત્તાને આશ્રયીને ભૂયસ્કારાદિ સ્વરૂપ પંચસંગ્રહને અનુસાર કહે છે. (-: અથ મૂલ પ્રકૃતિઓના ૪ બંધસ્થાનકોમાં ભૂયકારાદિનું સ્વરૂપ :-) ત્યાં મૂલપ્રકૃતિઓના ૪ બંધસ્થાનકો છે. ૧- ૬ - ૭ અને ૮નું છે. ત્યાં એક પ્રકૃતિ (સાતા) વેદનીયને બાંધતા એકનો બંધ અને તે ઉપશાંતમહાદિ ગુણસ્થાનકે હોય છે. છ પ્રકૃતિને બાંધે તે છનો બંધ, અને તે સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે હોય છે.
સાત પ્રકૃતિઓનો બંધ કરતો હોય ત્યારે સાતનો બંધ અને તે મિશ્ર અપૂર્વકરણ - અનિવૃત્તિ બાદ સંપરાય ગુણસ્થાનકે હંમેશા હોય છે. અને બાકીના ગુણસ્થાનકવર્તિ જીવોને આયુષ્યનો બંધ થતો ન હોય ત્યારે ૭નો બંધ સંભવે છે.
આઠ પ્રકૃતિઓનો બંધ કરતો હોય ત્યારે આઠનો બંધ, અને તે મિશ્ર વર્જિત મિથ્યાદષ્ટિ આદિ અપ્રમત્તસંયd ગુણસ્થાનક સુધીના જીવને આયુષ્ય બંધકાલે જાણવું.
અહીં ત્રણ ભૂયસ્કાર છે, તે આ પ્રમાણે કહે છે. ૧ ઉપશાંતમોહ ગુણસ્થાનકે એક પ્રકૃતિ બાંધીને ત્યાંથી પડીને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૬ પ્રકૃતિઓ બાંધતા પ્રથમ સમયે ભૂયસ્કાર, બાકીના કાલે અવસ્થિત બંધ હોય છે. આ પ્રથમ ભૂયસ્કાર થયો કહેવાય.
૨. ત્યાંથી અર્થાતુ (૧૦માથી) પડેલાને અનિવૃત્તિ બાદ સંપરાય ગુણસ્થાનકે ૭ બાંધતાં પ્રથમ સમયે બીજો ભૂયસ્કાર, બાકીના કાલે અવસ્થિત બંધ હોય છે.
- ૩ સાત બાંધીને પ્રમત્તાદિ ગુણસ્થાનકે (આયુષ્ય સહિત) આઠ બાંધતાં પ્રથમ સમયે ત્રીજો ભૂયસ્કાર કહેવાય, બાકીના કાલે અવસ્થિત.
તથા ત્રણ અલ્પતર :- તે આ પ્રમાણે છે. (૧) ૮ બાંધીને ૭ બાંધતા પ્રથમ સમયે અલ્પતર, બાકીના કાલે તો અવસ્થિત, આ પ્રથમ અલ્પતર કહેવાય.
(૨) જ્યારે સાત પ્રકૃતિ બાંધીને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ગયેલો છ પ્રકૃતિ બાંધે ત્યારે પ્રથમ સમયે બીજો અલ્પતર બાકીના કાલે અવસ્થિત હોય છે.
(૩) જ્યારે છ પ્રકૃતિ બાંધીને ““ઉપશાંત મોહ અથવા ક્ષીણમોહ ગુણસ્થાનકે જઈને એક પ્રકૃતિ બાંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજો અલ્પતર, બાકીના કાલે અવસ્થિત હોય છે.
તે પ્રમાણે મૂલપ્રકૃતિ બંધસ્થાનક વિષે ૩ ભૂયસ્કાર, ૩ અલ્પતર, ૪ અવસ્થિતબંધ છે. ચારે પણ બંધસ્થાનકોને વિષે અવસ્થિતનું (અર્થાત્ અમુક કાળ પર્યત નિરન્તર બંધાય) પ્રાપ્તપણું હોવાથી, આ પ્રમાણે સિદ્ધ થાય છે. ૫૩ પંચ૦ - ભા.૧, પાંચમહારની ગાથા-૧૩ “ાછા મૂનિયા યંઘટ્ટા રતિ વત્તરિ'' = મૂળકર્મના એક અને છ આદિ ત્રણ કુલ ચાર બંધસ્થાનકો છે.
(હવે આગળ દરેક જગ્યાએ પાંચમા દ્વારની ગાથા સમજવી) ૫૪ ૧૨-૧૩મે ગુણસ્થાનકે ૧ વેદનીયનો બંધક છે પરતું ત્યાંથી પતિત થવાનો અભાવ છે, માટે અવશ્ય પતિત થવાના સ્વભાવવાળું ૧૧મું ગુણસ્થાનક કહ્યું
છે, અને ૧૨-૧૩મું કહ્યું નથી. ૫૫ ઉપશમશ્રેણિવંત જીવને ૧નો અભ્યતર બંધ ૧૧મે ગુણસ્થાનકે જ અને ક્ષપકશ્રેણિવંતને ૧૨મા ગુણસ્થાનકે જ હોય. ૧૩મે ગુણસ્થાનકે જો કે ૧નો બંધ
છે, પરંતુ તેને અલ્પતરન કહેવાય, પણ અવસ્થિત કહેવાય, કારણ કે ૧૦મે ૬નો બંધ કરી તૂજ ૧૩માં ગુણસ્થાનકે કોઈપણ જીવ આવી શકતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org