SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ઉપર રાત્રિ-દિવસ થવાની રીત એક જ પ્રકારની હાવા છતાં પણ સૂર્યોદયના સમયનાં અંતરા ભિન્ન ભિન્ન છે. અને તે દરેક પોતપોતાના વ્યાસ તથા પરિઘના પ્રમાણમાં ભિન્ન ભિન્ન અંતર પડે. જે ભૂમિના [ ૫ત કે શિખર વિગેરે]ના પરિધ એક લાખ માઈલ હેાય ત્યાં લગભગ દર ૪૧૬૬ માઈલે એક ક્લાકનું અંતર પડે. જે ભૂમિના પરિઘ ૪૮૦૦૦ માઈલનો હાય ત્યાં દર ૨૦૦૦ માઈલે ૧ કલાકનુ અંતર પડે. જ્યાં ૧૨૦૦૦ માલઈના પરિધ હેાય ત્યાં દર ૫૦૦ માઈલે ૧ કલાક મેાડો સૂર્ય ક્રય થાય. એક કારણ કે જબુદ્વીપમાં બે સૂર્ય છે અને ૪૮ કલાકમાં દરેક સૂર્ય જ બૂદ્રીપને ચક્કર લગાવે છે. એક સૂર્યના પ્રકાશ અધ`જબૂદ્રીપને મળે છે. અને એક સૂર્ય વડે ૨૪ કલાકમાં એક રાત્રિ-દિવસ બને છે. જેથી વૃત્તાકાર પત-શિખર કે કોઈ પણ ઉચ્ચ ટેકરા સ્વરૂપ ભૂમિ ઉપર તેના જેટલેા પરિધ હોય તેના ૨૪ મા ભાગના અંતરે એક કલાક સૂર્યાંદયનું અંતર પડે. અમારી જાણ અને સમજ મુજબ વર્તીમાન દશ્ય જગતના સમગ્ર પ્રદેશ લગભગ ૧૦ થી ૧૧ હજાર માઈલના વ્યાસ અને લગભગ ૩૦ થી ૩૫ હજાર માઈલના પરિધવાળી ભૂમિ છે. [ જેમાં ઓસ્ટ્રેલિયા વિગેરે ભૂમિને સમાવેશ થઈ જાય છે. ] અને વિષુવવૃત્ત નજીકની રેખાથી લગભગ ૨૪ થી ૨૫૦૦૦ માઈલના પરીઘ થાય છે. આ રેખા ઉપર દર ૧૦૦૦ માઇલના અંતરે એક કલાક સૂર્યોદયના સમયમાં અંતર પડે, જેમ જેમ ઉત્તર તરફ જઈએ તેમ તેમ આ સૂર્યોદય સમયમાં ૧ કલાકના તફાવતમાં ૧૦૦૦ માઈલના બદલે અંતર ઓછુ થતુ જાય છે. વર્તમાન, દૃશ્ય-જગતમાં પણ આ રીતે દર ૧૦૦૦ માઈ લે [ વિષુવવૃત્ત રેખા ઉપર ] સૂર્યાય તથા સૂર્યાસ્ત ૧ કલાક માટે થાય. અને તેથી કરીને ભારતથી અમેરિકા ૧૦ થી ૧૧૦૦૦ માઈલ દૂર હેાવાથી જ ભારત અને અમેરિકાના સૂર્યોદયના સમયમાં ૧૦ થી ૧૧ કલાકનુ' અંતર પડે, તેથી ભારતમાં દિવસ હોય ત્યારે અમેરિકામાં રાત્રિ હોય છે. આ સૂર્યદયના સમયના અંતરમાં વર્તમાન દશ્ય જગતની ભૌગેલિક પરિસ્થિતિ જ કારણભૂત જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005567
Book TitleJambudwip Part 01
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy