SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ વળી શભપ્રકતિઓનો અનુભાગ તેથી વિપરીત કહેવો. તે આ પ્રમાણે કહે છે- ઉપશમશ્રેણિથી પડેલા જીવને જે સ્થાને શુભપ્રકૃતિઓનો જેટલો અનુભાગ થાય છે તેની અપેક્ષાએ તે જ સ્થાને તે જ શુભપ્રકૃતિઓનો અનુભાગ ઉપશમક જીવને અનંતગુણહીન હોય છે. તેથી પણ તે જ સ્થાને તે જ શુભપ્રકૃતિઓનો અનુભાગ લપક જીવને અનંતગુણહીન હોય છે. બાકીનું સર્વ જેમ ચઢતાંને હોય છે તેમ પડતાંને પણ ૬ઠ્ઠા પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધી જાણવું. किच्चा पमत्ततदियर-ठाणे परिवत्ति बहुसहस्साणि । हिडिल्लाणंतरदुर्ग, आसाणं वा वि गच्छेज्जा ।। ६२ । कृत्वा प्रमत्ततदितरस्थानयोः परिवृत्तीः बहु सहस्राणि । अधस्तनमनन्तरद्विक - मासादनं वाऽपि गच्छति ।। ६२ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય - એ પ્રમાણે ક્રમે કરીને પડતાં પ્રમત્ત ગુણસ્થાનકે આવીને ત્યાં અટકીને પ્રમત્ત અને તેથી ઇતર સ્થાન એટલે કે પ્રમત્ત - અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે ઘણાં હજારો વખત સુધી પરાવૃત્તિ (ગમનાગમન) કરીને કોઈ જીવ નીચેના અનન્તર બે ગુણસ્થાનકે દેશવિરત - અવિરત સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનકે જાય છે. અને જેઓના મતે અનંતાનુબંધિની ઉપશમના થાય છે તેઓના મતથી કોઈક જીવ સાસ્વાદનપણું પણ પામે છે. ચિત્ર નંબર -૨૦ ની સમજુતી :- આ ચિત્રમાં ઉપશમશ્રેણિએ ચઢેલ જીવ જ્યારે શ્રેણિથી પડે ત્યારે જે ઉદયવતી પ્રકતિઓને કેવી રીતે અનુભવે અને દ્વિતીયસ્થિતિમાંથી પ્રથમસ્થિતિમાં દલિક નિક્ષેપ કેવી રીતે કરે તે બતાવ્યું છે. પ્રથમ ૧૦મા ગુણસ્થાનકે સંજવલન લોભને અનુભવે, અંતર્મુહૂર્ત બાદ માયા - માન - ક્રોધના જ્યાં જ્યાં ઉદય વિચ્છેદ સ્થાન છે ત્યાં ત્યાં તે તે કર્મો ઉદયમાં આવે છે. તે જ રીતે ઉદય સમય પ્રાપ્ત સર્વ કર્મો અનુભવવા માટે તેઓની દ્વિતીયસ્થિતિમાંથી દલિતોને ખેંચી ખેંચી પ્રથમસ્થિતિરૂપ કરે છે. તે ઉદય સમયે ઘણાં દલિકો નાંખે તે અનંતા છે, અને ઉતારેલ દલિકોના અસંખ્યાતમા ભાગે છે. અને દ્વિતીયસ્થિતિમાં રહેલ દલિકોની અપેક્ષાએ પણ અસંખ્યાતમે ભાગે છે. પછી અસત્કલ્પનાએ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઉદયાવલિકાના અન્ય સમય (૬ઠ્ઠા બિંદુરૂપ) સુધી વિશેષહીન વિશેષહીન નાંખે છે. ઉદયાવલિકા પૂર્ણ થયા પછીના સમયે જે દલિક (૭મા બિંદુમાં) નાંખે છે તે ઉદયાવલિકાના અન્ય સમયે દલિક નિક્ષેપ કર્યો હતો તે અપેક્ષાએ અસંખ્ય ગુણ હોય છે. તેથી બીજા આદિ સમયે જે ચિત્રમાં અધિક અધિક દલિક બતાવેલ છે તે અસંખ્યયગુણ સમજવાં. તે ત્યાં સુધી નિક્ષેપ કરે કે જ્યાં સુધી ગુણશ્રેણિનું શીર્ષ (૧૬મા બિંદુરૂપ) આવે. તે શીર્ષ પૂર્ણ થયા પછીના સમયે (૧૭મા બિંદુમાં) જે નિક્ષેપ કરે તે અસંખ્યાતમા ભાગનું એટલે અસંખ્યયગુણહીન નિક્ષેપ કરે. ગુણશ્રેણિમાં અસંખ્યસમયબદ્ધ દલિક આવે છે. એટલે કે વિશેષહીન દલિક નાંખે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં બધું સત્તાગત દલિક પણ ખાલી થાય. માટે ગુણશ્રેણિના શીર્ષ પછી અસંખ્યગુણહીન નાંખી પછી વિશેષહીન નાંખે. આ વાત કષાય પ્રાભૂતમાં બતાવી છે. ચૂર્ણિ અને ટીકામાં બતાવી નથી પરંતુ ભાષાંતરમાં કૌંસમાં બતાવ્યું છે. ત્યાર પછી દ્વિતીયસ્થિતિ શરૂ ન થાય ત્યાં સુધી (૩૧મા બિંદુ સુધી) ક્રમથી વિશેષહીન વિશેષહીન દલિક નિક્ષેપ કરે તે ઓછા ઓછા દલિક ચિત્રમાં બતાવ્યા છે. અહીં પ્રથમના ૧ થી ૩૧ બિંદુ પ્રથમ સ્થિતિના અંતર પુરવા માટેના છે. અને ગુણશ્રેણિનો વિભાગ ઉદયાવલિકા + ગુણશ્રેણિ અને ઉપર દ્વિતીય સ્થિતિ શરૂ ન થાય ત્યાં સુધી થઈને કુલ ૩૧ બિંદુરૂપ સમજવાં. ઇતિ ચિત્ર નંબર-૨૦ ની સમજુતી સમાપ્ત. ૫૯ ચોથા - પાંચમા - છઠ્ઠા અને ૭મા ગુણસ્થાનકમાંથી કોઈ પણ સ્થાને લાયોપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી ત્યાં સ્થિર પણ થઈ શકે છે. ૭મા વાળો ૬ઠે - ૭મે વારાફરતી ફરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy