________________
ઉપશમનાકરણ
૩૩૫
परमपूज्य परमोपकारि प्रातः स्मरणीय पूज्यपाद बालब्रह्मचारी सर्वतंत्रस्वतंत्र शासनसम्राट् सूरिचक्रचक्रवर्ति जगद्गुरु तपागच्छाधिपति भट्टारकाचार्य महाराजाधिराज
श्री विजयनेमिसूरीश्वरभगवते नमः
श्री गुरुस्तुतिः
(भुजङ्गप्रयातम्) अहो योगदाता प्रभो क्षेमदाता, सदा नाथ एवासि निस्तारकस्त्वम् । सुसौभाग्यवान् बाल्यतो ब्रह्मचारी, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥१॥ न यामीह पारं गुरूणां गुणानां, कथं ते च गण्या विना शक्तियोगम् । तथापि स्तुतिभक्तिरागात्तवेयम्, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥२॥ त्वयाष्टाङ्गयोगः समाधिः सुलब्ध-स्तथाध्यात्मयोगादितोऽसाधि सिद्धिः । क्रियाज्ञानसद्धयानयोगैकनिष्ठे, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥ ३ ॥ तवासवरेशाश्च भक्ता अनेके, जगत्यां त्वया धर्मवीरत्वमुप्तम् महातीर्थसद्भक्तियोगं दधानं, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥४ ।। अहं निर्गुणः सद्गुणैः संभृतस्त्व-महं ज्ञानहीनोऽस्मि सज्ज्ञानवाँस्त्वम् । ममाभेददाविर्भवत्वार्यभक्तिः , स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥५॥ मयाऽकारि नो सेवना नाथ काचि-बचाधारि शिक्षा हृदि त्वत्प्रदत्ता । क्षमन्तां मम प्रार्थनैषा कृपालो, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥६॥ सनाथस्त्वयाऽद्यापि पर्यन्तमास- मनाथोऽद्य जज्ञेऽथ भाग्यैर्विहीनः । सदा नाथ याचे तवाङ्र्येकसेवां, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥७॥ अथ प्रेमतो बोधदाता न को मे, न वा नाथ मां कोऽपि संरक्षिताऽरे । दयालो त्वया दास एषोऽनुकम्प्यः, सदा स्वर्गतो देहि नाथाशिषो मे ॥८॥
रचियता विजयनन्दनसूरिः (भुसी छ) અહો યોગ ને ક્ષેમના આપનારા, તમે નાથ છો તારનારા અમારા; પ્રભો નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૧ તમારા ગુણોનો નહીં પાર આવે, વિના શક્તિએ તે ગયા કેમ જાવે ? તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૨ લહી યોગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી, ક્રિયા જ્ઞાન ને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. હતા આપના ભક્ત ભુપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી, મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. અમે નિર્ગુણી ને ગુણી આપ પુરા, અમે અજ્ઞ ને આપ જ્ઞાને સનરાં, મળો ભક્તિ એ ભેદને છેદનારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. નથી આપની સેવના કાંઈ કીધી, કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી, ક્ષમા આપજો પ્રાર્થના એ અમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી, હતા આપ યોગે અમે તો સનાથ, અભાગી થયા આપ વિના અનાથ, અમે માંગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. હવે પ્રેમથી બોધ એ કોણ દેશે ? અમારી અરે ! કોણ સંભાળ લેશે ? દયાળુ તમે દીલમાં દાસ લેજો, સદા સ્વર્ગથી નાથ આશિષ દેજો. રચયિતા :- પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધુરધરસૂરીશ્વરજી મ.સા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org