________________
ઉપશમનાકરણ
૨૨૧
- અથ દક્ દર્શનમોહનીય ઉપશમના દ્વાર :-) अहवा दंसणमोहं, पुवं उवसामइत्त सामन्ने ।
મલ્ફિનાવતિય, રેડ રોઝું મતિયા . ૩૩ . अथवा दर्शनमोहं, पूर्वमुपशमय्य श्रामण्ये ।
પ્રથમસ્થિતિમાનિ, રોતિ કયોતિયો : | ૨૩ ગાથાર્થ :- અથવા (પ્રકારાન્તરે) ક્ષયોપશમ સમ્યગુદૃષ્ટિ છતો જ ઉપશમશ્રેણિ શરૂ કરે તો ત્રણ દર્શનમોહનીય પ્રથમથી ઉપશમાવે છે. તે પણ સંયમમાં રહ્યો છતો જ પૂર્વ કહેલ ૩ કરણ પૂર્વક જ ઉપશમાવીને અંતરકરણ કરતો છતો નહિ ઉદયમાં આવેલ મિથ્યાત્વ મિશ્રની પ્રથમસ્થિતિને આવલિકા માત્ર કરે છે. અને સમ્યકત્વની અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે. અને અંતરકરણ સંબંધી ઉકેરતા ત્રણેના પણ દલિકને સમ્યકત્વની પ્રથમસ્થિતિમાં નાંખે છે.
ટીકાર્થ :- પ્રમાણે દર્શનમોહનીયનો ક્ષય કરીને ઉપશમશ્રેણિ કરે છે એ પ્રકાર કહ્યો, હવે દર્શનમોહનીયને ઉપશમાવીને પણ ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય છે તેથી તે પ્રકારાન્તરને કહે છે. “યવા-' એટલે પ્રકારાન્તરે. અહીં જો વેદક સમ્યગુદૃષ્ટિ (ક્ષયોપશમ સમ્યગુષ્ટિ) થયો છતો ઉપશમશ્રેણિ કરે તો નિશ્ચયથી દર્શનમોહનીયત્રિકને પ્રથમથી ઉપશમાવે છે, અને તે સંયમપણામાં રહેલ હોય તે જ ઉપશમાવે છે. અને તે આ પ્રમાણે કહે છે
સંયમપણામાં રહ્યો છતો દર્શનમોહનીયત્રિકને (પૂર્વના કહેલ ૩ કરણ પૂર્વક જ) ઉપશમાવીને અંતરકરણ કરતો છતો નહિ ઉદય આવેલ મિથ્યાત્વ અને મિશ્રની પ્રથમસ્થિતિને આવલિકા માત્ર કરે છે, અને સમ્યકત્વની અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે. અને અંતરકરણ સંબંધી ઉકેરતા ત્રણેના પણ દલિકને સમ્યકત્વની પ્રથમસ્થિતિમાં નાંખે છે. અહીં આ જ વિશેષ છે. બાકીની ઉપશમના વિધિ અને બાકી નહિ કહેલ પણ પૂર્વની જેમ જ ૩ કરણને અનુસાર જાણવી. - અહીં “મુઉં ચલાય સતિ' અહીં મોટું ખોલીને સુવે છે તેમ અર્થ કરવાને બદલે “તા' પ્રત્યયનો “ચા” થી “સ' ઘાત સાથે યોગ કરીને સૂઇને મોટું બોલે છે, તેમ અર્થ થાય છે. તે રીતે અહીં પણ “૩વસીમ રેફ' માં “' સાથે વા' નો યોગ કરી પ્રથમ સ્થિતિ આવલિકાને કરીને પહેલા દર્શનમોહનીયને ઉપશમાવે છે. એ પ્રમાણે સીધો અર્થ થાય છે.
અંતરકરણ પ્રવેશ સમયથી શરૂ કરીને અંતર્મુહુર્ત પસાર થયે છતે અને ગુણસંક્રમ છેડે અહીં સમ્યકત્વનું વિધ્યાતસંક્રમ થાય છે. વિધ્યાતસંક્રમથી મિથ્યાત્વ અને મિશ્રના દલિકને સમ્યકત્વમાં પ્રવેશ કરે છે, એ અર્થ છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા ૪૯માં કહ્યું છે કે “કુવસમાં ૩ સેસ અંતમુહત્ત મસ્ત વિન્નામો ” (અર્થ :- શેષ હકીકત પ્રથમ ઉપશમની જેમ જાણવી, અંતર્મુહૂર્ત ગયા બાદ દર્શનેંદ્રિકનો વિધ્યાસક્રમ પ્રવર્તે છે.) (યંત્ર નં. ૧૬ જુઓ)
ઇતિ દક્ દર્શનમોહનીય ઉપશમના દ્વાર સમાપ્ત (- અથ ૭મું ચારિત્રમોહનીય ઉપશમના દ્વાર :-)
अद्धापरिवित्ताऊ, पमत्त इयरे सहस्ससो किच्चा । करणाणि तिन्नि कुणए, तइयविसेसे इमे सुणसु ।। ३४ ।। अद्धापरिवृत्तीः, प्रमत्त इतरे सहस्रशः कृत्वा ।
करणानि त्रीणि करोति, तृतीयविशेषानिमान् श्रृणुत ॥ ३४ ॥ ગાથાર્થ :- અદ્ધા પરાવૃત્તિ એટલે સંક્લેશ અને વિશુદ્ધિના વશથી પ્રમત્તભાવ અને ઇતર તે અપ્રમત્તભાવમાં જે કાળ પરાવૃત્તિ તેને હજારો વાર કરીને, ચારિત્રમોહને ઉપશમાવવાને અર્થે યથાપ્રવૃત્તાદિ-૩ કરણ પૂર્વની જેમ કરે છે, પણ ત્રીજા કરણમાં જે વિશેષ છે તે આગળ કહેવાય છે તે સાંભળો.
ટીકાર્થ :- દર્શનત્રિકની ઉપશમના કરીને શું કરે છે, તે કહે છે પ્રમત્તભાવમાં અને ઇતર એટલે અપ્રમત્તભાવમાં સંક્લેશ અને વિશુદ્ધિના વશથી અદ્ધા પરાવૃત્તિ હજારો વખત કાલ પરિવર્તન કરીને ચારિત્રમોહનીયને ઉપશમાવવાને માટે ફરી પણ યથાપ્રવૃત્તાદિ-૩ કરણો કરે છે. અને તે પૂર્વે અનંતાનુબંધિની ઉપશમના વખતે ) જેમ કહ્યું તેમ કહેવું. ફક્ત અહીં ' યથાપ્રવૃત્તકરણ અપ્રમત્ત ગુણસ્થાનકે જાણવું, અપૂર્વકરણ અપૂર્વગુણસ્થાનકે, અનિવૃત્તિકરણ અનિવૃત્તિબાદર –
૩૧
દર્શનત્રિકની ઉપશમના કર્યા પછી અને ચારિત્રમોહનીયની ઉપશમના કરતાં હજારોવાર પ્રમત્ત અને અપ્રમત્તે ફરે છે, અને ત્યારબાદ અપૂર્વકરણે જાય છે, એમ પહેલા કહેવામાં આવ્યું છે. તેમાં છેલ્લીવાર જે અપ્રમત્તપણું પ્રાપ્ત થયા પછી અપૂર્વકરણમાં પ્રવેશ કરે તે અપ્રમત્તપણાને ચારિત્રમોહનીયની ઉપશમના કરતા યથાપ્રવૃત્તકરણ તરીકે સમજવાનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org