________________
સત્તાપ્રકરણ
- : અથ ૨જી સાધાદિ પ્રરૂપણા :
૨જી સાદિ-અનાદિ પ્રરૂપણા ને વિષે બે પ્રકાર છે. મૂલપ્રકૃતિ વિષયગત અને ઉત્તપ્રકૃતિ વિષયગત. ત્યાં પ્રથમ મૂલપ્રકૃતિ વિષયની સાદિ-અનાદિ પ્રરૂપણા કહેવાની ઇચ્છાવાળા કહે છે. મૂલપ્રકૃતિની સ્થિતિસત્તા અજઘન્ય -૩ પ્રકારે છે. તે આ પ્રમાણે.... અનાદિ - ધ્રુવ અને અધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે - મૂલપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા પોત પોતાના ક્ષયના અન્ને એક સમયમાત્ર સ્થિતિ બાકી રહે ત્યારે હોય છે, અને તે સાદિ અધ્રુવ છે. અને તેથી બીજે સર્વ અજઘન્ય સ્થિતિસત્તા, અને તે હંમેશા હોવાથી અનાદિ છે, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. (અર્થાત્ અભવ્ય-ભવ્ય અપેક્ષાએ) ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા તો પર્યાયથી થતી હોવાથી (અર્થાત્ ઉત્કૃષ્ટ અને અનુકુખનું વારંવાર પરિવર્તન થવાથી) સાદિ અધવપણે બે પ્રકારે જ છે, એમ અર્થથી વિચારવું. તે પ્રમાણે મૂલ પ્રકૃતિઓની સાદિ અનાદિ પ્રરૂપણા કરી.. ઉત્તર પ્રકતિઓની સાદ્યાદિ પ્રરૂપણા કરવાની ઇચ્છાવાળા કહે છે. ““ઉદ્ધા '' ઈત્યાદિ અહીં પ્રથમા વિભક્તિ
ર્થમાં છે. તેથી પ્રથમ અનંતાનુબંધિ-૪ કષાયોની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ - અનાદિ - ધ્રુવ - અધ્રુવ એમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે - આ કર્મની સ્થિતિસત્તા પોતાના ક્ષયના ઉપાજ્ય સમયે સ્વરૂપ અપેક્ષાએ એક સમય માત્ર સ્થિતિ છે. અન્યથા કર્મપણાની સામાન્ય અપેક્ષાએ બે સમય પ્રમાણ છે, અને તે (૧ કે ૨ સમયપણું હોવાથી) સાદિ - અધ્રુવ છે, તે સિવાય બીજે સર્વ અજઘન્ય. તે પણ ઉવલના થયા પછી ફરી બંધ કરે તે સાદિ, તે સ્થાન નહિ પામેલાને (અર્થાત્ ઉવલના સ્થાને ન પામેલાને) અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ હોય છે. '
તથા જિનનામ અને ઉવલના યોગ્ય ૨૩ પ્રકૃતિઓ + ૪ આયુષ્ય સિવાય બાકીની ૧૨૬ ધ્રુવસત્તા પ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિસત્તા અનાદિ – ધ્રુવ - અધ્રુવ ૩ પ્રકારે છે - તે આ પ્રમાણે કહે છે.... આ પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા પોત પોતાના ક્ષયના અન્ને ઉદયવતી પ્રકૃતિઓની એક સમયમાત્ર સ્થિતિરૂપ છે. અને અનુદયવતી પ્રવૃતિઓની સ્વરૂપથી એક સમયમાત્ર સ્થિતિવાળું છે, પણ સ્તિબુક સંક્રમથી પામેલ પરરૂપને અનુસરનાર કર્મત્વ સામાન્યની અપેક્ષાએ બે સમયમાત્ર છે, અને તે સાદિ અધ્રુવ છે. તે પછી બીજે સર્વ અજઘન્ય, અને તે હંમેશા હોવાથી અનાદિ. (કારણકે જ્યાં સુધી જઘન્ય સત્તા ન થાય ત્યાં સુધી તેનો સદ્ભાવ છે.) ધ્રુવ - અધ્રુવપણું પૂર્વની જૈમ (અર્થાત્ ધ્રુવ અભવ્યને અને અધ્રુવ ભવ્યને).
““મનુત્તમુવત'' એટલે કહેલી ૧૩૦ ધ્રુવસત્તાક પ્રકૃતિઓના નહિ કહેલ વિકલ્પો ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ જઘન્ય તથા જિનનામ અને ઉવલના યોગ્ય દેવદ્વિક, મનુષ્યદ્રિક, નરકદ્ધિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, ઉચ્ચગોત્ર, સમ્યકત્વ અને મિશ્રરૂપ એ ૨૩ પ્રકૃતિઓ અને ૪ આયુષ્ય એમ ૨૮ અધ્રુવસત્તાક પ્રકૃતિઓના જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ, અનુષ્ટરૂપ એ ચારે વિકલ્પો સાદિ અધ્રુવ બે પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે - કહેલી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સ્થિતિ સત્તા પર્યાય વડે અનેક વાર થાય છે. તેથી તે બન્ને વિકલ્પો સાદિ અધ્રુવ એમ બે પ્રકારે છે. અને જઘન્ય તો પૂર્વે જ કહ્યાં છે. અને અધ્રુવપણું હોવાથી જિનનામ આદિના ચારે પણ વિકલ્પો સાદિ અધ્રુવ જાણવાં. (યંત્ર નંબર ૭ જુઓ) .
ઇતિ સાધાદિ પ્રરૂપણા સમાપ્ત
-: અથ ૩જી સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા સ્વામિત્વ પ્રરૂપણા :-)
जेट्टठिई बंधसमं, जेठं बंधोदया उ जासिं सह । अणुदयबंधपराणं, समऊणा जट्टिई जेठं ।। १७ ।। ज्येष्ठस्थितिबन्धसम, ज्येष्ठं बंधोदयात् तु यासां सह । अनुदयबंधपराणां, समयोना यत्स्थितियेष्ठम् ।। १७ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org