________________
ઉદ્દવર્તન અને અપવર્તનાકરણ
૧૭
તેથી આ પ્રમાણે ઉદયાવલિકાના ઉપરના સમયમાત્ર સ્થિતિસ્થાનની અપવર્તનાને આશ્રયીને જે પ્રમાણે કહ્યું તે સમયાધિક આવલિકાનો ૧/૩ ભાગમાં નિક્ષેપ પ્રાપ્ત થાય છે. તે સર્વ જઘન્ય નિક્ષેપ છે. અને સર્વ ઉપરિતન (સર્વાન્તિમ) સમયના સ્થિતિસ્થાનને આશ્રયીને જે પ્રમાણે કહ્યો તે ઉત્કૃષ્ટ નિક્ષેપ થાય છે.(ચિત્ર નંબર-જુઓ)
ઇતિ નિર્બાઘાભાવે સ્થિતિ અપવર્નના સમાપ્ત. (~: અથ વ્યાઘાતભાવે સ્થિતિ - અપવર્નના :-)
वाघाए समऊणं, कंडगमुक्कस्सिया अइत्थवणा । डायठिई किंचूणा, ठिइकंडुक्कस्सगपमाणं ।। ६ ।। व्याघाते समयोनं, कण्डकमुत्कृष्टाऽतीत्थापना ।
ડાયસ્થિતિઃ વિશ્ચકૂના, ચિતિઃ qોદવાનામ્ | ૬ | ગાથાર્થ :- સ્થિતિઘાતરૂપ વ્યાઘાત થયે છતે સમયોન કંડક પ્રમાણ ઉત્કૃષ્ટ અતીત્થાપના થાય છે. અને કંડકનું ઉત્કૃષ્ટ પ્રમાણ દેશોન ડાયસ્થિતિ તુલ્ય છે.
ટીકાર્થ :- આ નિર્વાઘાતમાં અપવર્નના વિધિ કહી. હવે વ્યાઘાતમાં થતી અપવર્ણનાની વિધિ કહે છે.
અહીં વ્યાઘાત તે સ્થિતિઘાત જાણવો અને પંચસંગ્રહ ઉદ્.કરણની ૧૪મી ગાથામાં કહ્યું છે. “ક્ષિાનો પ્રત્ય રોડ વાયાગો '' અહીં વ્યાઘાત એટલે સ્થિતિઘાત કહેવાય છે. તે સ્થિતિઘાત કરાતે છતે સમયોન કંડક માત્ર ઉત્કૃષ્ટ અતીત્થાપના કરે છે. સર્વ ઉપરની સમયરૂપ સ્થિતિસ્થાનને અપવર્તે છતે અપવર્તમાન સમય સહિત નીચેથી એક કંડક પ્રમાણ સમયોન અતિક્રમાય છે. તેથી તે અપવર્તમાન સમય બાદ કરતાં સમય હીન કંડક પ્રમાણ જ અતીસ્થાપના પ્રાપ્ત થાય છે. કંડકનું પ્રમાણ કેવી રીતે છે ?તો
જે સ્થિતિથી શરૂ કરીને તે જ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કૂદીને કરે છે. ત્યાંથી શરૂ કરીને સર્વ પણ સ્થિતિ ડાયસ્થિતિ એ પ્રમાણે કહેવાય છે. તે ડાયસ્થિતિથી કાંઇક ન્યૂન સ્થિતિ તે કંડકનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. પંચસંગ્રહની ટીકામાં તો આ પ્રમાણે કહ્યું છે.- “સા ડાચિતિર્થતઃ રિફૂના - વિકૂિનચિતિકના ” તે આ પ્રમાણે કહ્યું છે - પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય અંતઃકોડાકોડી
૧૭ અહીં બ્રિા પદને ડાયસ્થિતિને વિશેષણ તરીકે ગયું છે. એટલે કંઇક ન્યૂન ડાયસ્થિતિ કંડકનું ઉત્કૃષ્ટ પ્રમાણ કહ્યું છે. અને પંચસંગ્રહમાં ઉત્કૃષ્ટ
સ્થિતિના વિશેષણ તરીકે બતાવ્યું છે. એટલે ડાયસ્થિતિને કંઇક ન્યૂન કર્મસ્થિતિ પ્રમાણ એટલે કે અંતઃકોડાકોડી ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે કહ્યું છે, તત્ત્વ કેવલી ગમ્ય.
