________________
૨૪૦
કર્મપ્રકૃતિ ભાગ - ૨ दुसमयकयंतरे आलिगाण, छण्हं उदीरणाभिनवे । मोहे एक्कट्ठाणे, बंधुदया संखवासाणि ।। ४३ ।। संखगुणहाणिबंधो, एत्तो सेसाणऽसंखगुणहाणी । पउवसमए नपुंसं, असंखगुणणाइ जावतो ।। ४४ ।। द्विसमयकृताऽन्तरे आवलिकानां, षण्णामुदीरणाऽभिनवा । मोहस्यैकस्थाने, बन्धोदयौ संख्येयवर्षाणि ॥ ४३ ॥ संख्येयगुणहानि बन्ध, इतः शेषाणामसंख्येयगुणहानिः ।
प्रोपशमयति नपुंसकम्, असंख्येयगुणनया यावदन्तः ।। ४४ ।। ગાથાર્થ - અંતરકરણ કરે છતે દ્વિતીયાદિ સમયોમાં ૬ આવલિકા સુધી ઉદીરણા ન હોય, અને મોહનીયનો એક સ્થાનક રસબંધ તથા સંખ્યાત વર્ષનો બંધ-ઉદય અને ઉદીરણા પ્રવર્તે છે. / ૪૩ ||
તદનંતર મોહનીયનો અન્યસ્થિતિબંધ સંખ્યયગુણહીન અને તેથી બાકીના કર્મોનો અસંખ્યયગુણહીન સ્થિતિબંધ પ્રવર્તે છે. તથા નપુંસકવેદને યાવતું અન્ય સમય સુધી અસંખ્યગુણ વૃદ્ધિએ ઉપશમાવે છે. II ૪૪ ||
ટીકાર્ય :- કિરામતીરે'- ઉત્પત્તિ અને તદનંતર લક્ષણવાળા બીજા સમયથી અંતર કરે છતે અર્થાત્ અંતરકરણ કરે છતે બીજા સમયે એ પ્રમાણે અર્થ છે. આ સાત અધિકાર એકી સાથે પ્રવર્તે છે, તે આ પ્રમાણે કહે છે.
(૧) પુરુષવેદ – સંજવલન-૪નો આનુપૂર્વીથી જ અર્થાત્ પૂર્વના ક્રમથી જ સંક્રમ થાય છે. (૨) અને સંજ્વલન લોભના સંક્રમનો અભાવ છે.
(૩) તથા અંતરકરણ કરે છતે અનંતરાદિ સમયને વિષે જે પ્રકૃતિઓ મોહનીય સંબંધી અથવા મોહનીય સિવાય સંબંધી બાંધે તેઓનો ૬ આવલિકાની મધ્યમાં ઉદીરણા ન થાય, પરંતુ ૬ આવલિકા પસાર થયા પછી ઉદીરણા થાય. આથી પહેલા બંધાયેલ કર્મ બંધાવલિકા વ્યતીત થયે છતે પહેલાની ઉદય-સત્તાથી અનુવિદ્ધ એવું તે ઉદીરણામાં આવેલું છે.
(૪) તથા મોહનીયને વિષે એકસ્થાનક રસબંધ નવો થાય છે. (૫) તથા મોહનીયનો સ્થિતિબંધ સંખ્યય વર્ષનો થાય છે.
(૬) તથા મોહનીયનો ઉદય અને પ્રાપ્ત નહીં કરેલ ઉદય અર્થાત્ ઉદીરણા તે પણ સંય વર્ષનો છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૬૩માં કહ્યું છે -‘દ્વારા ય સંસમા’ - અર્થાતુ ઉદીરણા સંખ્યય વર્ષ પ્રમાણ છે.
(૭) તથા અહીંથી અર્થાતુ મોહનીયના સંખેય વર્ષના સ્થિતિબંધથી આગળ અન્ય અન્ય સ્થિતિબંધ સર્વ પણ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધ કરતા સંખ્યયગુણહીન થાય છે, અને બાકીના કર્મનો અસંખ્ય ગુણહીન થાય છે.
તથા અંતરકરણ કરે છતે બીજા સમયથી જ નપુંસકવેદ અસંખ્ય ગુણપણે ઉપશમાવવાનું શરૂ કરે છે, અને તે ત્યાં સુધી ઉપશમાવે કે જ્યાં સુધી અન્ય સમય આવે. તે આ પ્રમાણે કહે છે નપુંસકવેદના ઉપશમાવવાના પ્રથમ સમયે (અર્થાત્ અંતરકરણના બીજા સમયે) અલ્પ પ્રદેશ સમૂહ ઉપશમાવે, તેથી બીજા સમયે અસંખ્ય ગુણે, તેથી ત્રીજા સમયે અસંખ્ય ગુણે, એ પ્રમાણે દરેક સમયે અસંખ્ય ગુણ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અન્ય સમય આવે, અને પરપ્રકૃતિઓને વિષે અંતરકરણના ઉપાજ્ય સમય સુધી દરેક સમયે ઉપશમિત દલિક અપેક્ષાએ અસંખ્ય ગુણ પણ સંક્રમાવે છે. અને અન્ય સમયે ઉપશમેલું દલિક પરપ્રકૃતિને વિષે જે સંક્રમાવે તે પ્રક્ષિપ્ત દલિક તેની અપેક્ષાએ અસંખ્યયગુણે જાણવું. નપુંસકવેદની ઉપશમના પ્રારંભના પ્રથમ સમયથી માંડીને સર્વ કર્મની ઉદીરણામાં દલિકની અપેક્ષાએ અલ્પ પ્રાપ્ત થાય છે, અને ઉદય તો અસંખ્ય ગુણ હોય છે. (ચિત્ર નંબર-૧૭ જુઓ) ૪૦ ઉપશમાવે છે એટલે શાંત કરે છે. એટલે કે એ દલિકને એવી સ્થિતિમાં મૂકે છે કે અંતર્મુહૂર્વ પર્યત ચારિત્રહનીયની કોઈપણ પ્રકૃતિમાં
ઉદય-ઉદીરણાદિ કોઈપણ કરણ પ્રવર્તે નહીં. ૪૧ કારણ કે ગુણશ્રેણિદ્વારા ઘણું દલિક નીચેની સ્થિતિઓમાં ગોઠવાયેલું હોવાથી અત્યારે ઉદીરણા કરણદ્વારા બીજી સ્થિતિમાંથી જેટલું દલિક ખેંચાઈને
ભોગવાય છે. તેનાથી ઉદયદ્વારા અસંખ્યાતગુણ વધારે ભોગવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org