________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
દરેક સમય સમય પ્રમાણ સ્થિતિ ક્ષય પામે છે. તે કારણથી દરેક સમયે સ્થિતિ વિશેષો = સ્થિતિ ભેદો (ભિન્ન - ભિન્ન સ્થિતિ) પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે કહે છે....
८०
એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા નીચેનો પ્રથમ સમય વ્યતીત થયે (અર્થાત્ પ્રથમ ઉદય સમય ભોગવીને દૂર થાય) ૧ સમયહીન થાય, બીજો સમય પસાર થાય એટલે બે સમયહીન, ત્રીજો સમય પસાર થાય એટલે ૩ સમયહીન થાય છે, અને અંતર્મુહૂર્ત કાલ વડે તે સ્થિતિખંડને ખંડે છે, = વિનાશ પમાડે છે. તેથી અંતર્મુહૂર્ત સુધી એટલા સમય સમય હાનિ વિશેષ પ્રાપ્ત થાય છે. તે કારણથી કહેલ સ્થિતિખંડ પ્રમાણ સ્થિતિ એકી સાથે જ ત્રુટેલી હોવાથી અંતર્મુહૂર્તથી આગળ નિરન્તર સ્થિતિસ્થાનો પ્રાપ્ત થતા નથી. તેથી ફરી પણ પલ્યોપમના અસંખ્યેયભાગ પ્રમાણ બીજુ સ્થિતિ ખંડ અંતર્મુહૂત્ત કાલ વડે ખંડે છે. ત્યાં પણ દરેક સમયે નીચે સમય સમય માત્ર સ્થિતિ ક્ષયની અપેક્ષાએ નિરન્તર સ્થિતિસ્થાનો પૂર્વની જેમ પ્રાપ્ત થાય છે. અને બીજુ સ્થિતિખંડ નાશ થાય ત્યારે ફરી પણ પલ્યોપમના અસંખ્યેયભાગમાત્ર સ્થિતિ એકી સાથે જ ત્રુટે છે. તેથી ફરી પણ અંતર્મુહૂર્તથી આગળ નિરન્તર સ્થિતિસ્થાનો પ્રાપ્ત થતા નથી.
૨૨
એ પ્રમાણે નિરન્તર અને સાન્તર સ્થિતિસ્થાનોનો પ્રાપ્તિ ક્રમ ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી એક આવલિકા બાકી રહે. અને તે બાકી રહેલ આવલિકા ઉદયવતી પ્રકૃતિની અનુભવ વડે અને અનુદયવતી પ્રકૃતિની સ્તિબુક સંક્રમથી દરેક સમયે ક્ષય પામે છે. યાવત્ તેનું છેલ્લુ સ્થિતિસ્થાનક આવે. તે કારણથી ૨૩આવલિકા સમય પ્રમાણ સ્થિતિસ્થાનો નિરન્તર પ્રાપ્ત થાય છે. (ચિત્ર નંબર - ૧ જુઓ)
૨૨
૨૩
ઇતિ સ્થિતિભેદ પ્રરૂપણા સમાપ્ત ઇતિ ૨જી સ્થિતિસત્તા સમાપ્ત
-: અથ ત્રીજી - અનુભાગસત્તા :
संकमसममणुभागे, णवरि जहन्नं तु देसघाईनं । ઇન્નોવસાયવપ્ન, પાટ્ટામિ તેસહર || ૨૦ || मणनाणे दुट्टाणं, देसहरं सामिगो य सम्मत्ते । બાવરાવ ધસોલસા, વિદેિવેસુ ચ સાંતે ।। ૨૨ ।।
ગાથાર્થ :- અનુભાગના સંક્રમ તુલ્ય અનુભાગની સત્તા સમજવી. માત્ર હાસ્યાદિ રહિત દેશઘાતિ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ એક સ્થાનક સમજવો. ।। ૨૧ ।। (અનુસંધાન પેઇજ નંબર-૮૪માં)
संक्रमसममनुभागे, नवरं जघन्यं तु देशघातिनीनाम् । વળોવષાવનિતાનામ્,
Jain Education International
સ્થાનીયે ફેશહરમ્ || ૨૦ ||
मनोज्ञाने द्विस्थानम्, देशहरं स्वामिकश्च सम्यक्त्वे । આવરવિઘ્ન ષોડશ, વિટ્ટિવેવેષુ ચ સ્વાત્તે ।।૨૨।।
ધારો કે એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિસત્તા ૧૦૦૦૦ સમય છે. પલ્યોપમના સંખ્યયભાગ પ્રમાણ સ્થિતિખંડ ૧૦૦ સમયનો છે. એને ઉકેરતાં ૧૦ સમય લાગે છે. એને ઉકેરવાની પ્રક્રિયાના પ્રથમસમયે સ્થિતિસત્તા ૯૯૯૯ સમયની હશે, બીજા સમયે ૯૯૯૮ સમયની, ત્રીજા સમયે ૯૯૯૭ સમયની એમ ૧૦ મા સમયે ૯૯૯૦ સમયની હશે, કારણ કે નીચેથી ૧-૧ સમય હીન હીન થતો જાય છે ૧૧ મ । સમયે નીચેથી ૧ સમય જશે. અને ઉપરથી એકી સાથે ૧૦૦ સમય ચાલી ગયા હોવાથી ૯૮૮૯ સમયની સ્થિતિસત્તા હશે, પણ ૯૯૮૯ સમયની નહીં. એટલે જણાય છે કે ૧૦૦૦૦ સમયની સત્તા થયા બાદ ૯૯૯૯ થી ૯૯૯૦ સુધીના ૧૦ (અંતર્મુહૂર્ત ના સમયપ્રમાણ) સ્થિતિસ્થાનો નિરંતર મળે છે. પછી વચ્ચે અંતર પડી જાય છે... પાછા ૯૮૮૦ ૧૦ સ્થાનો નિરંતર મળ્યા બાદ પાછું અંતર પડશે.. એમ યાવત્ ચરમ આવલિકા સુધી જાણ વું. અહીં અંતર્મુહૂર્ત માટે ૧૦ની જે કલ્પના દેખાડી એ સર્વત્ર નિયત રહે છે એવો નિશ્ચય આના પરથી ન કરવો.
અહીં અયોગી ગુણસ્થાનકે સત્તાવાળી પ્રકૃતિઓના અયોગી ગુણસ્થાનકના કાળ પ્રમાણ છેલ્લા સ્થિ તિસ્થાનો અયોગી ગુણસ્થાને નિરંતર પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ ટીકામાં તેની વિવક્ષા કરી નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org