________________
૪૧૬
કર્મપ્રકૃતિ
ગાથાર્થ - ટીકાની જેમ
ટીકાર્ય - એ પ્રમાણે ગુણિતકમાંશ જીવનું સ્વરૂપ કહ્યું, હવે સ્વામિત્વને કહે છે. - તે ગુણિતકમાંશ જીવ સાતમી નરકમાંથી નીકળીને પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, તેથી તમવચિસ્ય - તે પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય ભવમાં રહેલ જીવને “રાતિ સમ' ત્તિ સપ્તમી વિભક્તિનો લોપ કરેલ નિર્દેશ છે (તેથી સમય અર્થાતુ સમયે) પ્રથમ આવલિકાની ઉપરના અંત્ય સમયે જ્ઞાનાવરણ -૫, દર્શનાવરણ - ૪, અંતરાય - ૫, ઔદારિકસપ્તક =૨૧ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
એ કારણથી આ કર્મપ્રકૃતિઓનો નરકભવના અંત્ય સમયે ઉત્કૃષ્ટ યોગથી અત્યંત ઘણાં કર્મલિકને લીધા હતા, અને તે બંધાવલિકા પસાર થયે છતે જ સંક્રમે છે. અને બીજે આ ઘણાં કર્મલિકને કહેલ પ્રક્રિયા મુજબ પ્રાપ્ત થતા નથી. તેથી “માનવત્તસમયે તમવીચ' એ પ્રમાણે કહ્યું છે.
कम्मचउके असुभाण - ऽबज्झमाणीण सुहुमरागते । संछोभणम्मि णियगे, चउवीसाए नियट्टिस्स ॥ ८० ॥ कर्मचतुष्केशुभानामबध्यमानानं सूक्ष्मरागान्ते ।
संछोभने निजके, चतुर्विंशतेरनिवृत्तेः ॥ ८०॥ ગાથાર્થ :- ૪ કર્મની નહીં બંધાતી અશુભ પ્રવૃતિઓનો સુક્ષ્મસંપાયના ચરમ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. તથા અનિવૃત્તિ બાદરે ૨૪ પ્રકૃતિઓનો પોત પોતાના ચરમ સંક્રમ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
ટીકાર્ય - “ફર્મવત'- દર્શનાવરણ - વેદનીય - નામ અને ગોત્ર એ ૪ કર્મની જે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે નહીં બંધાતી એવી નિદ્રાદ્ધિક, અસતાવેદનીય, પ્રથમ સિવાયના સંઘયણ-૫, સંસ્થાન-૫, અશુભવર્ણાદિ-૯, ઉપઘાત, અપ્રશસ્ત વિહાયોગતિ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-કીર્તિ, નીચગોત્ર એ ૩૨ અશુભ પ્રકૃતિઓનો ગુણિતકમાંશવાલો સપક જીવ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અંત્ય સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
તથા મધ્યમ કષાય-૮, વીણદ્વિત્રિક, તિર્યંચદ્ધિક, બે - તે ચઉરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, સાધારણ, નોકષાય-૬ = . એ ૨૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગયો’ ત્તિ પોત પોતાના અંત્ય સંક્રમ વખતે અનિવૃત્તિબાદરભંપરાય ગુણસ્થાનકે વર્તતાં ગુણિતકમાંશ લપક જીવને હોય છે.
तत्तो अणंतरागय - समयानुक्कस्स सायबंधद्धं । बंधिय असायबंधावलिगंतसमयम्मि सायस्स ॥८१ ॥ ततोऽनन्तरागत - समयादुत्कृष्टां सातबन्धाद्धाम् ।
बध्या-सातबन्धावलिकान्त्यसमये सातस्य ।। ८१ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ
ટીકાર્ય :- પછી તે નરકભવથી અનન્તર (તરતના) ભવમાં આવેલ જીવ પ્રથમ સમયથી શરૂ કરીને ઉત્કૃષ્ટ બંધકાલ સુધી સતાવેદનીય બાંધીને અસાતા વેદનીયને બાંધે છે. તેથી અસાતા વેદનીયની બંધાવલિકાના અંત્ય સમયે સમગ્ર સાતાવેદનીયની બંધાવલિકા પૂર્ણ થયેલ હોય છે. તેથી તે અંત્ય સમયે બધ્યમાન અસાતાવેદનીયમાં સાતવેદનીય યથાપ્રવૃત્તસંક્રમની પદ્ધતિથી સંક્રમાવતાં સાતવેદનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
૯૨ સાતમી નારકીના જીવો ત્યાંથી નીકળી સંખ્યાત વર્ષાયુવાળા ગર્ભજ પર્યાપ્ત તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. તેથી નારકી પછીનો અનંતર તિર્યંચનો ભવ
ગ્રહણ કર્યો છે. સાતમી નારકીના જીવે પોતાના આયુના ચરમ સમયે બાંધેલ કર્મની બંધાવલિકા તિર્યંચ ગતિમાં પોતાની પ્રથમ આવલિકાના ચરમ
સમયે પૂર્ણ થાય છે, માટે પ્રથમ આવલિકાનો ચરમ સમય ગ્રહણ કર્યો છે. ૯૩ સાતા, અસાતા એ બંને પરાવર્તમાન હોવાથી અંતર્મુહૂર્તથી વધારે કાળ બંધાતી નથી. અહીં સાતમી નરક પૃથ્વીમાં જેટલી વાર વધારે બંધાઇ શકે
તેટલી વાર અસાતા બાંધી તેને પુષ્ટ દળવાળી કરે. ત્યાંથી મરણ પામી તિયચમાં આવી શરૂઆતના અંતમાં સાતા બાંધે અને પૂર્વની અસાતા સંક્રમાવે આ પ્રમાણે સંક્રમવડે અને બંધવડે સાતા પુષ્ટ થાય. એટલે તેની બંધાવલિકા વીત્યા બાદ અનંતર સમયે બંધાતી અસાતામાં સાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. આ રીતે સાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સંભવી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org