ડાયસ્થિતિ - ૩ પ્રકારે છે. (૧) અપવર્ણનાડાયસ્થિતિ, (૨) બદ્ધડાયસ્થિતિ અને (૩) ઉદ્વર્તનાડાયસ્થિતિ આ ત્રણમાંથી અહીં સામાન્યથી ડાયસ્થિતિ કહેલ છે. પણ અધ્યાહારથી બદ્ધાડાયસ્થિતિ જાણવી. એ ૩ ડાયસ્થિતિનું સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) અપનાડાયસ્થિતિ :- જે સ્થિતિસ્થાનથી ઉતરીને અપવર્ણના કરણ વડે (અનંતર સમયે) જે નીચેની સ્થિતિએ જાય તે નીચેના સ્થિતિસ્થાન સુધીની સ્થિતિઓનો સમુદાય તે અપવર્ષાનાડાયસ્થિતિ કહેવાય. જેમ કે ૧૦૦ થી ઉતરીને (અપવના વડે ૭૦થી ૧૦ સુધીની ૬૦ સ્થિતિઓ પામવા યોગ્ય હોય તેમાં જો) ૭૦મી પામે તો ૧૦૦ થી ૭૦ સુધીની ૩૦ સ્થિતિઓ અપનાડાયસ્થિતિ જાણવી. વસ્તુતઃ અપવર્તના ડાયસ્થિતિ સ્થિતિઘાત વખતે ઘણાં સેંકડો સાગર પ્રમાણ અથવા અંત:કો કોઇ સાગઠ ના અસંખ્યાતમાં ભાગ જેટલી જ હોય છે. (આ સંબંધ બંધનકરણની ૧૦મી ગાથામાં કહેવાઈ ગયો છે.).
(૨) બદ્ધડાયસ્થિતિ :- તથા જે સ્થિતિસ્થાનથી ઉપડીને વધુમાં વધુ જેટલો સ્થિતિબંધ અનંતર સમયમાં કરે ત્યાંથી માંડીને તે ઉo સ્થિતિબંધ સુધીની સ્થિતિઓનો સમુદાય તે બદ્ધડાયસ્થિતિ કહેવાય. તે વસ્તુતઃ અંતઃ કોd.કોડ સાગરોપમ ન્યૂન ૭૦ કોકો સાગરોપમ પ્રમાણ છે. (આ સંબંધ પણ બંધનકરણની ૧૦મી ગાથામાં કહ્યો છે.)
(૩) ઉદ્દવર્ણનાડાયસ્થિતિ :- તથા જે સ્થિતિસ્થાનથી ઉપડીને ઉદ્વર્તનાકરણ વડે અનંતર સમયે જેટલી સ્થિતિ અધિક કરે તે અધિક સ્થિતિ ઉદ્દવના ડાયસ્થિતિ કહેવાય. તે વસ્તુતઃ બદ્ધ ડાયસ્થિતિ પ્રમાણ છે. (આ ઉદ્વના ડાયસ્થિતિ તે બદ્ધ ડાયસ્થિતિ તુલ્ય હોવાથી ગ્રંથકારે ભિન્ન કહી નથી એમ સમજાય છે. તત્ત્વ કેવલિ ગમ્ય.
વળી આ પ્રકરણમાં વ્યાઘાતભાવી અપવર્ણનાનો જઘન્ય નિક્ષેપ વિષય અને ઉત્કૃષ્ટ નિક્ષેપ વિષય સ્પષ્ટપણે દર્શાવ્યો નથી. તેથી જે રીતે નિક્ષેપ સંભવે છે, તે પ્રમાણે કહેવાય છે. જ્યારે ઉદિત પ્રકૃતિની અપવર્નના પ્રવર્તે ત્યારે ઉદયાવલિકા સહિત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઓ જધ0 નિક્ષેપ વિષય (ચરમસ્થિતિ થાત કાળે) સંભવે છે, અને પલ્યોપમ અસંખ્યયભાગહીન સર્વ સ્થિતિ ઉત્કૃષ્ટ નિક્ષેપ વિષય વિશુદ્ધિવાળા જીવને પ્રથમ સ્થિતિઘાત વખતે સર્વોપરિતન સ્થિતિ અપવર્ણના આશ્રિત્ય સંભવે છે.
અને અનુદિત પ્રકૃતિની અપવર્નના પ્રવર્તે ત્યારે બન્ને નિક્ષેપ વિષય ઉદયાવલિકા હીન પૂર્વ કહેલ પ્રમાણે સંભવે, પુનઃ પ્રક્ષેપાતા પરમાણુઓ સ્વકીય પરલતાની અંદર અંતર્મહત્ત સુધીના વિભાગના ગુણશ્રેણિની પદ્ધતિએ પ્રોપાય છે, ને આગળ અનિયમિત સંખ્યામાં પ્રક્ષેપાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org