SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૨૬૫ ટીકાર્થ :- આ પૂર્વ કહેલ દલિક નિક્ષેપ તે કાલે વેદાતી પ્રકતિઓનો જાણવો. તેથી ઇતર એટલે નહીં વેદાતી પ્રકૃતિઓનો આવલિકાથી બહાર = ઉપર થાય છે, તે પ્રકૃતિઓના ઉદયના અભાવથી ઉદયાવલિકામાં દલિક નિક્ષેપ કર્યા વિના તે આવલિકાની ઉપર જે દલિક નિક્ષેપ કરે છે, એ પ્રમાણે અર્થ છે. તે પણ અસંખ્યયગુણપણે ત્યાં સુધી નિક્ષેપ કરે કે જ્યાં સુધી ગુણશ્રેણિનું શીર્ષ આવે. (પછીની એક સ્થિતિમાં અસંખ્યયગુણહીન નાંખે) વળી ત્યાંથી આગળ ફરી વિશેષહીન-વિશેષહીન નિક્ષેપ કરે. ર દિ' િદિ શબ્દ અવધારણ = નિશ્ચયના અર્થમાં છે. શું અવધારણ નિશ્ચય કરે ? જે પૂર્વ ઉપશમશ્રેણિએ ચઢતાં આનુપૂર્વીએ જ સંક્રમ કહ્યો તે અહીં ન થાય, પરંતુ અનાનુપૂર્વીએ પણ થાય છે. તથા બંધ પછી ૬ આવલિકાથી આગળ ઉદીરણા થાય છે, એ પ્રમાણે જે પૂર્વે કહ્યું હતું તે પણ અહીં ન થાય, પરંતુ બંધાવલિકા માત્ર પસાર થયા પછી પણ ઉદીરણા થાય છે. બાકી રહેલ તો જે જે સ્થાને જે જે પ્રકૃતિના જે જે કરણો વિગેરે વ્યવચ્છેદ = વિચ્છેદ પામે છે તે બંધન-સંક્રમણ-અપવર્તના -ઉદીરણા-દેશોપશમના-આગાલ-નિધત્તિ-નિકાચના વિગેરે તે તે સ્થાને તે પ્રમાણે જ થાય છે. (ચિત્ર નંબર -૨૦-૨૧ જુઓ). वेइज्जमाणसंजलणद्धा अहिगा उ मोहगुणसेढी । તુલ્તા ય નયાઢો, તો ય સેલેરિ તુલ્તત્તિ ૬૦ || वेद्यमानसंज्वलनाऽद्धाया, अधिकास्त मोहगुणश्रेणिः । * તુચાચ એનાહો - Sતશ શેપૈસ્તુતિ ૬૦ | ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- શ્રેણિથી પડતો જીવ “મોદી' મોહનીય પ્રકૃતિઓની ગુણશ્રેણિ કાલને આશ્રયીને વેદાતી સંજ્વલન કાળથી અધિક કાળવાળી શરૂ કરે છે. અને ચઢવાના કાળની ગુણશ્રેણિની અપેક્ષાએ તુલ્ય = સરખી રચે છે. તથા “ના' ત્તિ પ્રાકૃત હોવાથી સ્ત્રીત્વનો સ્ત્રીલિંગપણે નિર્દેશ કર્યો છે. તેથી આ અર્થ છે. ઉદયે આવેલ જે સંજ્વલન સહિત ઉપશમશ્રેણિ સ્વીકાર કરેલ હોય તે સંજવલન કષાયને ઉદયથી પ્રાપ્ત કરે છતે તદનન્તર તે કષાયની ગુણશ્રેણિને બાકીના કર્મ સંબંધી ગુણશ્રેણિના સાથે સરખી કરે છે. જેમ સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણિને સ્વીકારેલ જીવ તે શ્રેણિથી પડતાં સંજ્વલન ક્રોધનો ઉદય પ્રાપ્ત થયે છતે તદનન્તર સંજ્વલન ક્રોધની ગુણશ્રેણિને બાકીના કર્મની ગુણશ્રેણિ સમાન કરે છે. એ પ્રમાણે માન અને માયા વિષે પણ કહેવું. વળી સંજ્વલન લોભ સહિત જો ઉપશમશ્રેણિ સ્વીકાર કરેલ જીવ પડવાના કાળે પ્રથમ સમયથી જ શરૂ કરીને સંજ્વલન લોભની ગુણશ્રેણિ બાકીના કર્મની ગુણશ્રેણિઓ સાથે સરખી હોય છે. खवगुवसामगपडिवय - माणदुगुणो य तहिं तहिं बन्धो । अणुभागोणंतगुणो, असुभाण सुभाण विवरीओ ॥ ६१ ।। क्षपकोपशमकप्रतिपतद् - द्विगुणश्च तत्र तत्र बन्धः । अनुभागोऽनंतगुणाः, अशुभानां शुभानां विपरीतः ॥६१ ગાથાર્થ :- ક્ષપકશ્રેણિમાં જે સ્થાને જેટલો સ્થિતિબંધ છે તે સ્થાને ઉપશમશ્રેણિમાં ચડતાં જીવને બમણો સ્થિતિબંધ હોય છે. તેનાથી પડતાં જીવને બમણો સ્થિતિબંધ હોય છે. અશુભ પ્રવૃતિઓનો અનુભાગ અનંતગુણ, અને શુભનો અનંતગુણહીન અનુભાગ બંધાય છે. ટીકાર્ય - ક્ષપક જીવને ક્ષપકશ્રેણિ ચઢતાં જે સ્થાને જેટલો સ્થિતિબંધ હોય છે તે જ સ્થાને ઉપશમશ્રેણિએ ચઢતાં જીવને તેટલાં સ્થિતિબંધથી બમણો સ્થિતિબંધ થાય છે, કારણ કે ક્ષેપકની અપેક્ષાએ ઉપશમક જીવને મંદ પરિણામપણું હોય છે. તેથી પણ તે જ સ્થાને ઉપશમશ્રેણિથી પડતાં જીવને બમણો સ્થિતિબંધ હોય છે, કારણ કે ચઢતાં કરતાં પડતાં જીવને પરિણામનું મંદપણું હોય છે. અને ક્ષેપકના સ્થિતિબંધ અપેક્ષાએ આ ઉપશમથી પડતાં જીવને ચાર ગણો સ્થિતિબંધ હોય છે. તથા ક્ષપક જીવને જે સ્થાને અશુભપ્રકૃતિઓનો અનુભાગ જેટલો થાય છે તે અપેક્ષાએ તે જ સ્થાને તે જ અશુભ -પ્રકૃતિઓનો ઉપશમક જીવને અનુભાગ અનંતગુણ હોય છે. તેથી પણ તે જ સ્થાને તે જ અશુભ પ્રકૃતિઓનો ઉપશમશ્રેણિથી પડેલા જીવને અનંતગુણ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy