________________
૩s
કોઈ પણ વ્યક્તિ ખગોળશાસ્ત્રમાં સત્યને બદલે બીજી વસ્તુ બીજા જ ઉદ્દેશ માટે સ્વીકારે છે તે વિજ્ઞાનને હોય તેના કરતાં વધારે ક્ષતિયુક્ત કરી મૂકે છે. પૃથ્વીની ગતિ એ એજ પ્રકારની એક માન્યતા માત્ર જ છે. ગૂઢ રહસ્યનું–Phenomena અર્થઘટન કરે છે એટલા પૂરતી જ એ માન્યતા મૂલ્યવાન છે.
ન્યૂટન અને બીજા બધાના દષ્ટિકોણ અને પદ્ધતિઓ કેપનિકસની “પૃથ્વીની ગતિ અંગે બનાવેલી માન્યતા પ્રમાણેનાં હોય છે. એના પાયાએ સાબિતી વગરના હોય છે. એ માન્યતાને સાબિત કરવાને કેઈએ પ્રયાસ કરેલ નથી. તેમ જ તેને સાબિત કરવાની જરૂરિયાત પણ નકારી કાઢી છે. તે માન્યતાઓ-ધારણાએ પસંદ કરેલા ગૂઢ રહસ્યનું-Phenomena-અર્થઘટન કરે એવું લાગે છે તેટલું જ પૂરતું છે. આ પ્રમાણે એક સિદ્ધાંતની જગા બીજે સિદ્ધાંત લે છે, એ રીતે એક પદ્ધતિને બીજી પદ્ધતિ સ્થાન આપે છે. ઘણીવાર એક નિષ્ફળતા પછી બીજી નિષ્ફળતા મતનું પરિવર્તન કરવા ફરજ પાડે છે. - જ્યાં સુધી સિદ્ધાંત અપનાવવાની આ વિશ્વવ્યાપી પદ્ધતિ છોડી દેવામાં નહી આવે ત્યાં સુધી મોટા ભાગના માનો એક નિષ્ફળ અને ખેટા પ્રયાસ તરીકે તત્વજ્ઞાનને માનવ જાતની ઉચ્ચ ભાવનાના શત્રુ તરીકે લેખશે.
જેની પાછળ સત્ય અને સુસંગતતા આવે એવી પ્રાયોગિક અને સાચી મુક્ત વિચાર-પદ્ધતિ ફિલસૂફ અપનાવશે તે તે વિજ્ઞાનને પૂજારી બનશે અને માનવ જાતને હિતેચ્છુ બનશે. વિચારની પ્રામાણિકતા એટલે સત્યની સામે જવાનું, નહીં કે બાજુમાં ખાલી સત્ય જડે ત્યાં સુધી નહીં પણ સત્ય શોધી કાઢવા સુધી જવું એટલે પ્રામાણિકતા તે ચોક્કસ ધારણ ડેની રમત નથી. કે દ્ધિ અર્થ નથી. તેને આપણે ઈચ્છા–વિચારની જનેતા બનાવવાની નથી. ચક્કસ પરિણામ આવે તેની બીક પણ નથી. પ્રામાણિપણે વિચાર કરે એટલે મુકત વિચાર કરો.
વિચારની મુકતતા અને પ્રામાણિકતા એ પર્યાયવાચી શબ્દો છે. કારણ જે વ્યક્તિને આ નિર્ણય કે તે નિર્ણય આવે તેવી બીક લાગતી હોય તે પ્રામાણિકપણે કેવી રીતે વિચારી શકશે? જેણે મનમાં નિર્ણય લીધેલ જ હોય તેવી વ્યક્તિ કેવી રીતે વિચારી શકશે? આની પર વિશ્વાસ કેવી રીતે રાખી શકશે? પૂર્ણ સત્ય એ પૂર્ણ પ્રેમ જેવું નિર્ભય છે.
તપાસની પદ્ધતિ-ઝેટિક પદ્ધતિ એટલે ફક્ત અપનાવવાની, પ્રયોગો કરવાના, બાબતે ભેગી કરવાની–ફક્ત જે માનસિક સ્થિતિ છે તેને લગતી જ બાબતે ભેગી ન કરવી પરંતુ નિર્ણય લેવા પહેલાં અથવા ચેકસ મત પ્રસ્થાપિત કરવા પહેલાં તે તે વિષય પર દરેક પ્રકારની માહિતી ભેગી કરવી તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org