________________
હતું કે આ.જિનકુશલસૂરિજી કે જેઓ ભવનપતિમાં ગયા છે તેની મને સહાય છે અને કોઈકવાર પ્રત્યક્ષ પણ થાય છે.
4 આ.આણંદ-હેમવિમલસૂરિજી મહારાજાના પ્રતિબોધથી માણેક શાહ માણિભદ્રવીર બન્યા અને તપાગરછના અધિષ્ઠાયક બન્યા તે વાત જગ જાહેર છે.
# આ વજ્રસેનસૂરિજી મ. ને એટલી બધી દૈવી સહાય હતી કે તેઓ જયાં જાય ત્યાં અદ્ભુત ચમત્કારો સર્જતા હતા. આ આચાર્યની કુલ ઉંમર ૧૨૮ વર્ષ અને દીક્ષા પર્યાય ૧૨૦ વર્ષ.
Ø આજે પણ દેવોથી પરિપૂજીત એવી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી જમીનથી ૧ આંગળ આકાશમાં અદ્ધર છે.
4 આ.પરમદેવસૂરિજી મ.સા.ના નિમિત્તજ્ઞાનના કારણેજ તેમણે જગડુશા આગળ દુષ્કાળની આગાહી કરી હતી. આથીજ જગડુશાએ અન્નના ભંડારો ભરાવ્યા અને લાખો-કરોડો લોકોને દાન આપ્યું. સાંડેર ગચ્છીય યશોભદ્રસૂરિજી મ. એ પલ્લિકાનગર (પાલી) માં પાર્શ્વનાથ પરમાત્માના મહોત્સવ માટે મંત્રશક્તિથી અઢળક ઘી લાવ્યું હીસાબ માંડયો તો તે ધી તે સમયે નવ લાખ દ્રમ્મનું થતું હતું. આથી તે પ્રતિમાજી નવલખા પાર્શ્વનાથ કહેવાયા.
કહેવાય છે કે રાજગૃહી તીર્થમાં જે સુવર્ણ ભંડાર છે તે જગ્યાએ અંગ્રેજોએ બોમ ઝીંકયા પરંતુ કંઈજ થયું નહીં, શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ ત્યાં બહાર રહેલા મંત્રની લીપીને ઉકેલી શકશે તેજ વ્યક્તિ તે સુવર્ણ ભંડાર પ્રાપ્ત કરી શકશે. (કોઈ સાધક જાગે).
” શ્રાવસ્તીતીર્થનાં જિનાલયનાં દરવાજા આરતી પછી શ્રી માણિભદ્રદેવની સહાયતાથી સ્વમેવ બંધ થઈ જતા.
» સંતિકર સ્તોત્રના રચયિતા આ.મુનિસુંદરસૂરિજી મ.સા.એ ૨૫-૨૫ વખત સૂરિમંત્રની મૂળ વિધિથી વિધિપૂર્વક આરાધના કરી હતી તેનાથી તેમને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થયેલી જણાય છે.
4 અચલગચ્છીય સા. જયલક્ષ્મીશ્રીજી મ. જેમની મૂર્તી આજે માતરતીર્થમાં બિરાજમાન છે તેમને દેવી સહાયના કારણે ૨૦૦૦ શિષ્યાઓ હતી.
૬૯
મન્ત્ર સંસાર સારું...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org