SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ એમ એક-એક સમય અધિક કરતાં યાવત્ બાર સમય અધિક દસહજાર સમય પ્રમાણ નવો સ્થિતિબંધ થાય ત્યાં સુધી દસહજારમા સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરી તેના દલિકોનો તેની ઉપરના એક-એક સમય અધિક કરતાં યાવત્ દસ હજાર નવ સમય સુધીના આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના દસ હજાર દસથી દસહજાર બાર સુધીના ત્રણ સ્થિતિસ્થાનોમાં જ નિક્ષેપ થાય છે એટલે અતીત્થાપનારૂપ આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી માત્ર અતીત્થાપના વધે છે, પરંતુ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ તેટલી જ રહે છે અને અતીત્થાપનારૂપ આવલિકા પૂર્ણ થયા બાદ જેમ જેમ નવો સ્થિતિબંધ વધે છે તેમ તેમ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ વધે છે પણ અતીત્થાપના તેટલી જ રહે છે. તેથી તેર સમયાધિક દસહજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે પૂર્વબદ્ધ સત્તાગત દસહજારમા સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરી તેની ઉપરના નવ સમયો છોડી દસ હજાર દસથી દસહજાર તેર સુધીના ચાર સ્થિતિસ્થાનોમાં, ચૌદ સમયાધિક દસ હજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે દસહજાર દસથી દસહજાર ચૌદ સુધીના પાંચ સ્થિતિસ્થાનોમાં અને પંદર સમયાધિક દસહજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે દસહજાર દસથી દસહજાર પંદર સુધીના છે સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. એમ એક એક સમય અધિક કરતાં યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યાં સુધી માત્ર નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓજ વધે છે પરંતુ અતીત્થાપના તેટલી જ રહે છે. તેથી વ્યાઘાત ઉદ્વર્તનામાં જે જે સ્થિતિસ્થાનની ઉદ્વર્તન થાય તે તે સ્થિતિસ્થાનના દલિકોનો તેની ઉપરના એક આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી બધ્યમાન લતાના ચરમ સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અર્થાત્ તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવાના યોગ્યતાવાળાં કરે છે. (-: સ્થિતિ ઉદ્વર્તનાના પદાર્થોનું અલ્પબદુત્વ :-) વ્યાઘાત ઉદ્વર્તનામાં જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના બને આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવાથી તે બન્ને આગળ બતાવતા પદાર્થોની અલ્પ અને પરસ્પર સમાન છે. તે થકી આવલિકારૂપ અતીત્થાપના અસંખ્યાતગુણ છે. તેનાથી ઉત્કૃષ્ટ અતીત્થાપના ઉત્કૃષ્ટ એબાધારૂપ હોવાથી સંખ્યાતગુણ (અસંખ્યાતગુણ) છે. તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ સમયાધિક આવલિકા સહિત ઉત્કૃષ્ટ અબાધા ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે, અને તે થકી સંપૂર્ણ કર્મસ્થિતિ વિશેષાધિક છે. કારણ કે તેમાં સમયાધિક આવલિકા સહિત અબાધા પણ આવી જાય છે. તેથી સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ છે. ઉપર (અસંખ્યાતગુણ) લખવાનું કારણ નીચે પ્રમાણે છે. કેટલાકના મતે અબાધામાં રહેલ દલિકોનો અબાધાની ઉપરની સ્થિતિમાં નિક્ષેપ થતો ન હોવાથી તેને ઉત્કૃષ્ટ અતીત્થાપનારૂપ લીધેલ છે. બાકી ઉત્કૃષ્ટ નિક્ષેપ જે બતાવેલ છે તે વખતે પણ અતીત્થાપના ૧ આવલિકા છે. તેમજ નિર્ભાધાતભાવી ઉદ્વર્તનામાં સામાન્યથી ૧ આવલિકા પ્રમાણ અતીત્થાપના છે. અને યાવત્ અબાધામાં પણ રહેલ દલિકોનો અબાધાની ઉપર નિક્ષેપ નથી પરંતુ અબાધાની અંદર નિક્ષેપ છે. ત્યાં પણ અતીત્થાપના ૧ આવલિકા છે, અને વ્યાઘાતભાવી ઉદ્વર્તનામાં પણ ઉત્કૃષ્ટ અતીત્થાપના ૧ આવલિકા છે. તેથી આવા અસંઈ ભાગ પ્રમાણ જઘન્ય અતીત્થાપના કરતાં ન આવલિકારૂપ અતીત્થાપના અસંખ્યગુણ અને તેના કરતાં ઉત્કૃષ્ટ અબાધારૂપ ઉત્કૃષ્ટ અતીત્થાપના સંખ્યયગુણ જે કહ્યું છે, તેમાં કોઈ જાતનો વિરોધ નથી. પરંતુ અહીં કર્મપ્રકૃતિ અને પંચસંગ્રહની ટીકાના આધારે જઘન્ય અતીત્થાપના (આવ અસંતુ ભાગ) કરતાં ઉત્કૃષ્ટ અતીત્થાપના (અબાધારૂપ) અસંખ્ય ગુણ લખ્યું છે. જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના આ બન્ને આવલિકાનો અસંખ્યયભાગ છે. અને બન્ને પરસ્પર તુલ્ય છે. તે પછીનું પદ એક આવલિકા સમય લો તો તે અસંખ્યયગુણ છે અને પછી ઉત્કૃષ્ટ અબાધા સ્થાન સંખ્યાતગુણ છે. પરંતુ આવલિકા સ્થાન કાઢી નાખવાથી આવલિકા અસંઈ ભાગ કરતાં ઉત્કૃષ્ટ અબાધા અસંખ્ય ગુણ થવામાં કશો વાંધો નથી. કુલ એક પદ ઓછું થશે. આ ચૂર્ણાકારના મતે અબાધાના દલિકો ઉદ્વર્તન થઇને અબાધા ઉપર જાય છે. તેથી નવી બંધાતી સ્થિતિની સમયાધિક આવલિકા ન્યૂન અબાધા ઉત્કૃષ્ટ અતીત્થાપના પડે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy