________________
૧૭૬
કર્મપ્રકૃતિ ભાગ-૨
- ઉપશમશ્રેણિના ચિત્રની સમજુતી :-) સામેના પેઇઝનું ચિત્ર અને પુસ્તકના છેલ્લા પુંઠા ઉપરનું ચિત્ર ઉપશમશ્રેણિનું છે. ઉપશમશ્રેણિ સંયમધર આત્મા જ કરી શકે છે. એક ભવમાં ઉપશમશ્રેણિ બે વાર કરી શકે અને ભવચક્રમાં ૪ વાર ઉપશમશ્રેણિ કરી શકે છે. એક વાર ઉપશમશ્રેણિ - કર્યા પછી બીજી વાર ક્ષપકશ્રેણિ કરી શકે પરંતુ બે વાર ઉપશમશ્રેણિ કર્યા પછી ક્ષપકશ્રેણિ કરી શકે નહીં. આ“કર્મગ્રંથનો મત” છે. પરંતુ “સિદ્ધાંતના મતે” ઉપશમશ્રેણિ એક ભવમાં એક જ વાર માંડી શકે છે. અને જે જીવે જે ભવમાં ઉપશમશ્રેણિ માંડી હોય તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકતો નથી.
૧લા ગુણસ્થાનકથી ૪થે ગુણસ્થાનકે અવિરતિધર સમ્યગુદૃષ્ટિ અને પગે ગુણસ્થાનકે દેશવિરતિધર શ્રાવક થાય તે કારણે ૧લેથી ૪થા-પમા પગથીયે જતાં ગૃહસ્થ બતાવ્યાં છે. તેમજ ૧લા ગુણસ્થાનકથી ૬ઢે અને ૭મે ગુણસ્થાનકે પણ જાય છે તે માટે ૧લો થી ૬ઢે ૭મે પગથીએ તીર બતાવેલ છે. સંયમધર આત્મા ૭મા ગુણસ્થાનકથી ક્રમસર ૮-૯-૧૦-૧૧ ગુણસ્થાનકે જાય તેથી ૪ સંયમધર આત્મા ચઢતાં બતાવ્યાં છે. દેવાયુષ્યનો બંધ કર્યો હોય અને વચ્ચેના કોઇપણ ગુણસ્થાનકેથી અથવા ૧૧મે થી પણ આયુષ્ય ક્ષયે કાલધર્મ પામે તો અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થાય અથવા મતાંતરે વૈમાનિક દેવ થાય. અને ત્યાં ગુણસ્થાનક પામે છે. અબદ્ધાયુષ્યવાળો આત્મા હોય તો અને બદ્ધ દેવાયુષ્યવાળો આત્મા પણ જો કાળ ન કરે તો ૧૧માં ગુણસ્થાનક સુધી જે ક્રમે ચઢયો હતો તે ક્રમથી પડતો પડતો ૬કે આવે. તે કારણે ૫ સંયમધર આત્મા ઉતરતાં બતાવ્યાં છે. ૬ઢે આવ્યા બાદ ૬ થી પમા વિગેરે ગુણસ્થાનકે પણ જઇ શકે છે.
ક્ષપકશ્રેણિવાળા જે જે ગુણસ્થાનકે સ્થિતિબંધ આદિ કરે તેનાથી ઉપશમશ્રેણિ ચઢતાં જીવને દ્વિગુણ(ડબલ) હોય છે. અને ઉપશમશ્રેણિથી પડતાં જીવને તે તે ગુણસ્થાનકે તેનાથી પણ દ્વિગુણ(ડબલ) અર્થાત્ ક્ષપકશ્રેણિવાળા જીવ કરતાં ચાર ગણો હોય છે.
ક્ષપક જીવને જે સ્થાને અશુભ પ્રવૃતિઓનો અનુભાગ જેટલો થાય છે તે અપેક્ષાએ તે જ સ્થાને તે જ અશુભપ્રકૃતિઓનો ઉપશમક જીવને અનુભાગ અનંતગુણ હોય છે. તેથી પણ તે જ સ્થાને તે જ અશુભપ્રકૃતિઓનો અનુભાગ ઉપશમશ્રેણિથી પડતાં જીવને અનંતગુણ હોય છે. વળી શુભપ્રકૃતિઓનો અનુભાગ તેથી વિપરીત કહેવો. તે આ પ્રમાણે.... ઉપશમશ્રેણિથી પડેલા જીવને જે સ્થાને શુભપ્રકૃતિઓનો જેટલો અનુભાગ થાય છે તેની અપેક્ષાએ તે જ સ્થાને તે જ શુભપ્રકૃતિઓનો અનુભાગ ઉપશમક જીવને ચઢતાં અનંતગુણ હોય છે. તેથી પણ તે જ સ્થાને તે જ શુભપ્રકૃતિઓનો અનુભાગ ક્ષેપક જીવને અનંતગુણ હોય છે. આ ઉપશમશ્રેણિનો કાલ અંતર્મુહુર્ત હોય છે.
-: ગુણસ્થાનકે ચડ - ઉતર ચિત્રની સમજુતી :-) ચડ :, ૧લે થી સીધો ૪-૫-૬ કે ૭મા ગુણસ્થાનકે જઇ શકે છે.
૧લા ગુણસ્થાનકેથી ૨૮ કે ૨૭ ની સત્તાવાળો જીવ સીધો ૩જા ગુણસ્થાનકે જઇ શકે છે. (પરંતુ ૨૬ની સત્તાવાળો ન જાય.). ૩જા ગુણસ્થાનકેથી જીવ ૪થા ગુણસ્થાનકે જઇ શકે છે.
' ૪થા ગુણસ્થાનકેથી જીવ ૫-૬ કે ૭મા ગુણસ્થાનકે જઇ શકે છે. i પમાં ગુણસ્થાનકેથી જીવ ૬ઢે કે સીધો ૭મા ગુણસ્થાનકે પણ જઇ શકે છે.
૬ઢા ગુણસ્થાનકેથી ૭મા ગુણસ્થાનકે જઇ શકે છે.
૭મે થી ૮મે, ૮મેથી ૯મે, ૯મેથી ૧૦મે, અને ૧૦મેથી ૧૧મે ગુણસ્થાનકે જઇ શકે છે. | ક્ષપકશ્રેણિવાળો જીવ ૧૦મા ગુણસ્થાનકેથી ૧૨મા ગુણસ્થાનકે, ૧૨મેથી ૧૩માં ગુણસ્થાનકે, અને ૧૩મેથી
૧૪મા ગુણસ્થાનકે જાય છે. ૧૪મા ગુણસ્થાનકે થી જીવ સિદ્ધ અવસ્થાને પામે છે.
ઉતર :- કોઇ જીવ ઉપશમશ્રેણિમાં ચડતા કે પડતા મૃત્યુ પામે તો ૧૧મેથી સીધો ૪થે, ૧૦મેથી સીધો ૪થે, મેથી સીધો ૪થે, ૮મેથી સીધો ૪થે, ૭મેથી સીધો ૪થે, અને ૬ થી સીધો ૪થા ગુણસ્થાનકે આવે છે. અને ઉપશમશ્રેણિમાં અદ્ધાલયથી પડે તો ક્રમશઃ ૧૧મે થી ૧૦મે, ૧૦મે થી ૯મે, ૯મેથી ૮મે, ૮મે થી ૭મે, ૭મે થી ૬કે અને ત્યાંથી પમે-૪થે , રજે તથા ૧લે પણ જાય. ૧ શતક બૃહદુર્ણિમાં કહ્યું છે કે અંતરકરણમાં રહેલો તીવ્ર વિશુદ્ધિવાળો ઉપશમ સમ્યગુદૃષ્ટિ જીવ દેશવિરતિને પણ પામે છે. અને તીવ્રતમ
વિશુદ્ધિવાળો કોઇક ઉપશમ સમ્યગુદૃષ્ટિ જીવ પ્રમત્ત-અપ્રમત્તભાવને પણ પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org