________________
વૈમાનિક દેવોની અનાદિ કાળથી એવી મર્યાદા છે કે પહેલા અને બીજા દેવલોક સુધી જ દેવીઓની ઉત્પત્તિ હોય છે ત્યારે આગળના દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિ જ નથી. આ કારણે જે તેમના જીવન પવિત્ર, હૃદયના પરમાણુઓ શાંત, આંખમાં નિર્વિકારિતા તેમ જ દિલ અને દિમાગ પણ ઠંડાં હોય છે.
દેવોના જીવનમાં વિષયવાસના ઓછી છે અથવા જીવન સંયમિત હોય છે. કારણોની શુદ્ધતા હોય ત્યારે જ કાર્યની પણ શુદ્ધતા હોય છે. વૃત્તિ જેમની પવિત્ર હોય છે. તેમની પ્રવૃત્તિ પણ શીતળ, ગંભીર, પરોપકારપૂર્ણ અને જીવ માત્ર પ્રત્યે કલ્યાણકારિણી હોય છે.
પહેલા અને બીજા કલ્પમાં દેવીઓની વિદ્યમાનતા છે. માટે તે દેવ અને દેવીઓ મનુષ્યની માફક જ વિષયવાસનાનો અનુભવ કરે છે. તો પણ બંને દેવલોકમાં તેમનાથી ઉપરના દેવોને વિષયવાસના માટે રાગ, ઉતાવળ અને મર્યાદાભંગ હોતો નથી તેથી તેમના જીવનમાં સુખ-શાંતિસમતા અને સમાધિ વધારે હોય છે.
ત્રીજા અને ચોથા દેવલોકના દેવોને મનુષ્યની માફક વિષયસેવન હોતું નથી. છતાં યે જયારે તેમને મૈથુનકર્મની ઈચ્છા થાય છે ત્યારે પહેલા અને બીજા દેવલોકની અપરિગ્રહિતા દેવીઓ શણગાર સજીને ત્યાં ઉપસ્થિત થાય છે અને વિષયવાસનાથી તૃપ્ત થઈને મુક્ત બને છે.
પાંચમા અને છઠ્ઠા દેવલોકના દેવો, દેવીઓના રૂપ-રંગ અને શણગાર તથા તેમના હાવભાવ જોઈને વિષયવાસનાથી તૃપ્ત થઈ જાય છે.
સાતમા અને આઠમા દેવલોકના દેવો, બીજી દેવીઓના મધુર શબ્દો સાંભળવા માત્રથી જ તૃપ્ત બને છે. અને પરમસંતોષને ધારણ કરે છે.
જયારે નવમા, દશમા, અગિયારમાં અને બારમાં દેવલોકના દેવોને તો જયારે મનમાં વિષય વાસનાની ઈચ્છા થાય છે ત્યારે માનસિક ભાવનાથી જ તેમને વિષયવાસનાની તૃપ્તિ થતાં તે દેવો અનુપમ સુખમાં મસ્ત રહેનારા હોય છે.
| ઈતિ શ્રી દેવલોક પ્રકરણમ્ .
૮૫
મનં સંસાર સારં... Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org